News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

PMની સંપત્તિમાં FDએ એક વર્ષમાં 36 લાખ રૂપિયાનો વધારો કર્યો, શેર બજારે ગૃહમંત્રીની સંપત્તિમાં 3.6 કરોડ રૂપિયાનો ઘટાડો કર્યો

વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ પોતાની સંપત્તિઓ અને દેવા અંગેની માહિતી આપી છે. ગત વર્ષ સુધી તેમની પાસે 2.49 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. આ વર્ષે જૂન સુધી એ વધીને 2.85 કરોડ રૂપિયા થઈ ગઈ છે. બેન્ક બેલેન્સ અને FDથી તેમની સંપત્તિમાં એક વર્ષમાં 36 લાખનો વધારો થયો છે.

PM પર કોઈ દેવું નથી
70 વર્ષના વડાપ્રધાન પર કોઈપણ પ્રકારનું દેવું નથી. તેમની પાસે 31 હજાર 450 રૂપિયા રોકડા છે. બેન્ક ખાતામાં 3.38 લાખ રૂપિયા છે. 31 માર્ચ 2019ના રોજ તેમના ખાતામાં 4,143 રૂપિયા હતા. SBIની ગાંધીનગર બ્રાન્ચમાં તેમની FDમાં 1 કરોડ 60 લાખ 28 હજાર 39 રૂપિયા છે. એક વર્ષ પહેલાં આ રકમ 1 કરોડ 27 લાખ, 81 હજાર 574 રૂપિયા હતી.

મોદી 8 લાખ 43 હજાર 124 રૂપિયાનાં નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ દ્વારા ટેક્સ-સેવિંગ કરે છે. પોતાના જીવન વીમા માટે 1 લાખ 50 હજાર 957 રૂપિયાનું વીમા-પ્રીમિયમ ચૂકવે છે. તેમની પાસે નેશનલ સેવિંગ સર્ટિફિકેટના 7 લાખ 61 હજાર 646 રૂપિયા હતા. જીવન વીમા પ્રીમિયમના રૂપમાં 1 લાખ 90 હજાર 347 રૂપિયાનું પેમેન્ટ કર્યું છે.

જાણો, વડાપ્રધાનના પૈસાનો હિસાબ
કેશ ઇન હેન્ડ 31,450 રૂપિયા
બચત ખાતામાં- 3.38 લાખ રૂપિયા
ફિક્સ્ડ ડિપોઝિટની વેલ્યુઃ લગભગ 1.6 કરોડ રૂપિયા
ટેક્સ ફ્રી બ્રાન્ડઃ લગભગ 20 હજાર રૂપિયા
પોસ્ટ NSC- લગભગ 8.4 લાખ રૂપિયા
LIC-1.50 લાખ રૂપિયા
સ્થાવર-જંગમ સંપત્તિઃ ગાંધીનગરમાં 1.1 કરોડના મકાનમાં પીએમ મોદીની 25% ભાગીદારી

ફિક્સ ડિપોઝિટમાં વધારો થયો છે
ભારતીય સ્ટેટ બેન્કની ગાંધીનગર શાખામાં તેમની ફિક્સ ડિપોઝિટની રકમ 30 જૂન 2020 સુધી વધી 1 કરોડ 60 લાખ 28 હજાર 39 રૂપિયા થઈ ગઈ છે, જે ગત નાણાકીય વર્ષમાં 1 કરોડ 27 લાખ 81 હજાર 574 રૂપિયા હતી. 2019ની લોકસભા ચૂંટણી માટે આપેલા સોગંદનામામાં તેમણે આ માહિતી આપી હતી.

પીએમ મોદી પાસે કોઈ ગાડી નથી
તાજેતરના રિપોર્ટ પ્રમાણે, પીએમ મોદીની સંપત્તિમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. તેમના નામે ગાંધીનગરમાં એક મકાન છે, જેની કિંમત 1.1 કરોડ રૂપિયા છે, જેનો માલિકી હક મોદી અને તેમના પરિવાર પાસે છે. તેમની પાસે સોનાની ચાર વીંટી છે. પીએમ મોદી પાસે કોઈ ગાડી નથી.

વડાપ્રધાન મોદીની સેલરી બે લાખ છે
મોદીની સેલરી બે લાખ રૂપિયા છે, જે વૈશ્વિક સ્તરની તુલનામાં ઘણી ઓછી છે. કોરોના વાઈરસથી પ્રભાવિત થયેલી અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખતાં પીએમ મોદીએ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેબિનેટ સભ્યો અને સાંસદો સાથે પોતાની સેલરીમાં 30 ટકાનો કાપ મૂક્યો છે, જેની શરૂઆત એપ્રિલ મહિનાથી કરવામાં આવી હતી. પીએમ મોદીની સંપત્તિમાં વધારો તેમના પગારની બચત અને FDના વ્યાજથી થયો છે.

ગયા વર્ષની સરખામણીએ ગૃહમંત્રી અમિત શાહની સંપત્તિ ઘટી
PMOને સોંપવામાં આવેલી લેટેસ્ટ સંપત્તિની જાહેરાતથી ખ્યાલ આવ્યો છે કે જ્યાં ગયા વર્ષની સરખામણીએ પીએમ મોદીની સંપત્તિમાં વધારો થયો છે ત્યાં બીજી બાજુ ગૃહમંત્રી અમિત શાહની સંપત્તિમાં ઘટાડો થયો છે. અમિત શાહને શેરબજારની ચઢ-ઊતરને કારણે નુકસાન સહન કરવું પડ્યું છે. નોંધનીય છે કે આ વર્ષે રક્ષામંત્રી રાજનાથ સિંહની સંપત્તિમાં કોઈ ખાસ ફેર પડ્યો નથી.

અમિત શાહની સંપત્તિનો હિસાબ
ગૃહમંત્રી અમિત શાહની સંપત્તિ જે ગયા વર્ષે 32.3 કરોડ રૂપિયા હતી. એ જૂન 2020 સુધી ઘટીને 28.63 કરોડ થઈ ગઈ છે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે, શાહ પાસે 10 સ્થાવર મિલકત છે, જેની કુલ કિંમત 13.56 કરોડ રૂપિયા છે.

ગૃહમંત્રી પાસે 1 કરોડનું બેન્ક બેલેન્સ છે
ગૃહમંત્રી પાસે રોકડામાં 15,814 રૂપિયા અને 1 કરોડ રૂપિયાનું બેન્ક બેલેન્સ છે. ઈન્શ્યોરન્સ, પેન્શન પોલિસી ગણીને કુલ 13.47 લાખ રૂપિયા છે. 2.79 લાખ રૂપિયા ફિક્સ્ડ ડિપોઝીટમાં છે અને તેમની પાસે લગભગ 44.47 લાખ રૂપિયાની જ્વેલરી છે.

વડાપ્રધાન ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત મોટભાગના સીનિયર મંત્રીઓએ પોતાની સંપત્તિની વિગત આપી છે. સાથે જ રામદાસ અઠાવલે બાબુલ સુપ્રિયો સહિત ઘણા જુનિયર મંત્રીઓએ હાલ પોતાની સંપત્તિની વિગત સાર્વજનિક કરી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
PM Modi Declares His Assets. All About Where He Has Invested His Personal Wealth


from Divya Bhaskar https://ift.tt/3dFhzB7

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ