નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ સાથે સંબંધિત હતા. દેશમાં ઘણી જગ્યાએ તેનો વિરોધ થઈ રહ્યો છે. બીજા મોટો સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મણિપુર મુલાકાત વિશે રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પીએમ મોદી આસામમાં 18,530 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ પશ્ચિમ બંગાળ જશે. 2. ભૂસ્ખલનના 14 દિવસ પછી વૈષ્ણોદેવી યાત્રા ફરી શરૂ થશે. 3. દેશભરમાં હિન્દી દિવસ ઉજવવામાં આવશે. 📰 કાલના મોટા સમાચારો 1. હિંસાના 2 વર્ષ બાદ મણિપુરમાં PM મોદી:ઇમ્ફાલમાં હિંસાના પીડિતોને મળ્યા, ચુરાચાંદપુરમાં કહ્યું- મણિપુરના જુસ્સાને સલામ, શાંતિનો માર્ગ અપનાવો PM નરેન્દ્ર મોદી શનિવારે મણિપુરના ચુરાચાંદપુર અને ઇમ્ફાલ પહોંચ્યા. તેમણે ચુરાચાંદપુરમાં ₹7,300 કરોડ અને ઇમ્ફાલમાં ₹1,200 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. મે 2023માં હિંસા ફાટી નીકળ્યા પછી પીએમ મોદીની મણિપુરની આ પહેલી મુલાકાત છે. વડાપ્રધાનએ ઇમ્ફાલમાં કહ્યું - મણિપુરમાં કોઈપણ પ્રકારની હિંસા દુર્ભાગ્યપૂર્ણ છે. આપણે રાજ્યને શાંતિ અને વિકાસના માર્ગ પર લઈ જવાનું છે. ચુરાચાંદપુરમાં પીએમએ કહ્યું- હું તમામ સંગઠનોને શાંતિના માર્ગ પર આગળ વધવા અપીલ કરું છું. હું વચન આપું છું, હું તમારી સાથે છું. વાંચો સંપૂર્ણ સમાચાર 2. PM મોદીએ પહેલી મિઝોરમ-દિલ્હી ટ્રેનને લીલી ઝંડી આપી:કહ્યું- મિઝોરમ આજે ફ્રન્ટલાઈન સાથે જોડાયું, 2510 કિમીનું અંતર કાપશે PM નરેન્દ્ર મોદી આજથી નોર્થ ઈસ્ટના 2 દિવસના પ્રવાસે છે. મોદી સવારે 9.10 વાગ્યે મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર ઉતર્યા હતા. શનિવારે, તેમણે મિઝોરમથી શરૂઆત કરી. તેઓ સૌપ્રથમ આઈઝોલ પહોંચ્યા અને લેંગપુઈ એરપોર્ટથી બૈરાબી-સાયરંગ રેલ્વે લાઇન સહિત 9000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ ઉપરાંત, મિઝોરમને દિલ્હી, કોલકાતા અને ગુવાહાટી સાથે જોડતી પ્રથમ ટ્રેનોને લીલી ઝંડી આપવામાં આવી હતી. પોતાના સંબોધનમાં PMએ કહ્યું- લાંબા સમયથી, આપણા દેશના કેટલાક રાજકીય પક્ષો વોટ બેંકનું રાજકારણ કરી રહ્યા છે. તેમણે મિઝોરમની અવગણના કરી, પરંતુ આજે મિઝોરમ ફ્રન્ટલાઈન સાથે જોડાયું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 'મતદારયાદી બનાવવી અને બદલવી એ ફક્ત અમારું કામ':ચૂંટણીપંચે કહ્યું, SIR બનવું એ ખાસ અધિકાર, સુપ્રીમ કોર્ટનો નિર્દેશ અમારા કામમાં દખલગીરી ચૂંટણીપંચ (EC)એ સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કરીને કહ્યું છે કે દેશભરમાં સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કરવું એ તેમનો વિશેષાધિકાર છે. જો કોર્ટ આ માટે આદેશ આપે છે તો એ અધિકારમાં દખલગીરી હશે. કોર્ટમાં દાખલ કરાયેલા પોતાના સોગંદનામામાં કમિશને જણાવ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 324 મુજબ, મતદારયાદી તૈયાર કરવાનો અને સમયાંતરે એમાં ફેરફાર કરવાનો અધિકાર ફક્ત ચૂંટણીપંચ (EC)નો છે. આ કામ અન્ય કોઈ સંસ્થા કે કોર્ટને આપી શકાય નહીં. ચૂંટણીપંચે કહ્યું હતું કે અમે અમારી જવાબદારી સમજીએ છીએ અને મતદારયાદીને પારદર્શક રાખવા માટે સતત કામ કરીએ છીએ. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ભારત-પાકિસ્તાન મેચને બોયકોટ કરો: પહેલગામ હુમલાના મૃતક શુભમ દ્વિવેદીની પત્ની ઐશન્યાએ કહ્યુંઃ સિંદૂર ઉજાડનાર સામે ક્રિકેટ મેચ કેમ? આવતીકાલે 14 સપ્ટેમ્બરના રોજ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાની છે. એ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાની ક્રિકેટ ટીમો વચ્ચે આ પહેલી મેચ છે. પહેલગામમાં આતંકવાદીઓએ કાનપુરના શુભમ દ્વિવેદીની તેની પત્ની ઐશન્યા સામે ગોળી મારીને હત્યા કરી દીધી. તેણે આ ભારત-પાકિસ્તાન મેચનો વિરોધ કર્યો છે. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં તેણે કહ્યું- પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ઓપરેશન સિંદૂરમાં ઘણા સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. તેમ છતાં મેચ યોજાઈ રહી છે. મને લાગે છે કે BCCI પાસે કોઈ લાગણીઓ નથી. આ બધા લોકોની શહાદતનું તમારા માટે કોઈ મૂલ્ય નથી. કદાચ એટલા માટે કે તમારા પરિવારમાંથી કોઈનું મૃત્યુ થયું નથી. તેણે જનતાને હાથ જોડીને અપીલ કરી છે કે કૃપા કરીને મેચનો બહિષ્કાર કરો. ટીવી પર પણ ન જુઓ. વાંચો સંપૂર્ણ સમાચાર 5. નેપાળ હિંસા: PM પદ છોડનાર ઓલી પર FIR:આરોપ- પ્રદર્શનકારો પર હુમલો અને બળજબરી કરવા આદેશ આપ્યો, હાલ અજ્ઞાત જગ્યાએ છુપાયેલા શનિવારે રાજધાની કાઠમંડુમાં નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓલી પર આરોપ છે કે તેમણે 8 સપ્ટેમ્બરના રોજ આંદોલન શરૂ થયું ત્યારે પોલીસને પ્રદર્શનકારો પર હુમલો કરવા અને અત્યાચાર કરવાનો આદેશ આપ્યો હતો. ભારે દબાણ વચ્ચે ઓલીએ 9 સપ્ટેમ્બરના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી, તેઓ સેનાના રક્ષણ હેઠળ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. MPથી આવતા પાણીથી નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં:મહત્તમ સપાટીથી માત્ર 2.35 મીટર દૂર, સરદાર સરોવરના 10 દરવાજા ખોલાયા રાજપીપળામાં સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ગતરોજ નોંધપાત્ર વધારો થયો હતો. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા આ સીઝનમાં બીજી વખત ડેમની સપાટી 136.33 મીટર પાર થઈ હતી. જે તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી માત્ર થોડે જ દૂર છે. હાલમાં ડેમમાં ઉપરવાસમાંથી 1,12,740 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલા પાણી અને પાવરહાઉસના પાણી મળીને કુલ 1.20 લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમમાં આવી રહ્યું છે. આ કારણે નર્મદા ડેમના 10 ગેટ 1.04 મીટર ખોલવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સુરત બાદ હવે અમદાવાદમાં AC ડોમમાં ગરબાનો ટ્રેન્ડ:કીર્તિદાનની મોજમાં વરસાદ નહીં નડે, કિંજલ દવે બીજા વર્ષે 15,000 ખેલૈયાને ડોલાવશે સુરતમાં છેલ્લાં 5 વર્ષથી બેન્ક્વેટ કે ઈન્ડોર સ્ટેડિયમમાં ગરબાનો ટ્રેન્ડ હતો. બાદમાં છેલ્લાં 2 વર્ષથી ટેમ્પરરી AC ડોમ બનાવીને ગરબા રમાડવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. ગયા વર્ષે યશવી ગરબામાં કિંજલ દવેએ ટ્રેન્ડ સેટ કર્યો અને હવે અમદાવાદ સુરતને ફોલો કરી રહ્યું છે. અમદાવાદમાં આ વખતે 3 જગ્યાએ ટેમ્પરરી એસી ડોમ બનાવવામાં આવ્યા છે, જેમાં નોરતાં નગરીમાં કીર્તિદાન ગઢવી, સ્વર્ણિમ નગરી ગરબામાં જિગરદાન ગઢવી અને સુવર્ણ નવરાત્રિ એસી ડોમમાં પૂર્વા મંત્રી ખેલૈયાઓને ગરબે ઘુમાવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : PM મોદીએ પહેલી મિઝોરમ-દિલ્હી ટ્રેનને લીલી ઝંડી આપી:કહ્યું- મિઝોરમ આજે ફ્રન્ટલાઈન સાથે જોડાયું, 2510 કિમીનું અંતર કાપશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અલ્બેનિયા વિશ્વનો પહેલો દેશ બન્યો જ્યાં AI મંત્રી:PMએ કહ્યું- એક દિવસ AI વડાપ્રધાન પણ હશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ટ્રમ્પ ટેરિફ મામલે ભાગવતે અમેરિકા પર સાધ્યું નિશાન:ભાગવતે કહ્યું- ડરના કારણે ભારત પર ટેરિફ લાદવામાં આવ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : રશિયાના કામચટકામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ:સુનામીનું એલર્ટ જાહેર; છેલ્લા 3 મહિનામાં 7ની તીવ્રતાથી વધુના 3 ભૂકંપ નોંધાયા. વાંચો સંપૂર્ણ સમાચાર 5.આ પણ જાણી લો : ITR ફાઇલ કરવા માટે 3 દિવસ બાકી:રિટર્ન ફાઇલ કરવાથી તમે સરળતાથી લોન મેળવી શકો છો, જાણો તેના 5 ફાયદા. વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : 626મા ક્રમાંકિત દક્ષિણેશ્વરે અપસેટ સર્જ્યો:ડેવિસ કપમાં 155મા ક્રમાંકિત કૈમ કેનો પરાજય, ભારતે સ્વિટ્ઝર્લેન્ડ સામે લીડ મેળવી. વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર : માતૃ નવમી 15 સપ્ટેમ્બરે:પરિવારની મૃત મહિલાઓ માટે નોમના દિવસે શ્રાદ્ધ; અકાળ મૃત્યુ પામેલા લોકો માટે 20 સપ્ટેમ્બરે ચતુર્દશી શ્રાદ્ધ; જાણો વિધિ. વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 ખબર હટકે 17 વર્ષની છોકરી ભવિષ્યની આગાહી કરી શકે છે ફ્રાન્સની 17 વર્ષની છોકરી ભવિષ્યની ઘટનાઓની આગાહી કરી શકે છે. તે જે કંઈ કહે છે તે બધું સચોટ નીકળે છે. આ છોકરીની યાદશક્તિ એટલી તેજ છે કે તે ભૂતકાળની બધી ઘટનાઓ યાદ રાખી શકે છે. આ જ કારણ છે કે તેને ટાઈમ ટ્રાવેલર કહેવામાં આવે છે. જોકે, વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આ છોકરીને હાઇપરન્મેશિયા નામનો એક દુર્લભ રોગ છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન દુબઈની કોર્ટનું ફરમાન, ‘ભારતની એજન્સીને વિનોદ સિંધી સોંપી દો’:2 વર્ષની દોડધામ બાદ IPS નિર્લિપ્ત રાયની ટીમને મળી સફળતા 2. નરસંહાર-2 : 54 રાજપૂતને વૃક્ષ સાથે બાંધીને કુહાડીથી કાપી નાખ્યા:ગેંગરેપ કરીને મહિલાઓને દફનાવી; બે વર્ષના બાળકને પણ ન છોડ્યું; તત્કાલીન CM પણ રડી પડ્યાં હતા 3. ભાસ્કર એક્સપ્લેનર : મહિલાઓને નિર્વસ્ત્ર કરી, ઘરો સળગાવાયાં:મણિપુર હિંસાના 865 દિવસ પછી PM મોદીની મુલાકાત; બદલાતી પરિસ્થિતિની સંપૂર્ણ કહાની 10 તસવીરોમાં 4. ભાસ્કર એક્સક્લૂસિવ : 'અમેરિકામાં પોલીસે બંદૂકની અણીએ રસ્તા પર સુવડાવ્યો':ગુજરાતી પાટીદાર વૃદ્ઘ કિડનેપિંગના ખોટા કેસમાં 47 દિવસ USની જેલમાં સબડ્યા, જણાવી હૃદયદ્રાવક આપવીતી 5. નેપાળથી ભાસ્કર : સુશીલા કાર્કીના નેપાળના PM બનવાની ઇનસાઇડ સ્ટોરી:16 GenZનું ડેલિગેશન, શું રહી શરતો; બાલેન શાહે કેમ કર્યો એકતરફી સપોર્ટ? 6. ISRO કોઈપણ સેટેલાઇટ લોન્ચ કરે, કેબલ તો સાણંદના જ:33 વર્ષથી કોન્ટ્રેક્ટ મેળવનારી એકમાત્ર કંપની; લોન્ચિંગ પેડથી લઈ સેનાનાં હેલિકોપ્ટર, ફાઇટર જેટ માટે બનાવ્યા વાયર 7. આજનું એક્સપ્લેનર:સ્વિટ્ઝર્લૅન્ડમાં રજાઓ, લાખોની હેન્ડબેગ; નેપાળી નેતાઓનાં બાળકોની વૈભવી જીવનશૈલી કેવી છે, જેનાથી ભડકેલા યુવાનોએ સરકાર પાડી દીધી? 8. પૈસા ડબલ કે આજીવન પેન્શન?:માર્કેટ નીચે જશે તોપણ રૂપિયા મળશે, LICના બે ધાકડ પ્લાન, ઉદાહરણ સાથે સમજો નિયમ, ફાયદા અને જોખમ સુધીની વાત 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: મિથુન જાતકો માટે ગ્રહોની સ્થિતિ લાભદાયી રહેશે,સિંહ રાશિના લોકોને ચિંતા-તણાવમાંથી રાહત મળશે (વાંચો સંપૂર્ણ રાશિફળ)
from ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર https://ift.tt/IlzHqWn

0 ટિપ્પણીઓ