
ઉત્તરપ્રદેશના બલિયામાં ગુરુવારે અધિકારીઓ સામે એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. કેસ દુર્જનપુરના બૈરિયાનો છે. અહીંયા ક્વોટાની દુકાનોના વિવાદનો ઉકેલ લાવવા માટે CO ચંદ્રકેશ સિંહ, બીડીઓ બૈરિયા ગજેન્દ્ર પ્રતાપ સિંહ અને SDM સુરેશ પાલ પહોંચ્યા હતા. વિવાદ ધીરેન્દ્ર સિંહ અને જયપ્રકાશ ઉર્ફે ગામા પાલ(46) વચ્ચે હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ધીરેન્દ્રએ જયપ્રકાશને 4 ગોળીઓ મારી દીધી અને ફરાર થયો હતો. ધીરેન્દ્ર બૈરિયાના ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહના અંગત હોવાનું કહેવાઈ રહ્યું છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ આ ઘટનાનો વીડિયો ટ્વિટ કર્યો છે અને ઘટનાની નિંદા કરી છે.
વિવાદનો ઉકેલ લાવવા પંચાયત બેસી, અધિકારી પણ પહોંચ્યા હતા
ગ્રામ સભા દુર્જનપુર તથા હનુમાનગંજ ક્વોટાની દુકાનોના ક્વોટા માટે પંચાયત ભવન પર બેઠક બોલાવાઈ હતી. SDM બૈરિયા સુરેશ પાલ, સીઓ બૈરિયા ચંદ્રકેશ સિંહ, BDO બૈરિયા ગજેન્દ્ર પ્રતાપ સિંહ સાથે જ રેવતી પોલીસસ્ટેશનની પોલીસ ફોર્સ હાજર હતી. દુકાનો માટે 4 સ્વંય સહાયતા સમૂહોએ અરજી કરી હતી.
દુર્જનપુરની દુકાન માટે બે સમૂહો વચ્ચે મતદાન કરાવવાનો નિર્ણય લેવાયો છે. અધિકારીઓએ કહ્યું કે, વોટિંગ એ જ કરશે, જેની પાસે આધાર અથવા કોઈ અન્ય ઓળખ પત્ર હશે. એક પક્ષ પાસે કોઈ ID પ્રુફ ન હતું. આ અંગે બન્ને પક્ષો વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો.
વિવાદ વધ્યા પછી ઘર્ષણ શરૂ થયું
વિવાદ દરમિયાન લાકડી-ડંડા અને ઈંટ-પથ્થરથી ઘર્ષણ થવા લાગ્યું. એક પક્ષે ફાયરિંગ શરૂ કરી દીધું. દુર્જનપુરના જયપ્રકાશ ઉર્ફ ગામા પાલને ધીરેન્દ્રએ તાબડતોડ 4 ગોળીઓ ઝીંકી દીધી. જયપ્રકાશ અંગે લોકો CHC પહોંચ્યા, જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કરી દીધા. વિસ્તારમાં તણાવને ધ્યાનમાં રાખતા ફોર્સ તહેનાત કરવામાં આવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Ith4hH
0 ટિપ્પણીઓ