મધ્યપ્રદેશના ઇન્દોરના નંદલાલપુરા વિસ્તારમાં, કિન્નરોએ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે એક જૂથના આશરે 24 કિન્નરોએ ફિનાઇલ પી લીધું હતું. તેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કિન્નરોને એમ્બ્યુલન્સ સહિત પોલીસ વાહનોમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એડિશનલ ડીસીપી રાજેશ દંડોટિયાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓએ ફિનાઈલ પીધુ હતું. બે જૂથો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો મધ્યપ્રદેશના મીની મુંબઈ તરીકે ઓળખાતા ઇન્દોરમાં 24 કિન્નરોએ ફિનાઇલ પીધું હોવાની ઘટના પાછળનું ગંભીર અને ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. આ ઘટના પાયલ ગુરુ અને સપના હાજી જૂથો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનું પરિણામ છે. જેમાં એક કિન્નર પર રેપ અને બ્લેકમેઇલિંગ કરવાનો મામલો સામે આવ્યો છે. પત્રકાર હોવાનો દાવો કરીને કિન્નરને નામ બદનામ કરવાની ધમકી આપી અને પૈસા માંગ્યા નંદલાલપુરા અને MR-10 વિસ્તારોમાં બે કિન્નર ગ્રુપ (પાયલ ગુરુ અને સપના હાજી) વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પંઢરીનાથ પોલીસના જણાવ્યા અનુસાર, કથિત પત્રકાર પંકજ અને તેના સાથી અક્ષયે આ વિવાદનો લાભ લીધો અને એક જૂથનો સંપર્ક કર્યો. પત્રકાર હોવાનો દાવો કરીને, તેણે નામ બદનામ કરવાની ધમકી આપી અને પૈસા માંગવાનું શરૂ કર્યું. જ્યારે તેણે પૈસા આપવાનો ઇનકાર કર્યો, ત્યારે આરોપી પંકજ એક કિન્નરને બળજબરીથી એક બિલ્ડિંગમાં લઈ ગયો અને તેના પર બળાત્કાર (ખરાબ કૃત્ય) કર્યો. તેણે પોલીસમાં ફરિયાદ કરશે તો તેની સામે ખોટો કેસ દાખલ કરવાની ધમકી પણ આપી. આનાથી કંટાળીને, એક જૂથના બે ડઝન (24) ટ્રાન્સજેન્ડરોએ પોતાનું જીવન ટુંકાવવાના પ્રયાસમાં ફિનાઇલ પીધું હતું. જ્યારે સાથી કિન્નર પાછા ફર્યા ત્યારે હોબાળો મચી ગયો. પોલીસ તાત્કાલિક પહોંચી, દરવાજો તોડ્યો હતો, અને બધાને ઓટો, એમ્બ્યુલન્સ અને પોલીસ વાહનોમાં MY હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં બધાની હાલત હવે સ્થિર છે. સપના હાજીની તબિયત બગડવાના સમાચાર સાંભળીને, સાથી કિન્નરો જવાહર માર્ગ પર રસ્તા પર સૂઈને જામ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. કથિત પત્રકાર પંકજ અને અક્ષય સામે કેસ નોંધવામાં આવ્યો આ મામલે ફરિયાદ મળ્યા બાદ, ગઈકાલે મોડી રાત્રે સંયોગિતાગંજ પોલીસ સ્ટેશનમાં કિન્નર સપના હાજી, રાજા હાશ્મી, કથિત પત્રકાર પંકજ જય અને અક્ષય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું છે કે આરોપીઓની શોધખોળ ચાલુ છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે બધા 24 અસરગ્રસ્ત લોકો MY હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુખ્ય તબીબી અધિકારી (CMHO)ને બધા અસરગ્રસ્ત લોકો માટે યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે દર્દીઓ સ્થિર હાલતમાં છે.પોલીસ વહીવટીતંત્રની નજીકની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. ઝેરનું કારણ હજુ સ્પષ્ટ નથી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. હાલમાં, આ વિવાદમાં બે મીડિયા કર્મચારીઓ દ્વારા એક કિન્નર સાથે ખરાબ કૃત્ય કરવામા મામલે ચર્ચાઓ ચાલી હતી. ઘમા દિવસથી ચાલી રહેલા આ વિવાદની તપાસ માટે એક SITની રચના કરવામાં આવી છે, પરંતુ એક વરિષ્ઠ અધિકારીની બદલી થતાં જ SIT પણ ચૂપ રહી ગઈ છે. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ સતર્ક પંઢરીનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ દુ:ખદ ઘટના બાદ, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ સતર્ક છે. કલેક્ટર શિવમ વર્મા પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. MY હોસ્પિટલમાં તમામ અસરગ્રસ્ત વ્યક્તિઓ માટે સારવાર સુનિશ્ચિત કરવામાં આવી છે. એસડીએમ પ્રદીપ સોની ઘટનાસ્થળે હાજર છે. સીએમએચઓ ડૉ. હસાની અને હોસ્પિટલના ડૉક્ટરો સારવારમાં સામેલ છે. ડીસીપી આનંદ કલાડગીએ જણાવ્યું હતું કે ઘટનાની માહિતી મળતાં જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કુલ 24 કિન્નરોને એમ્બ્યુલન્સ દ્વારા એમવાય હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. બધાની સારવાર ચાલી રહી છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે.અસરગ્રસ્ત લોકો સ્વસ્થ થયા પછી, તેમના નિવેદનો લેવામાં આવશે, અને કયા સંજોગોમાં અને શા માટે ફિનાઈલ પીધું હતું તે અંગે સ્પષ્ટતા કરવામાં આવશે. ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
from ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર https://ift.tt/I3Nt4lg
0 ટિપ્પણીઓ