
વીડિયો ડેસ્કઃ આંધ્રપ્રદેશ અને તેલંગણા બાદ હવે મહારાષ્ટ્રમાં મેઘતાંડવ સર્જાયું છે. અતિ ભારે વરસાદને કારણે મુંબઈ સહિતના અનેક શહેરોમાં જનજીવન ઠપ થઈ ગયું છે. અચાનક જ થયેલા મેઘતાંડવ વચ્ચે બુધવારે રાત્રે પૂણેમાં એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે. આ ઘટના પૂણે નજીક આવેલા ઈન્દાપુર વિસ્તારમાં બની છે. પાણીનો પ્રવાહ વધતાં સચીન ભીસે નામના વ્યક્તિ ફસાઈ ગયા હતા. જો કે, સ્થાનિકોને ખબર પડતાં જ મોત તાણી જાય એ પહેલાં જ JCB લઈને પહોંચી ગયા હતા. તંત્રની રાહ જોયા વગર જ સ્થાનિકોએ JCBના બકેટથી સચીનને મોતના મુખમાંથી ખેંચી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3k4XFBU
0 ટિપ્પણીઓ