ઉત્તરપ્રદેશ માટે આ કોઈ ચમત્કાથી ઓછું નથી. પૂર્વ યુપીમાં 40 વર્ષથી બાળકો માટે કાળોકેર બનેલી મગજનો તાવ(એક્યૂટ એન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ-એઈએસ)ની બીમારી હવે અંતની અણીએ પહોંચી ગઈ છે. યોગી સરકારના સાડા 3 વર્ષના કાર્યકાળમાં આ બીમારી પર કાબૂ મેળવી લેવાયો છે. બાળકોના હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુનો શિકાર બનવાના આંકડામાં ઘટાડો નોંધાયો છે. જ્યારે આખી દુનિયા કોરોના મહામારી સામે ઝઝૂમી રહી છે ત્યારે મગજના તાવથી બાળકોનાં મૃત્યુમાં ભારે ઘટાડો યુપી માટે અત્યંત સુખદ છે.
ગોરખપુરની ગત મુલાકાતમાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે પૂર્વ યુપીના હિસ્સામાં એન્સેફેલાઈટિસનો મૃત્યુદર 2016 પછી 95 ટકા સુધી ઘટી ગયો છે. એન્સેફેલાઈટિસ વિરુદ્ધ લડાઈ હવે અંતિમ તબક્કામાં છે. બે વર્ષમાં તેને આ ક્ષેત્રથી જ નાબૂદ કરી નાખીશું. મિઝલ્સ રુબેલા રસીકરણની શરૂઆત પછી યોગીએ કહ્યું હતું કે સાથે મળીને કામ કરવાનાં પરિણામ આપણને આ વર્ષે જોવા મળ્યાં. 40 વર્ષથી ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજમાં ઓગસ્ટમાં 500-600 બાળકો દાખલ થતાં હતાં. ચાલુ વર્ષે ઓગસ્ટમાં 86 ટકા જ દાખલ થયાં. તેનાથી સાબિત થાય છે કે ટીમભાવના સાથે કામ કરી કોઈ પણ જીવલેણ રોગનું ઉન્મૂલન શક્ય છે. વરસાદમાં સતત થઈ રહેલાં બાળકોનાં મૃત્યુથી દુનિયા પણ ચિંતિત હતી.
19 માર્ચ 2017ના રોજ મુખ્યમંત્રી બન્યા પછી યોગી આદિત્યનાથે ગાઈડલાઈન્સ ફોર પ્રિવેન્શન એન્ડ ટ્રીટમેન્ટ ઓફ એક્યૂટ એન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ લાગુ કરી હતી. રસીકરણની સાથે દસ્તક અભિયાનથી જાગૃકતા વધારાઈ. ગ્રામીણ વિસ્તારોમાં 15 બ્લૉક સ્તરીય એન્સેફેલાઈટિસ ટ્રીટમેન્ટ સેન્ટર અને મિની પીડિયાટ્રિક કેર યુનિટ ખોલાયાં. દેશમાં પ્રથમ વખત બ્લૉક સ્તરની હોસ્પિટલોમાં 3-3 વેન્ટિલેટરની સુવિધા અપાઇ. 3.5 લાખ અધિકારીઓ-કર્મચારીઓને ટ્રેનિંગ અપાઈ. મુખ્યમંત્રી યોગીની દેખરેખમાં આ સંયુક્ત પ્રયાસથી યુપીમાં મગજના તાવના કેર પર કાબૂ મેળવાયો છે. આ સિદ્ધિની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે.
અગાઉ ઓગસ્ટમાં 100-150 મૃત્યુ થતાં હતાં, હવે ફક્ત 6
અગાઉનાં વર્ષોમાં ઓગસ્ટમાં એઈએસથી 100-150 બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં હતાં જે આ વખતે ઘટીને 6 પર આવી ચૂક્યાં છે. યુપીમાં 2010માં એઈએસથી553, 2011માં 606, 2012માં 580, 2013માં 656, 2014માં 661, 2015માં 521 અને 2016માં 694 રોગીઓનાં મૃત્યુની સાથે દિવ્યાંગ થવાનો સિલસિલો યથાવત્ હતો. તેને યોગીની રણનીતિએ અટકાવ્યું. બાળકોનાં મૃત્યુ અને દિવ્યાંગતાની સાથે તેના પર થતું રાજકારણ પણ બંધ થયું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3dvMzTL

0 ટિપ્પણીઓ