ઉત્તરાખંડના રૂપકંડના આખરી બેઝ કેમ્પ ભગુવાશા નજીક 14,500 ફૂટની ઊંચાઈએ આવેલા હિમાલય વિસ્તારમાં સૌથી વધુ દુર્લભ બ્રહ્મકમળ અને નીલકમળ ખીલે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ વખતે અહીં લાંબા સમય સુધી વરસાદ પડ્યો હોવાથી બ્રહ્મકમળ ઓક્ટોબરમાં પણ ખીલેલાં છે. આ ફૂલોની પાછળ બરફથી ઢંકાયેલા નંદાઘૂંઘટી અને ત્રિશૂળ પર્વત દેખાઈ રહ્યા છે.
એક માન્યતા પ્રમાણે, ભગવાન શિવને ખુશ કરવા માટે બ્રહ્માજીએ બ્રહ્મકમળની રચના કરી હતી. જનશ્રૃતિ પ્રમાણે શિવજી માતા નંદા દેવી સાથે યાત્રા કરી રહ્યા હતા, ત્યારે પણ તેમણે પોતાના વાહન વાઘને છોડ્યું ન હતું. એટલે આ જગ્યા બઘુવાશા તરીકે પણ ઓળખાય છે. દર વર્ષે 12 વર્ષે નંદા દેવી રાજજાત યાત્રા આ જ માર્ગે નીકળે છે, જે હવે 2024માં યોજાવાની છે.
27 કિ.મી.ની યાત્રામાં 20 કિ.મી.નું સીધું ચઢાણ
રૂપકુંડથી બઘુવાશા પહોંચતા ત્રણ દિવસ થાય છે. આ 27 કિ.મી.ની યાત્રામાં 20 કિ.મી. સીધું ચઢાણ છે. અહીં ઓક્સિજન ઓછો હોય છે અને ગરમીમાં પણ તાપમાન શૂન્ય ડિગ્રી હોય છે, જ્યારે શિયાળામાં તાપમાન માઈનસ 20 ડિગ્રી સુધી નીચું જતું રહે છે. અહીં કસ્તુરી મૃગ, રીંછ અને હિમ દીપડા જોવા મળે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3nPxNw4

0 ટિપ્પણીઓ