
ખેડૂત આંદોલનનો આજે 44મો દિવસ છે. આજે ખેડૂતોની સરકાર સાથે 9માં તબક્કાની બેઠક થશે. આ વખતે પણ ખેડૂતોનું સ્ટેન્ડ ક્લીઅર છે. તેમનું કહેવું છે કે ત્રણ ખેડૂત કાયદા રદ્દ કરવામાં આવે અને MSP પર અલગ કાયદો બને. આ પહેલા ગુરુવારે ખેડૂતોએ દિલ્હીને ચારેય બાજુ ટ્રેક્ટર માર્ચ કાઢીને શક્તિ દેખાડી હતી.
રાજ્યો પર છોડવામાં આવી શકે છે કાયદો લાગૂ કરવાનો નિર્ણય
કૃષિ કાયદાને લાગૂ કરવાનો નિર્ણય કેન્દ્ર હવે રાજ્યો સરકાર પર છોડી શકે છે. ડેરા નાનકસરના મુખી બાબા લક્ખા સિંહે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે ગુરુવારે એક મીડિએટર તરીકે મુલાકાત કરી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય મંત્રીએ બાબ લક્ખા સિંહને જણાવ્યું કે, સરકાર હવે એક પ્રસ્તાવ તૈયાર કરી રહી છે, જેમાં રાજ્ય સરકારને કૃષિ કાયદો લાગૂ કરવા અથવા ન કરવાની છૂટ આપવામાં આવશે.
ચર્ચા છે કે આજની બેઠકમાં કેન્દ્ર સરકાર ખેડૂતો સામે આ પ્રસ્તાવનો ઘટસ્ફોટ કરી શકે છે. જો ખેડૂતો આની પર સહમતિ વ્યક્ત કરશે તો આંદોલન ખતમ થવાની શક્યતા બની જશે.
ડેરા નાનકસરના મુખીની કૃષિ મંત્રી સાથે 2.30 કલાક ચર્ચા
- ડેરા નાનકસર પણ ખેડૂત આંદોલનમાં સામેલ છે. કૃષિ મંત્રી સાથે મીટિંગ વિશે બાબા લક્ખા સિંહે જણાવ્યું
- લગભગ પોણા બે કલાકમાં ઘણા મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા થઈ.મેં કૃષિ મંત્રીએ કહ્યું કે, જો તમારી વાત કોઈ મુદ્દા પર ખતમ નહીં થાય, તો શું તમે એ સ્ટેટને કાયદાથી બહાર રાખી શકો છો, જેમાં ઘણો વિરોધ છે.
- આ વાત અંગે તોમરે સહમતિ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, આ મુદ્દા પર ખેડૂતો સાથે વાત કરવા માટે તૈયાર છે. જે રાજ્ય કાયદાને લાગૂ કરવા માંગે, તે કરે અને જે નથી ઈચ્છતા તે ન કરે.
પંજાબ ભાજપના નેતા અમિત શાહને મળ્યા
પંજાબમાં ભાજપ નેતાઓના ઘેરાવ અને હુમલા અંગે પૂર્વ મંત્રી સુરજીત સિંહ જ્યાણી અને હરજીત સિંહ ગ્રેવાલે ગુરુવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી બગડતી કાયદા વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી. પહેલા રાજ્ય ભાજપ અધ્યક્ષ અશ્વિની શર્મા પર હુમલો થયો, પછી પૂર્વ મંત્રી તીક્ષ્ણ સૂદના ઘરે લોકોએ ટ્રોલી ભરીને છાણ ફેક્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35l6S3q
0 ટિપ્પણીઓ