
દિલ્હીમાં કોરોનાના નવા કેસ અને સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. ગુરુવારે અહીં માત્ર 1575 દર્દી નોંધાયા, જ્યારે 3307 સાજા થયા, 61 સંક્રમિતોનાં મોત થઈ ગયાં છે. આ સાથે જ સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા(એક્ટિવ કેસ)માં 1793નો ઘટાડો થયો છે. અહીં હવે કુલ 18 હજાર 753 એક્ટિવ કેસ છે. ગત મહિને આ આંકડો 44 હજાર 456 સાથે ત્રીજી પીક પર હતો.
દેશમાં પણ કોરોનાના નવા અને એક્ટિવ કેસ દરરોજ ઘટી રહ્યા છે. ગુરુવારે માત્ર 29 હજાર 338 દર્દી નોંધાયા હતા. આ સતત 5મો દિવસ હતો, જ્યારે 35 હજારથી ઓછા કેસ નોંધાયા. આ સાથે જ 37 હજાર 595 દર્દી સાજા થઈ ગયા, 411 લોકોનાં મોત થયાં. આનાથી એક્ટિવ કેસ ઘટીને 3.62 હજાર થઈ ગયા. ઠીક એક મહિના પહેલાં 10 નવેમ્બરે 4.89 લાખ એક્ટિવ કેસ હતા.
દેશમાં અત્યારસુધી 97.97 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 92.90 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, 1.42 લાખ લોકોનાં મોત થયાં છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.
વેક્સિનની તૈયારીઓ તેજ
- દેશમાં કોરોના વેક્સિનની પ્રાયોરિટી ગ્રુપની યાદી તૈયાર કરવાથી માંડી કોલ્ડસ્ટોરેજ યુનિટ સુધી યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, દિલ્હી સરકારે લગભગ 2 લાખ સરકારી અને પ્રાઈવેટ હેલ્થવર્કર્સની યાદી બનાવી લીધી છે, જેમને પહેલા તબક્કામાં કોરોનાની વેક્સિન આપવામાં આવશે.
- મુંબઈમાં લગભગ 1 લાખ 25 હજાર હેલ્થવર્કર્સને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે. BMCએ વેક્સિનેશન માટે 10 લોકોની ટાસ્કફોર્સ બનાવી છે. લગભગ 3000 લોકોને વેક્સિનના ટ્રાન્સપોર્ટેશનની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
- યુનિયન હોમ સેક્રેટરી અજય ભલ્લાએ ગુરુવારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના DGP અને પોલીસ રિપ્રેન્ઝન્ટેટિવ, હોમ ગાર્ડ્સના DGP, સિવિલ ડિફેન્સ અને ફાયર સર્વિસીઝના અધિકારીઓ સાથે બેઠક કરી, જેમાં કોરોનાના વેક્સિનેશન માટે ફ્રન્ટલાઈન વર્કર્સની માહિતી લેવામાં આવી હતી. બીજી બાજુ, હેલ્થ મિનિસ્ટર ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે કોરોનાની વેક્સિન માટે રેગ્યુલેટરી નોર્મ્સ સાથે સમજૂતી નહીં કરવામાં આવે.
કોરોનાં અપડેટ્સ
- ગુરુવારે ભારત અને નેપાળ તેમજ દિલ્હી અને કાઠમાંડુ વચ્ચે ફરી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. આ ફ્લાઈટ એર બબલ મેકેનિઝમ હેઠળ શરૂ થશે. નેપાળમાં ઈન્ડિયન એમ્બેસીએ આ માહિતી આપી હતી. સાથે જ કહ્યું હતું કે શિડ્યૂલ અને ટિકિટિંગ માટે વેબસાઈટ ચેક કરો
- જુલાઈ પછી ભારતે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની સહિત 20થી વધુ દેશ સાથે એવા એર બબલ તૈયાર કર્યા છે. આ પહેલાં કોરોનાને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને સસ્પેન્ડ કરી દેવાઈ હતી.
- હરિયાણામાં આગામી સપ્તાહે સિનિયર શાળામાં ક્લાસ શરૂ થઈ જશે. રાજ્ય સરકારે ગુરુવારે આ માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને ક્લાસમાં આવતાં પહેલાં કોરાનોન નેગેટિવ રિપોર્ટ આપવાનો રહેશે. આ રિપોર્ટ 72 કલાકથી જૂનો ન હોવો જોઈએ.
પાંચ રાજ્યની સ્થિતિ
1. દિલ્હી
રાજધાની દિલ્હીમાં ગુરુવારે 1575 નવા દર્દી નોંધાયા. 3307 લોકો સાજા થયા અને 61 લોકોનાં મોત થયા. અત્યારસુધીમાં 6 લાખ 1 હજાર 150 લોકો સંક્રમણના સકંજામાં આવી ગયા છે, જેમાં 18 હજાર 753 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 5 લાખ 72 હજાર 523 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારાની સંખ્યા હવે 9874 થઈ ગઈ છે.

2. મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશમાં ગુરુવારે 1319 કેસ નોંધાયા, 1307 દર્દી સાજા થયા અને 7 સંક્રમિતોનાં મોત થયાં. અહીં અત્યારસુધીમાં 2.19 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 2.03 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3373 સંક્રમિતોનાં મોત થયાં છે. હાલ 13 હજાર 226 દર્દીની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત
રાજ્યમાં ગુરુવારે 1270 નવા દર્દી નોંધાયા. 1465 લોકો સાજા થયા અને 12 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 2 લાખ 24 હજાર 81 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 13 હજાર 720 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 6 હજાર 226 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારાની સંખ્યા હવે 4135 થઈ ગઈ છે.

4. રાજસ્થાન
રાજ્યમાં ગુરુવારે 1592 લોકો કોરોના સંક્રમિત થયા હતા. 2239 લોકો સાજા થયા અને 15 લોકોનાં મોત થયાં હતાં. સંક્રમણના સકંજામાં અત્યારસુધીમાં 2 લાખ 87 હજાર 219 લોકો આવી ચૂક્યા છે, જેમાંથી 19 હજાર 30 દર્દીની સારવાર ચાલી રહી છે. 2 લાખ 65 હજાર 689 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારાની સંખ્યા હવે 2500 થઈ ગઈ છે.

5. મહારાષ્ટ્ર
રાજ્યમાં ગુરુવારે 3824 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. 5008 લોકો સાજા થયા અને 70 લોકોનાં મોત થયા છે. અત્યારસુધીમાં 18 લાખ 68 હજાર 172 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 71 હજાર 910 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 17 લાખ 47 હજાર 199 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારાની સંખ્યા હવે 47 હજાર 972 થઈ ગઈ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3nbUY2I
0 ટિપ્પણીઓ