નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ રવિવારે એરલાઇન એર ઇન્ડિયાને નિર્દેશ આપ્યો છે કે તેઓ હાલમાં જ તેમના પાવર કન્ડીશનીંગ મોડ્યુલ (PCM) બદલાયેલા તમામ બોઇંગ 787 વિમાનોમાં રેમ એર ટર્બાઇન (RAT) ના સ્ટોરેજ (ફિટિંગ અને સ્થિતિ) ની ફરીથી તપાસ કરે. DGCAનો આ નિર્દેશ હાલમાં એર ઇન્ડિયાના બે બોઇંગ 787 વિમાનો સાથે સંકળાયેલી ટેકનિકલ ઘટનાઓ અને ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ (FIP) દ્વારા એર ઇન્ડિયાના તમામ બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનોને ગ્રાઉન્ડિંગ કરવાની માંગણીને ધ્યાનમાં રાખીને આવ્યો છે. DGCAએ અમેરિકન વિમાન ઉત્પાદક બોઇંગને પણ આવી ઘટનાઓ અટકાવવા માટે પગલાં લેવા જણાવ્યું છે. એજન્સીએ આ ઘટના અંગે વિગતવાર અહેવાલ માંગ્યો છે. તેણે વિશ્વભરમાં બોઇંગ 787 સીરીઝના વિમાનો પર આવા અનકમાન્ડેડ RAT ડિપ્લોયમેન્ટની ઘટનાઓ અંગે સંપૂર્ણ ડેટા પણ માંગ્યો છે. તેણે PCM મોડ્યુલ બદલાયા પછી થયેલા સર્વિસ ડિફિકલ્ટી રિપોર્ટની પણ માહિતી માંગી છે. 4 ઓક્ટોબરના રોજ, અમૃતસર-બર્મિંગહામ ફ્લાઇટ AI-117 નું RAT લેન્ડિંગ પહેલાં જ આપમેળે ખુલી ગયું હતું. ત્યારબાદ, 9 ઓક્ટોબરના રોજ, વિયેનાથી દિલ્હી જતી ફ્લાઇટ AI-154 ને ટેકનિકલ સમસ્યા અને ઓટોપાયલટ સિસ્ટમની નિષ્ફળતાને કારણે દુબઈ ડાયવર્ટ કરવી પડી હતી. 10 ઓક્ટોબર: પાયલટ એસોસિએશનનો DGCAને પત્ર 10 ઓક્ટોબરના રોજ, ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ (FIP) એ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને એર ઇન્ડિયાના તમામ બોઇંગ ૭787 ડ્રીમલાઇનર વિમાનોને ગ્રાઉન્ડ કરવાની માંગ કરી, તેમની ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું નિરીક્ષણ કરવાની વિનંતી કરી, અને એર ઇન્ડિયાનું ખાસ ઓડિટ કરવાની પણ માંગ કરી. FIPના પ્રમુખ કેપ્ટન સીએસ રંધાવાએ નાગરિક ઉડ્ડયન સંગઠનને જણાવ્યું હતું કે FIP 5,000 પાઇલટ્સનું પ્રતિનિધિત્વ કરે છે. બોઇંગ એરક્રાફ્ટના RAT અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સને લગતી ઘટનાઓને પગલે આ માંગણી કરવામાં આવી છે. નવા એન્જિનિયરો એરક્રાફ્ટનું મેન્ટેનન્સ કર્યા બાદ વધુ ખામીઓ સામે આવી રહી છે. મિનિમમ સાધનોનું લિસ્ટ (MEL) બહાર પાડવુ અને વારંવાર થતી ખામીઓની તપાસ કરવી જરૂરી છે. 9 ઓક્ટોબર: AI 151ને દુબઈ ડાયવર્ટ કરવું પડ્યું ઑસ્ટ્રિયાના વિયેનાથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI154 ટેકનિકલ સમસ્યાને કારણે દુબઈમાં લેન્ડ થઈ ગઈ હતી. એરલાઇનના જણાવ્યા અનુસાર, નિરીક્ષણ પછી ફ્લાઇટને ફરીથી ટેકઓફ માટે મંજૂરી આપવામાં આવી હતી. ફ્લાઇટ સવારે 8:45 વાગ્યે દુબઈથી રવાના થઈ હતી. બધા મુસાફરો સુરક્ષિત હતા. વિમાનના ઓટોપાયલટ, ILS, ફ્લાઇટ ડિરેક્ટર્સ અને ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ નિષ્ફળ ગઈ હતી. 4 ઓક્ટોબર: AI 117 નું રેમ એર ટર્બાઇન ડિપ્લોએડ કરાયું અમૃતસરથી બર્મિંગહામ, ઈંગ્લેન્ડ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-117 (એક બોઇંગ ડ્રીમલાઇનર 787-8) એ 4 ઓક્ટોબરના રોજ બર્મિંગહામ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું. ફ્લાઇટ અમૃતસરથી બપોરે 12:52 વાગ્યે રવાના થઈ અને લગભગ 10 કલાક અને 45 મિનિટ પછી બર્મિંગહામ પહોંચી હતી. વિમાનનું રેમ એર ટર્બાઇન (RAT) લેન્ડિંગ પહેલાં આપમેળે એક્ટિવ થઈ ગયું, જેના કારણે પાઇલટે સાવચેતી રૂપે ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. એર ઇન્ડિયાએ જણાવ્યું કે બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત હતા. અમદાવાદ અકસ્માત બાદથી FIP આ માંગ કરી રહ્યું છે જૂન 2025માં અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 ટેકઓફ દરમિયાન ક્રેશ થઈ હતી, જેમાં 270 લોકો માર્યા ગયા હતા ત્યારથી કંપની અને મુસાફરોની સલામતી અંગે સવાલો ઉભા થયા છે. ત્યારથી, FIP બોઇંગ 787 ની ઇલેક્ટ્રિકલ સિસ્ટમની તપાસની માંગ કરી રહ્યું છે.
from ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર https://ift.tt/FmfOTEv
0 ટિપ્પણીઓ