
વિડિયો ડેસ્કઃ તામિલનાડુનો એક વિડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયો હાઈવે પર દોડતી ડ્રાઈવર વગરની કારનો છે. વિડિયોમાં જોઈ શકાય છે કે રોડ પર જતી કારમાં ડ્રાઈવિંગ-સીટ પર કોઈ જ બેઠું નથી. એક વૃદ્ધ માસ્ક પહેરીને પેસેન્જર સીટ પર બેઠેલો છે, આ સિવાય કારમાં કોઈ જ નથી. આ વિડિયો સામે આવતાં સોશિયલ મીડિયામાં અટકળોનો મારો શરૂ થયો છે. લોકોનો એક જ સવાલ છે કે આ તે કેવી રીતે શક્ય બને? કોઈ કહે છે કે આ કારનું સ્ટીયરિંગ જ ડમી છે તો કોઈ કહે છે વૃદ્ધના જમણા હાથમાં સ્ટીયરિંગનો કન્ટ્રોલ છે. કોઈ કહે છે કે આ તો ડ્રાઈવિંગ સ્કૂલમાં હોય એવી કાર છે, જેનો બધો જ કન્ટ્રોલ લેફ્ટ સાઈડમાં છે. આ બધી અટકળોની વચ્ચે એક યુઝરે દાવો કર્યો કે આ વૃદ્ધ મૂળ નેલ્લોરના છે અને તેમણે આ વૃદ્ધને પેસેન્જર સીટથી ડ્રાઈવિંગ કરતાં જોયા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2SYaNNg
0 ટિપ્પણીઓ