News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

લંડનમાં કોરોના વોરિયર્સને અનોખી રીતે બિરદાવાયાઃ અમીર દેશોમાં રસીકરણ શરૂ પણ સોમાલિયાનો કોઈ ભાવ પૂછતું નથી

લંડનમાં નેશનલ હેલ્થ સર્વિસના હીરોઝને અનોખી રીતે બિરદાવ્યા

લંડનમાં એનએચએસ કર્મચારીઓનો તેમની સેવા બદલ ટ્રાફલગર સ્ક્વેર સહિતના અનેક જાણીતા લેન્ડમાર્ક્સને બ્લુ લાઈટથી પ્રકાશિત કરાયા છે. પ્રતીકાત્મક રીતે બ્લુ લાઈટ્સથી જીવના જોખમે કોરોનાકાળમાં કાર્યરત લોકોનો આ રીતે આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

દુનિયા આખી કોરોનાથી ચિંતિત પણ સોમાલિયાને કંઈ પડી નથી, રસીકરણ તો દૂરની વાત

અનેક અમીર દેશોમાં કોવિડ-19 માટે રસીકરણ પ્રક્રિયા શરૂ થઈ પરંતુ સોમાલિયા જેવા ગરીબ દેશનો કોઈ ભાવ પૂછતું નથી.
સૌથી ગંભીર વાત એ છે કે સોમાલિયામાં કોરોનાવાયરસ અંગે લોકોમાં કોઈ ગંભીરતા પણ જોવા મળતી નથી. જે વાસ્તવમાં ઘાતક સાબિત થઈ શકે છે.
સોમાલિયામાં કોઈ માસ્ક પહેરતું નથી કે સોશિયલ ડિસ્ટન્સ એટલે શું એ તો કોઈ કદાચ જાણતું જ નથી. કોવિડ-19થી બચવા માટેની કોઈ ગાઈડલાઈન્સનું પાલન પણ કરતું નથી. જ્યારે કોરોનાવાયરસનું સંક્રમણ તો અહીં વધી જ રહ્યું છે.

મધ્ય બલ્ગેરિયામાં હાડ થિજાવતા ઠંડા પાણીમાં એપીફાની ફિસ્ટ

ઈસાઈઓ દ્વારા એપીફાનીની ઉજવણી કરવામાં આવે છે. જો કે કોરોનાકાળમાં તેનો રોમાંચ અગાઉના વર્ષો જેવો રહ્યો નથી પરંતુ બલ્ગેરિયાના લોકો આ મામલે ખાસ ચિંતિત ન હોય એવું લાગે છે. મધ્ય બલ્ગેરિયાના પહાડી શહેર કાલોફરમાં અનેક લોકો હાડ થિજાવતા પાણીમાં પડીને એપીફાનીની ઉજવણીમાં મશગુલ જોવા મળ્યા.
ટ્રુન્ડ્ઝા નદીના ઠંડા પાણીમાંથી પાદરીએ ફેંકેલો લાકડાનો ક્રોસ શોધવા તેઓ પ્રયાસ કરે છે. એક જૂની માન્યતા છે કે જેના હાથમાં આ લાકડાનો ક્રોસ આવે તેને વર્ષભર ખરાબ આત્માઓથી છૂટકારો મળે છે અને તેનું સ્વાસ્થ્ય સારૂં રહે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
થેમ્સ નદી પાર પ્રખ્યાત લેન્ડમાર્ક લંડન આઈને બ્લુ લાઈટથી પ્રકાશિત કરાયું. નેશનલ હેલ્થ સર્વિસના કર્મચારીઓ કે જેઓ પોતાના જીવના જોખમે કોરોના સંક્રમિતોની સેવા કરી રહ્યા છે તેમને બિરદાવવા માટેનું આ આભાર વ્યક્ત કરતું આ જેસ્ચર છે.


from Divya Bhaskar https://ift.tt/35hFaV9

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ