
તેજસ્વી યાદવ...મહાગઠબંધનના સીએમ પદના ઉમેદવાર છે. લાલૂ યાદવના નાના પુત્ર છે. જોકે ઉંમરમાં તેમના ભાઈ તેજપ્રતાપથી એક વર્ષ મોટા છે. તે અમે નહિ બંને ભાઈઓનું સોગાંદનામુ કહે છે. તેજસ્વી રાધોપુરથી બીજી વખત ચૂંટણી લડી રહ્યાં છે. બુધવારે તેમણે નોમિનેશન ફાઈલ પણ કરી દીધું છે. પાંચ વર્ષમાં તેમની સંપત્તિ બે ગણી થઈ છે. જોકે કાર એક પણ નથી. કેસ પણ એકથી વધીને 11 થયા છે.
તેજસ્વીની પાસે 5.88 કરોડની સંપતિ
તેજસ્વીની સંપત્તિ 5 વર્ષમાં 3.56 કરોડ રૂપિયા વધી ગઈ છે. 2015માં જ્યારે તેમણે એફિડેવિટ દાખલ કર્યું હતું, ત્યારે તેમની સંપત્તિ 2.32 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન 5.88 કરોડ રૂપિયા સંપત્તિ હોવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે તેજપ્રતાપની પાસે 2.83 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેજસ્વી ભલે અમીર હોય પરંતુ તેમના નામે એક પણ કાર નથી. જ્યારે તેજપ્રતાપની પાસે એક 15.46 લાખની સીબીઆર 1000 આરઆર અને 29.43 લાખ રૂપિયાની બીએમડબલ્યૂ છે.
5 વર્ષ પહેલા 40 લાખ ટેક્સ આપ્યો, 2019-20માં 3 લાખથી પણ ઓછો
તેજસ્વી એ 2015માં 39.80 લાખ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો. તે પછીથી તેમનો ટેક્સ ઓછો જ થઈ રહ્યો છે, જ્યારે સંપતિ સતત વધી રહી છે. 2016-17માં તેજસ્વીને એ 34.70 લાખ રૂપિયા, 2017-18માં 10.93 લાખ રૂપિયા અને 2018-19માં 1.41 લાખ રૂપિયા આઈટીઆર ભર્યો છે. જ્યારે 2019-20માં માત્ર 2.89 લાખ રૂપિયાનો ટેક્સ જમા કરાવ્યો છે. તેજસ્વી એ તેની ઉંમર 31 વર્ષ જણાવી છે, જ્યારે તેમના ભાઈ તેજપ્રતાપની ઉંમર 30 વર્ષ દર્શાવવામાં આવી છે. ગત ચૂંટણી વખતે પણ આવું જ થયું હતું. તે સમયે પણ તેજસ્વી 26 વર્ષ અને તેજપ્રતાપ 25 વર્ષના હતા.
તેજસ્વી પર 11 કેસ, ગત વર્ષે એક જ હતો
લાલૂનો નાનો પુત્ર ક્રિમિનલ કેસમાં પણ મોટાભાઈ તેજપ્રતાપથી આગળ છે. તેજપ્રતાપની ઉપર પણ 5 ક્રિમિનલ કેસ ચાલી રહ્યાં છે. જ્યારે તેજસ્વીની ઉપર મની લોન્ડ્રિંગ, આપરાધિક ષડયંત્ર રચવા, છેતરપિંડી જેવા 7 ક્રિમિનલ કેસ નોંધાયા હોવાની વાત કહેવામાં આવી છે. ક્રિમિનલ કેસ સિવાય તેજસ્વીની ઉપર 4 સિવિલ કેસ પણ ચાલી રહ્યાં છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3lKpmjN
0 ટિપ્પણીઓ