રેલવેએ દુર્ગાપૂજા, દશેરા, દિવાળી અને છઠ જેવા તહેવારની સિઝનમાં પ્રવાસીઓ માટે 392 જેટલી વધારાની વિશેષ ટ્રેન દોડાવશે. આ ટ્રેન 20 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી જ દોડશે. રેલવે મંત્રાલયે વિવિધ વિસ્તારની માંગના આધારે 196 જોડી ટ્રેન દોડાવાને મંજૂરી આપી છે. કેટલીક ટ્રેનો દૈનિક હશે તો કેટલીક સપ્તાહમાં 1 કે 4 વાર દોડાવાશે.
આ તમામ ટ્રેન સુપર ફાસ્ટ હશે. તેની સ્પીડ ઓછામાં ઓછી પ્રતિ કલાક 55 કિમી હશે. તેનું ભાડું મેલ એક્સપ્રેસ ટ્રેન કરતા 10થી 30 ટકા વધુ રહેશે. એટલે કે અન્ય સ્પેશિયલ ટ્રેન જેટલું ભાડુંં રહેશે. રેલવેએ ઝોનલ રેલવેને નિર્દેશ આપ્યો છે કે આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા વધુમાં વધુ રાખવામાં આવે જેથી વધુ પ્રવાસીઓને સામેલ કરી શકાય.
અમદાવાદ સહિત ગુજરાતમાંથી પસાર થનાર ટ્રેન
- બિકાનેર - બાંદ્રા - બિકાનેર વીકલી
- બિકાનેર - દાદર - બિકાનેર બાયવીકલી
- ભગત કી કોઠી- બાંદ્રા - ભગત કી કોઠી બાયવીકલી
- સિકંદરાબાદ - રાજકોટ - સિકંદરાબાદ ટ્રાયવીકલી
- બાંદ્રા - ઝાંસી - બાંદ્રા વીકલી
- અમદાવાદ - બેંગલોર - અમદાવાદ વીકલી
- ગાંધીધામ - બેંગલોર - ગાંધીધામ વીકલી
- જોધપુર - બેંગલોર - જોધપુર બાયવીકલી
- મૈસુર - અજમેર - મૈસુર બાયવીકલી
- બાંદ્રા - પટણા - બાંદ્રા વીકલી
- બાંદ્રા - સહરસા - બાંદ્રા વીકલી
- બાંદ્રા - જેસલમેર - બાંદ્રા વીકલી
- બાંદ્રા - જમ્મુતાવી - બાંદ્રા વીકલી
- બાંદ્રા - હરિદ્વાર - બાંદ્રા વીકલી
- ગાંધીધામ - થીરૂનવેલી - ગાંધીધામ વીકલી
- ઓખા - હાવડા - ઓખા વીકલી
- પોરબંદર - હાવડા - પોરબંદર બાયવીકલી
- ઉધના - મડુવાડીહ - ઉધના વીકલી
- બાંદ્રા - બરૌની - બાંદ્રા વીકલી
- ગાંધીધામ - ભાગલપુર - ગાંધીધામ વીકલી
- ઉધના - છપરા - ઉધના વીકલી
અત્યારે 666 મેલ એક્સપ્રેસ વિશેષ ટ્રેન દોડે છે
અનલૉકની પ્રક્રિયા શરૂ થયા પછી 12 મેથી અત્યાર સુધીમાં દેશભરમાં 666 જેટલી મેલ એક્સપ્રેસ વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. તેમાં 15 જોડી રાજધાની વિશેષ ટ્રેન, 100 જોડી લાંબા અંતરની અને 80 વધારાની ટ્રેનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉપનગરીય સેવા એટલે કે મુંબઈમાં પણ લોકલ ટ્રેન ચાલી રહી છે. કોલકોતામાં મેટ્રો ટ્રેન દોડી રહી છે. હાલમાં જ રેલવે બોર્ડના ચેરમેન વિનોદકુમાર યાદવે કહ્યું હતું કે રેલવેએ ઓક્ટોબર મહિનાના મધ્ય ભાગથી નવેમ્બર સુધી તહેવારની સિઝનમાં 200થી વધુ ટ્રેન દોડાવવાની યોજના તૈયાર કરી છે. જો જરૂર પડશે તો તેની સંખ્યા વધારાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3lKnM18

0 ટિપ્પણીઓ