અનલોક-5 આજથી લાગુ થશે. દેશમાં છૂટનો વ્યાપ વધી રહ્યો છે. હવે તેમાં કન્ટેનમેન્ટ ઝોનની બહાર સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, એન્ટરટેનમેન્ટ પાર્ક, સ્વિમિંગ પુલ સામેલ થયા છે. અનલોક-5 માટે ગાઈડલાઈન 30 સપ્ટેમ્બરે જારી કરાઈ હતી. જાણો, શું-શું કઈ રીતે ખૂલવા જઈ રહ્યું છે.
1. મલ્ટીપ્લેક્સ
સરકારે સિટીંગ એરેન્જમેન્ટમાં ફિઝિકલ ડિસ્ટન્સિંગની સાથે મલ્ટીપ્લેક્સ અને સિનેમા હોલ ખોલવાની મંજૂરી આપી દીધી છે. મધ્યપ્રદેશ, દિલ્હી, ચંડીગઢ, ઉત્તરપ્રદેશ અને બંગાળમાં 7 મહિના પછી મલ્ટીપ્લેક્સ ખુલવા જઈ રહ્યા છે. જ્યારે, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ અને પૂર્વોત્તરના રાજ્યોએ મલ્ટીપ્લેક્સ નહીં ખોલવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતમાં 17 ઓક્ટોબરથી મલ્ટીપ્લેક્સ ખુલી શકે છે. ગોવા સરકારે સિનેમા હોલ ખોલવાની અનુમતિ આપી દીધી છે પણ થિયેટર માલિકોએ કહ્યું છે કે નવી ફિલ્મો નહીં હોવાના કારણે એમ નહીં કરીએ. બે ઈન્ફોગ્રાફિક્સમાં 6 સવાલો દ્વારા સમજીએ કેવી રીતે અનલોક થશે મલ્ટીપ્લેક્સ...
2. એન્ટરટેનમેન્ટ પાર્ક
અનલોક-5 અંતર્ગત આજથી એન્ટરટેનમેન્ટ પાર્ક પણ ખૂલી શકશે. ગાઈડલાઈન કહે છે કે પાર્ક ખોલતા પહેલા અને બંધ કર્યા પછી ક્લિનીંગ અને સેનેટાઈઝેશન જરૂરી રહેશે. તેના ઉપરાંત વચ્ચે જ્યારે પણ સમય મળે ત્યારે પણ આમ કરવાનું રહેશે. યુઝ કરાયેલા માસ્ક અને ફેસ કવર માટે અલગથી ડસ્ટબિન હોવા જોઈએ. આ પાર્કોમાં સ્વીમીંગ પુલ હજુ બંધ જ રહેશે.
વોટર પાર્કમાં પાણીની સતત સફાઈનું ધ્યાન રાખવાનું રહેશે. પાર્કોની બહાર અને અંદર લાઈન અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે પૂરતી સંખ્યામાં સુરક્ષાકર્મી તૈનાત કરવા જોઈશે. ક્રાઉડ મેનેજમેન્ટનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. ટિકિટ બારીઓ પૂરતી સંખ્યામાં હોય અને ઓનલાઈન બુકિંગ વધારવામાં આવે.
3. સ્વીમીંગ પુલ
સ્વિમીંગ પુલ પણ આજથી ખૂલી શકશે. આના માટે જારી કરાયેલી એસઓપી અનુસાર, ઓલિમ્પિકમાં ઉપયોગમાં લેવાનારા પુલની સાઈઝ જેટલા સ્વીમીંગ પુલમાં એક સમયે વધુમાં વધુ 20 સ્વીમર ટ્રેનિંગ લઈ શકે છે. જો કે, સ્વીમર્સે તેના માટે એક ડિક્લેરેશન પર સાઈન કરીને આપવાનું રહેશે. રેસિડેન્શિયલ તરવૈયા માટે કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ સબમિટ કરવો જરૂરી છે.
4 સ્કૂલ
કેન્દ્રએ રાજ્યોને કહ્યું છે કે તેઓ 15 ઓક્ટોબરથી અલગ અલગ ક્લાસના બાળકો માટે સ્કૂલ ખોલવા અંગે નિર્ણય લઈ શકશે. આ માટે તેઓ તારીખ નક્કી કરશે અને પોતાની અલગ એસઓપી બનાવી શકશે. દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત મોટાભાગના રાજ્યોએ હજુ સ્કૂલો બંધ રાખવાનો જ નિર્ણય લીધો છે. જ્યારે પંજાબમાં આજથી ધો. 9થી 12ના બાળકો માટે સ્કૂલ ખૂલશે. ઉત્તરપ્રદેશમાં 19 ઓક્ટોબરથી સ્કૂલ ખૂલી જશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/34XoNfD

0 ટિપ્પણીઓ