News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

પશ્ચિમ બંગાળમાં ફરી મેડિકલની વિદ્યાર્થિની પર ગેંગરેપ:મિત્ર સાથે ડિનર પર ગઈ હતી; પરત ફરતી વખતે યુવાનોએ રસ્તમાં રોકી બળાત્કાર કર્યો

પશ્ચિમ બંગાળના પશ્ચિમ વર્ધમાન જિલ્લાના દુર્ગાપુરમાં શુક્રવારે મેડિકલની એક વિદ્યાર્થિની પર ગેંગરેપ થયો હતો. વિદ્યાર્થિની તેના મિત્ર સાથે ડિનર પર ગઈ હતી. પરત ફરતી વખતે, કેટલાક યુવકોએ તેને રસ્તામાં અટકાવી હતી. ત્યારબાદ તેઓએ વિદ્યાર્થિની પર ગેંગરેપ કર્યો. પોલીસે શનિવારે જણાવ્યું હતું કે ઓડિશાના જલેશ્વરનો રહેવાસી પીડિતા દુર્ગાપુરની એક ખાનગી મેડિકલ કોલેજમાં બીજા વર્ષની વિદ્યાર્થિની હતી. આ ઘટના મેડિકલ કોલેજ કેમ્પસની બહાર બની હતી. મેડિકલ વિદ્યાર્થિનીની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કાર રાત્રે 8:30 થી 9:00 વાગ્યાની વચ્ચે થયો હોવાનું કહેવાય છે. વિદ્યાર્થિનીના માતા-પિતા આજે સવારે દુર્ગાપુર પહોંચ્યા હતા. વિદ્યાર્થિનીના પિતાએ કહ્યું, "અમે અમારી પુત્રીને અહીં મેડિકલનો અભ્યાસ કરવા મોકલી હતી. અમે સાંભળ્યું હતું કે કોલેજ સારી છે, પરંતુ અહીં કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી." પીડિતાના માતા-પિતાની ફરિયાદના આધારે, દુર્ગાપુર ન્યુ ટાઉન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે વિદ્યાર્થિનીનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને તપાસ ચાલુ છે. આ કેસમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવામાં આવી નથી કે ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ મેડિકલ કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થિનીના મિત્રની પણ પૂછપરછ કરી રહી છે. 2024માં, આરજી કાર મેડિકલ કોલેજમાં એક ડોક્ટર યુવતી બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી પશ્ચિમ બંગાળમાં મેડિકલ સ્ટુડન્ટ પર થયેલા ગેંગરેપની ઘટનાએ 2024ના આરજી કર કેસની યાદો તાજી કરી દીધી છે. 8-9 ઓગસ્ટની રાત્રે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર કરીને હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટના રોજ સવારે સેમિનાર હોલમાં ડોક્ટર યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે સંજય રોય નામના સિવિક વોલંટિયરની ધરપકડ કરી હતી. 20 જાન્યુઆરી, 2025ના રોજ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ ઘટનાથી કોલકાતા અને દેશમાં આક્રોશ ફેલાયો હતો. બંગાળમાં બે મહિનાથી વધુ સમય સુધી મોડિકલ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં બંગાળ ટોપ 5 રાજ્યોમાં સામેલ 30 સપ્ટેમ્બરના રોજ, નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) એ 2023 માટે દેશમાં થયેલા ગુનાઓ અંગેનો અહેવાલ બહાર પાડ્યો. આ અહેવાલ મુજબ, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં પશ્ચિમ બંગાળ દેશના ટોપ પાંચ રાજ્યોમાં ચોથા ક્રમે છે. મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની યાદીમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સૌથી આગળ છે. બીજી તરફ, મધ્ય પ્રદેશ પાંચમા ક્રમે છે, જ્યાં મહિલાઓ સૌથી વધુ ગુનાનો ભોગ બને છે. NCRB એ અહેવાલ આપ્યો છે કે 2023 માં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓના 448,211 કેસ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ કેસ "પતિ અથવા સંબંધી દ્વારા ક્રૂરતા", "અપહરણ", "બળાત્કાર" અને "છેડતી" ના હતા.

from ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર https://ift.tt/zxP3qEr

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ