
ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ(TRP) આગામી 8-10 સપ્તાહ માટે અટકાવાઈ રહી છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિર્સચ કાઉન્સિલે(BARC) પ્રસ્તાવ મૂક્યો છે. કાઉન્સિલની ટેકનીકલ કમિટિ TRP જાહેર કરવાની આખી પ્રોસેસનો રિવ્યૂ કરશે અને વેલિડેશન પછી જ ફરી તેને શરૂ કરવામાં આવશે. ગત દિવસોમાં મુંબઈ પોલીસે એ દાવો કર્યો હતો કે રિપબ્લિકન જેવી ઘણી ચેનલો પૈસા આપીને TRP વધારે છે.
શું છે TRP?
- TRP એટલે કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. આ કોઈ પણ ટીવી પ્રોગ્રામની લોકપ્રિયતા અને ઓડિયન્સનો નંબર શોધવાની રીત છે. કોઈ શોને કેટલા લોકોએ જોયો, આ TRPથી ખબર પડે છે.
- જો કોઈ શોની TRP વધારે હશે તો તેનો અર્થ એ છે કે લોકો એ શો અથવા એ ચેનલને વધારે પસંદ કરી રહ્યા છે. એડવર્ટાઈઝર્સને TRPથી ખબર પડે છે કે કયા શોમાં એડવર્ટાઈઝ આપવી ફાયદાકારક રહેશે.
- સળ શબ્દોમાં કહીયે તો TRP દ્વારા ખબર પડે છે કે, સામાજિક અને આર્થિક પુષ્ઠભૂમિના કેટલા લોકો કેટલી વાર સુધી ચેનલને જોઈ રહ્યા છે. જેમાં એક કલાકમાં, એક દિવસમાં અથવા અમુક સપ્તાહનો સમય હોય શકે છે.
ચેનલ્સ માટે TRP શા માટે મહત્વની છે?
TRPની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?
- BARCએ લગભગ 45 હજાર ઘરોમાં ડિવાઈસ લગાવડાવ્યા છે. જેને બાર-ઓ-મીટર અથવા પીપલ મીટર કહેવાય છે. આ મીટર શોમાં એમ્બેડ વોટરમાર્ક્સને રેકોર્ડ કરે છે.
- BARC રિમોટમાં દરેક ઘટના દરેક સભ્ય માટે અલગ બટન હોય છે. શો જોતી વખતે તેમને એ બટન દબાવવાનું હોય છે, જેનાથી BARCને એ ખબર પડી શકે કે, કયા શોને પરિવારે કેટલી વાર સુધી જોયો.
- આ જ આધારે BARC જણાવે છે કે 20 કરોડ ટીવી જોતા પરિવારોમાંથી શો અથવા પ્રોગ્રામ જોવા માટેની પેટર્ન શું છે અથવા 84 કરોડ દર્શક શું જોઈ રહ્યા છે અને કેટલી વાર સુધી તેને જોવાનું પસંદ કરે છે.
- આ પરિવારોને 2015માં નવા કન્ઝ્યુમર ક્લાસિફિકેશન સિસ્ટમ હેઠળ 12 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. જેમાંથી પરિવારનો મુખ્ય કમાનાર સભ્યના અભ્યાસના સ્તર સાથે ઘરના વીજ કનેક્શનથી માંડી ગાડી સુધીની ઉપલબ્ધતાને આધાર બનાવવામાં આવે છે.
BARC શું છે?
BARC(બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ) એક ઈન્ડસ્ટ્રી બોડી છે, જેનો સંયુક્ત માલિકી હક એડવર્ટાઈઝર્સ, એડ એજન્સીઓ અને બ્રોડકાસ્ટિંગ કંપનીઓ પાસે છે. ઈન્ડિયન સોસાયટી ઓફ એડવર્ટાઈઝર્સ, ઈન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન અને એડવર્ટાઈઝિંગ એજન્સી એસોસિએશન ઓફ ઈન્ડિયા તેના સંયુક્ત માલિક છે.
બાર્કના ડેટાનો ઉપયોગ કેવી રીતે થાય છે?
- દર ગુરુવારે બાર્ક પોતાનો ડેટા જાહેર કરે છે. આ ઓડિયન્સના ડેમોગ્રાફિક્સ, ઉંમર, શિક્ષણ, આવક વગેરેમાં વહેંચીને બતાવે છે કે કયા શોને કેટલા લોકોએ કેટલી વાર સુધી જોયો છે. આની પર ચેનલની એડવર્ટાઈઝમેન્ટ રેવેન્યૂ પણ આધારિત છે.
- જેનો આર્થ એ છે કે આખો દેશ શું જોઈ રહ્યો છે, તે આ 45 હજાર પરિવારોના ટીવી પર લાગેલા ડિવાઈઝ જણાવે છે. બાર્ક આ ડિવાઈસને ગુપ્ત રાખે છે, પરંતુ ચેડાના આરોપ પહેલા પણ લાગતા હતા. મુંબઈ પોલીસ કમિશનરના આરોપ આ કડીમાં નવા આરોપ છે.
- ફિક્કી અને અર્ન્સ્ટ એન્ડ યંગના રિપોર્ટ પ્રમાણે, ગત વર્ષે ભારતનો ટીવી ઉદ્યોગ 78,700 કરોડ રૂપિયાનો રહ્યો હતો. આમા પણ એડવર્ટાઈઝર્સ માટે TRP જ મુખ્ય ક્રાઈટેરિયા રહ્યો જાહેરાત કરવા માટેનો.
ટીવી ચેનલ્સ TRPને કેવી રીતે અસર કરે છે?
ટીવી ચેનલ્સ બે રીતે TRPને અસર કરે છે. પહેલી જો તેમને ખબર પડી જાય કે બાર-ઓ-મીટર અથવા પીપલ મીટર ક્યાં લાગેલા છે તો તે લોકો એ પરિવારોને સીધા કેશ અથવા ગિફ્ટ આપીને પોતાની ચેનલ જોવા માટે પ્રેરિત કરી શકે છે. બીજો તે કેબલ ઓપરેટર્સ અથવા મલ્ટી સિસ્ટમ ઓપરેટર્સ દ્વારા સુનિશ્વિત કરી શકે છે કે દર્શકોને તેમની ચેનલ સૌથી પહેલા જોવા મળે.
આખો મામલો શું છે?
મુંબઈ પોલીસે 8 ઓક્ટોબરે પ્રેસ કોન્ફરન્સ કરીને ફોલ્સ TRP રેકેટનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો હતો. પોલીસ કમિશનર પરમવીર સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, રિપબ્લિક ટીવી સહિત ત્રણ ચેનલ પૈસા આપીને TRP ખરીદતા હતા અને વધારતા હતા. આ મામલમાં ચાર લોકોની ધરપકડ કરી લેવાઈ છે. આ ચેનલ સાથે જોડાયેલા લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. પોલીસે એવું પણ કહ્યું હતું કે, રિપબ્લિકના પ્રમોટર અને ડાયરેક્ટરના વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી છે. કસ્ટડીમાં લેવાયેલા લોકોએ આ વાત કબૂલ કરી છે કે આ ચેનલ પૈસા આપીને TRP બદલાવતી હતી. તો આ તરફ રિપબ્લિક મીડિયા નેટવર્કે આ આરોપોને ખોટા ગણાવ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3nMJaox
0 ટિપ્પણીઓ