News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

હાથી પર બેસીને યોગ આસન કરી રહેલા બાબા રામદેવ પડી ગયા, ત્યારબાદ ઉભા થઈ સાથીઓ સાથે હસવા લાગ્યા

બાબા રામદેવનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં હાથી ઉપર યોગ કરતી વખતે નીચે પડી ગયા હતા. આ વીડિયોમાં દેખાય છે કે બાબા હાથી ઉપર યોગ કરી રહ્યા છે અને થોડી ક્ષણો બાદ હાથી ચાલવા લાગે છે. તેને લીધે બાબા તેમનું સંતુલન ગુમાવી દે છે અને નીચે પડી જાય છે.

જોકે આ ઘટનામાં બાબાને કોઈ જ પ્રકારની ઈજા પહોંચી ન હતી. તેઓ જેવા નીચે પડ્યા તે સાથે જ ઉભા થઈ ગયા અને સાથીઓ સાથે હસવા લાગ્યા. હવે તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર મજાક થઈ

આ ઘટના સોમવારે મથુરામાં મહાવન સ્થિત આશ્રમની છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને લઈ મજાક થઈ રહી છે. એક યુઝરે બાબાને જોકર કહ્યાં. તે લખે છે કે- બાબા હાથી પર બેસીને સર્કસ કરી રહ્યા હતા અને પડી ગયા....જોકર.

અન્ય એક યુઝરે પણ લખ્યુ કે ભારતમાં હાથી ઘણા લોકો કરતા વધારે સમજદાર છે. તે જાણે છે કે ક્યારે ફેક યોગી પ્રચાર માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Baba Ramdev, who was sitting on an elephant and doing yoga asanas, fell down, then got up and started laughing with his friends.


from Divya Bhaskar https://ift.tt/358xp3l

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ