News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

ભારત-ચીન વચ્ચે કમાન્ડર સ્તરની સાતમી બેઠક યોજાઈ, ચીને 10 મુદ્દાનો પ્રસ્તાવ આપ્યો, ભારતે તેને પાછા ખસવા કહ્યું

પૂર્વ લદાખમાં છેલ્લા સાત મહિનાથી એલએસી પર ચાલી રહેલા તણાવને ઘટાડવા સોમવારે ભારત-ચીન વચ્ચે સાતમી વાર કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી. ભારતના ચુશુલમાં આયોજિત આ બેઠક આશરે 12 કલાક ચાલી હતી. ત્યાર પછી બંને દેશે સંયુક્ત નિવેદનમાં વાતચીતને સકારાત્મક અને રચનાત્મક ગણાવી હતી. ભારતીય પક્ષે એ વાત પર ભાર મૂક્યો કે ચીનની સેના પેંગોંગ ત્સોથી લઈને ગોગરા અને દેપસાંગ સુધી પાછી હટે અને 20 એપ્રિલ પહેલાંની સ્થિતિ યથાવત્ રાખે.

સૂત્રોના જણાવ્યાનુસાર, ભારતીય સેનાએ છઠ્ઠી બેઠકમાં પાછળ હટવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ મુદ્દે ખેંચતાણ પછી ચીને જૂના મુદ્દા રદ કરીને 10 સૂત્રીય પ્રસ્તાવ મૂક્યો છે. તેમાં પાંચ મુદ્દા જૂના છે, જ્યારે પાંચ નવી માંગ છે. આ નવા મુદ્દા વિશે બેમાંથી કોઈ દેશે માહિતી આપી ન હતી. આ બેઠકમાં ભારત તરફથી 14 કોરના ચીફ લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહ અને લેફ્ટનન્ટ જનરલ પીજીકે મેનને ભાગ લીધો હતો, જેમણે આ મંગળવારે જ 14 કોરનું સુકાન સંભાળ્યું છે. હવે આ પ્રસ્તાવ મુદ્દે ભારતની સર્વોચ્ચ સુરક્ષા સમિતિ આખરી નિર્ણય લેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર: ભારતીય પક્ષે એ વાત પર ભાર મૂક્યો કે ચીનની સેના પેંગોંગ ત્સોથી લઈને ગોગરા અને દેપસાંગ સુધી પાછી હટે અને 20 એપ્રિલ પહેલાંની સ્થિતિ યથાવત રાખે.


from Divya Bhaskar https://ift.tt/3lKvGb6

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ