News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

ફારુક અબ્દુલ્લાના ઘરે ‘ગુપકાર સમજૂતી’ અંગે ચર્ચા કરવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બેઠક શરૂ

નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાના ઘરે ગુરુવારે મહત્વની બેઠક ચાલી રહી છે, જેમાં જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષ ગુપકર સમજૂતી અંગે ચર્ચા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને PDP પ્રમુખ મહેબુબા મુફ્તીને ગત મંગળવારે રાતે જ 14 મહિના પછી નજરકેદમાંથી છોડવામાં આવ્યા છે.નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા અને ઓમાર અબ્દુલ્લા મહેબૂબા મુફ્તીને મળવા માટે બુધવારે તેમના ઘરે ગયા હતા હવે તે ફરી રાજકારણમાં સક્રિય થયા છે.

અપડેટ્સ
બેઠકમાં ઘણા પક્ષ હાજર

નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુખ અબ્દુલ્લાના ઘરે જ ચાલી રહેલી બેઠકમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, પીપુલ્સ કોન્ફરન્સ, કોંગ્રેસ તથા અવામી નેશનલ કોન્ફરન્સ સહિત અન્ય ઘણા રાજકીય પક્ષના નેતા અહીંયા હાજર છે.

રાજકીય પક્ષોની આ ત્રીજી બેઠક છે
ગુપકાર જાહેરાતનો ભાગ રહી ચુકેલા રાજકીય પક્ષોની આ ત્રીજી બેઠક યોજાઈ રહી છે. આ ગુપકાર જાહેરાતમાં નેશનલ કોન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક, પીપુલ્સ કોન્ફરન્સ તથા અવામી નેશનલ કોન્ફરન્સ સહિત અન્ય ક્ષેત્રીય પક્ષ સામેલ છે.

બેઠકને ધ્યાનમાં રાખતા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે
જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા અને નેતાઓને છોડ્યા પછી આ પહેલી મોટી બેઠક છે. ઘણા નેતાઓએ અનુચ્છેદ 370 હટાવવાને ખોટો ગણાવ્યો છે, અને તેઓ આ આર્ટિકલને પાછો લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. બેઠકને ધ્યાનમાં રાખતા ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

વિવાદિત નિવેદનોથી શરૂઆત થઈ
મહેબૂબા મુફ્તીએ છૂટ્યાં પછી નિવેદન આપ્યું હતું કે, જે દિલ્હીએ અમારી પાસેથી છીનવ્યું છે એ અમે પાછું લઈને જ રહીશું અને કાળા દિવસના કાળા ઈતિહાસને ખતમ કરીશું. આટલું જ નહીં ફારુક અબ્દુલ્લાએ તો એટલે સુધી કહ્યું હતું કે, ચીન અનુચ્છેદ 370 પાછો લાગું કરાવવામાં તેમની મદદ કરી શકે છે.

ગુપકાર સમજૂતી શું છે?
પાંચ ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 અને અનુચ્છેદ 35A હટાવાયા તો ઘાટીના નેતાઓએ એક નિવેદન જાહેર કર્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, અનુચ્છેદ 35A અને 370ને ખતમ કરવો કે તેમા ફેરફાર કરવા ગેરબંધારણીય છે. રાજ્યની વહેંચણી કાશ્મીર અને લદ્દાખના લોકો વિરુદ્ધ બળજબરી છે અને તેને પછીથી ગુપકાર સમજૂતી નામ આપવામાં આવ્યું



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
J&K Updates: A meeting was held at Farooq Abdullah's house amid tight security to discuss on a "gupkar declaration"
J&K Updates: A meeting was held at Farooq Abdullah's house amid tight security to discuss on a "gupkar declaration"


from Divya Bhaskar https://ift.tt/2Fwm6sJ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ