
ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષની યુવતી સાથે કથિત ગેંગરેપ અને તેના મોતના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. ચીફ જસ્ટિસ એસએ બોબડેએ પીડિત પક્ષને પુછ્યું કે હાલ શું ઈચ્છો છો. તેને પર વકીલ સીમા કુશવાહાએ કહ્યું કે અમે કેસને દિલ્હી ટ્રાન્સફર કરવા ઈચ્છીએ છીએ અને CBI તપાસ કોર્ટની દેખરેખ હેઠળ થાય. વાસ્તવમા પીડિત પક્ષે આ કેસમાં 6 ઓક્ટોબરે અરજી કરી સાક્ષીઓની સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી હતી. તેના પર સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો જવાબ માંગ્યો હતો.
UP સરકારે કહ્યું- સાક્ષીઓને ત્રણ સ્તરની સુરક્ષા આપી છે, ઘરમાં CCTV લગાવ્યા
યોગી સરકારે સુપ્રીમ કોર્ટમાં બુધવારે સોગંદનામુ રજૂ કર્યું હતું. તેમા સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરાઈ છે કે આ કેસની CBI તપાસ તેની દેખરેખમાં કરવામાં આવે. એ જાણકારી પણ આપવામાં આવી છે કે સાક્ષીઓને ત્રણ સ્તરની સુરક્ષા અપાઈ છે. સાક્ષીઓ અને પીડિતના ઘરે CCTV લગાવાયા છે. શેરીએ અને ઘરે પોલીસ સુરક્ષા છે. સોગંદનામામાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચમાં સુનાવણીનો હવાલો પણ અપાયો છે.

સ્ટોરીમાં ઉમેરો થઈ રહ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3dqkX2w
0 ટિપ્પણીઓ