News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

દિલ્હીમાં ટ્રાફિક જવાનને કચડવાનો પ્રયાસ, કારના બોનેટ પર ચઢાવી ઘુમાવ્યો

વીડિયો ડેસ્કઃ રાજધાની દિલ્હીના ધૌલા કુઆ વિસ્તારમાં ટ્રાફિક પોલીસના જવાનને કચડી નાખવાનો પ્રયાસ થયો છે. ટ્રાફિક જવાન ડ્યૂટી કરી રહ્યો હતો ત્યારે તેમણે ટ્રાફિકના નિયમ ભંગના ગુના બદલ એક કારને રોકી હતી. જો કે આરોપીએ રોકાવાને બદલે કારને ભગાવી હતી. જેને કારણે જીવ બચાવવા માટે ટ્રાફિક જવાન કૂદકો મારીને બોનેટ પર ચઢી ગયો હતો. ત્યારબાદ કારચાલક જવાનને બોનેટ પર ઘુમાવતો રહ્યો હતો અને 400 મીટર દૂર રોડ પર પછાડી ભાગી ગયો હતો. આ કેસમાં પોલીસે આરોપી કારચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Attempting to crush a traffic policeman in Delhi, he climbed on the bonnet of the car


from Divya Bhaskar https://ift.tt/2FANXrW

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ