News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

PM મોદીએ પહેલી મિઝોરમ-દિલ્હી ટ્રેનને લીલી ઝંડી આપી:કહ્યું- મિઝોરમ આજે ફ્રન્ટલાઈન સાથે જોડાયું, 2510 કિમીનું અંતર કાપશે

PM નરેન્દ્ર મોદી આજથી નોર્થ ઈસ્ટના 2 દિવસના પ્રવાસે છે. મોદી સવારે 9.10 વાગ્યે મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર ઉતર્યા હતા. શનિવારે, તેમણે મિઝોરમથી શરૂઆત કરી. તેઓ સૌપ્રથમ આઈઝોલ પહોંચ્યા અને લેંગપુઈ એરપોર્ટથી બૈરાબી-સાયરંગ રેલ્વે લાઇન સહિત 9000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ ઉપરાંત, મિઝોરમને દિલ્હી, કોલકાતા અને ગુવાહાટી સાથે જોડતી પ્રથમ ટ્રેનોને લીલી ઝંડી આપવામાં આવી હતી. પોતાના સંબોધનમાં PMએ કહ્યું- લાંબા સમયથી, આપણા દેશના કેટલાક રાજકીય પક્ષો વોટ બેંકનું રાજકારણ કરી રહ્યા છે. તેમણે મિઝોરમની અવગણના કરી, પરંતુ આજે મિઝોરમ ફ્રન્ટલાઈન સાથે જોડાયું. તેમણે કહ્યું કે મિઝોરમ આપણી નીતિ અને આર્થિક કોરિડોરમાં મોટી ભૂમિકા ભજવે છે. મિઝોરમના લોકોએ હંમેશા યોગદાન આપ્યું છે, હંમેશા પ્રેરણા આપી છે. આજે મિઝોરમ દેશની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. PMએ કહ્યું- આજથી, આઈઝોલ પણ દેશના રેલવે નકશા પર હશે. મને આ રેલવે લાઇનનું ઉદ્ઘાટન કરવાની તક મળી. ઘણા પડકારોને પાર કર્યા પછી આ રેલવે લાઇનનું સ્વપ્ન સાકાર થયું છે. અમારા ઇજનેરોની ક્ષમતાએ તેને સાકાર કર્યુ. આઈઝોલ પહેલી વાર ગુવાહાટી, દિલ્હી અને કોલકાતા સાથે જોડાયુ સાયરંગથી દિલ્હી ટ્રેન સાથે, રાજ્ય હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સાથે સીધું જોડાયું છે. આ ટ્રેન અઠવાડિયામાં એકવાર દોડશે અને 2510 કિમીની મુસાફરી 45 કલાક 30 મિનિટમાં પૂર્ણ કરશે. સરેરાશ ગતિ 57.81 કિમી પ્રતિ કલાક હશે. સાયરંગ-કોલકાતા ટ્રેન અઠવાડિયામાં 3 દિવસ દોડશે. કોલકાતા અને સાઈરંગ વચ્ચેનું 1530 કિમીનું અંતર 31.15 કલાકમાં કાપવામાં આવશે. આ ટ્રેન અઠવાડિયાના શનિવાર, મંગળવાર અને બુધવારે દોડશે. આ ટ્રેનની સરેરાશ ગતિ 48.96 કિમી પ્રતિ કલાક રહેશે. સાયરંગ-ગુવાહાટી ટ્રેન બપોરે ૧૨:૩૦ વાગ્યે સૈરંગથી ઉપડશે. તે મધ્યરાત્રિ પછી 2.30 વાગ્યે ગુવાહાટી પહોંચશે. આ સાથે, એક માલગાડી પણ સાયરંગથી ઉપડશે અને દેશના અન્ય ભાગોને જોડશે. તેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. મોદીએ કહ્યું- મિઝોરમના લોકોએ હંમેશા અમને પ્રેરણા આપી છે. આ પ્રોજેક્ટ્સથી રેલ્વે, રસ્તા, ઉર્જા, રમતગમત સહિતના ઘણા ક્ષેત્રોને ફાયદો થશે.અહીં તેઓ એક જાહેર સભાને પણ સંબોધન કર્યુ. મોદી રાજ્યના સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ, બૈરાબી-સૈરાંગ રેલવે લાઇનનું ઉદ્ઘાટન કર્યું, જે પહેલીવાર આઈઝોલને દેશના અન્ય ભાગો સાથે રેલ નેટવર્ક સાથે જોડશે. મે 2023થી ચાલી રહેલી મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચેની હિંસા પછી મોદીની મણિપુરની આ પહેલી મુલાકાત હશે. તે જ સમયે, પીએમ બન્યા પછી આ તેમની રાજ્યની 8મી મુલાકાત છે. આ પહેલા, તેઓ 2014 થી 2022 દરમિયાન 7 વખત મણિપુરની મુલાકાત લઈ ચૂક્યા છે. મણિપુર હિંસા પછી, વિપક્ષ સતત માગ કરી રહ્યું છે કે પીએમ મોદી મણિપુરની મુલાકાત લે. હવે વિપક્ષે પીએમની આ મુલાકાતનું સ્વાગત કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું, 'મણિપુરની સમસ્યા ઘણા સમયથી ચાલી રહી છે, જેથી સારું છે કે તેઓ હવે ત્યાં જઈ રહ્યા છે.'

from ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર https://ift.tt/EJkuaho

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ