
કેરળ સોનાની દાણચોરીના તાર અન્ડરવર્લ્ડ સાથે જોડાઈ રહ્યા છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને આશંકા વ્યક્ત કરી છે કે આરોપીઓની સંડોવણી ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમ સાથે છે. એજન્સીએ બુધવારે કોચ્ચી NIA કોર્ટમાં આપવામાં આવેલા લેખિત જવાબમાં તે વાત જણાવી કે એજન્સીએ રમીઝ કેટી અને સરફુદ્દીનની તરફથી કરવામાં આવેલી જામીન અરજીના વિરોધ કરતાં આ જવાબ આપ્યો હતો અને તેમાં જામીન મંજૂર ન કરવા માટે કોર્ટ સમક્ષ જણાવ્યુ હતું.
5 જુલાઈએ સોનાની દાણચોરીનો મામલો સામે આવ્યો હતો.કસ્ટમ વિભાગના અધિકારીઓએ એક ડિપ્લોમેટિક સામાન પકડ્યો હતો. સામાન યુએઈથી મોકલાયો હતો. વિદેશ મંત્રાલયની પરવાનગી મળ્યા બાદ તેને ખોલવામાં આવ્યો હતો. તપાસ બાદ સામાનમાંથી આશરે રૂ.15 કરોડનું 30 કિલો સોનું મળી આવ્યું હતું. આ કેસમાં NIAએ રમીઝ કેટી અને સરફુદ્દીન પર આરોપ લગાવ્યો છે.
'આરોપી તાંઝાનિયામાં બંદૂક વેચતી દુકાનમાં ગયા હતા'
NIAએ કોર્ટમાં કહ્યું હતું કે, 'બંને આરોપીઓએ તાંઝાનિયાની મુલાકાત લીધી હતી. ત્યાં આફ્રિકન દેશોની બંદુકો વેચતી દુકાનોમાં ગયા હતા. તાંઝાનિયામાં રમીઝે ડાયમંડ બિઝનેસનું લાયસન્સ લેવાના પ્રયાસ કર્યા હતા. ત્યાર બાદ તેઓ UAE ફોંચ્ય હતા. ત્યાથી સોનાની દાણચોરી કરીને કેરળ આવ્યા. તાંઝાનિયા અને દુબઈ બંને જગ્યાએ પીઆર દાઉદ ઇબ્રાહિમની 'ડી'ગેંગ સક્રિય છે. તાંઝાનિયાની ડી-કંપનીના મામલા દક્ષિણ ભારતીય શખ્સ ફિરોઝ ઓએસિસને જુએ છે. અમને શંકા છે કે આરોપી રમીઝ ડી-કંપની સાથે જોડાયેલો છે."
રમીઝની નવેમ્બર 2019માં પણ ધરપકડ કરવામાં આવી હતી
સોનાની દાણચોરીના આરોપી રમીઝની નવેમ્બર 2019માં પણ ધરપકડ કરવામાં આવી હતી. 13.22 મીમી બોરની રાઇફલની દાણચોરી કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ સમયે સોનાની દાણચોરી ચાલુ હતી. NIAએ કોર્ટને જણાવ્યું હતું કે, તેમની પાસે આરોપી સરફુદ્દીનની પણ એક તસવીર છે, જેમાં તે તાંઝાનિયામાં હાથમાં રાઇફલ પકડીને જોવા મળી રહ્યો છે.
આ મામલે કેરળ સરકારની ટીકા થઈ રહી છે
કેરળ સરકારની આ મામલે ટીકા કરવામાં આવી રહી છે. પહેલા કેસની તપાસ કસ્ટમ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. બેગ જે ડિપ્લોમેટના નામ પર લાવવામાં આવેલ તેની અટકાયત કરવામાં આવી હતી.પૂછપરછ કરવામાં આવી હતી. રાજ્યના કેટલાક અધિકારીઓ સાથે તેના તાર જોડાયેલા હતા. મુખ્યમંત્રી પિનરાય વિજયનના મુખ્ય સચિવ આઈએસ અધિકારી એમ શિવશંકરનું નામ બહાર આવ્યું હતું. આ પછી, મુખ્યપ્રધાન દ્વારા તેમને પદ પરથી હટાવ્યા હતા. બાદમાં વિદેશ મંત્રાલયે તપાસ NIAને સોંપવાની મંજૂરી આપી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3dsKS9A
0 ટિપ્પણીઓ