
પરિવર્તનની વાત હોય તો પ્રારંભ પોતાનાથી જ કરવો જોઈએ...આવું જ સાંભળીએ છીએ આપણે સૌ, પરંતુ બિહારને બદલવાના વિઝન સાથે રાજકારણમાં આવેલા પુષ્પમ પ્રિયા ચૌધરીના ગામમાં આવું જોવા મળી રહ્યું નથી. પોતાને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરી ચૂકેલા પુષ્પમ પ્રિયાના ગામનાં 100થી વધુ ઘર હજી પણ પાણીમાં ડૂબેલાં છે. ગામમાં ચારે તરફ ગંદાં પાણીની દુર્ગંધ આવી રહી છે. લોકોનું જીવવાનું પણ મુશ્કેલભર્યું બની ગયું છે. રસ્તાની લંબાઈ પણ અડધી થઈ ગઇ છે. રસ્તા પર ગટર નથી, તેથી ક્યાંક કાદવ છે અને ક્યાંક ગંદું પાણી છે.
જો કોઈ આ સ્થિતિમાં બીમાર પડે છે, છીંક આવે છે, તો ડીએમસીએચ પર જાઓ અથવા જાતે ડોક્ટર બનો. પુષ્પમ રાજનીતિમાં તો આવ્યાં, પણ ગામમાં નહીં, આવું ગામવાસીઓ કહી રહ્યા છે, અમે નહીં. ગામવાસીઓ કહી રહ્યા છે કે 'તેમનો આખો પરિવાર JDUનો છે, નીતીશનો છે. નવી પાર્ટી બનાવી ત્યારે મીડિયાવાળા આવ્યા, ત્યારે ખબર પડી. પાર્ટી બનાવીને એક જ વખત પુષ્પમ ગામમાં આવી હતી. ગામવાસીઓ વધુમાં કહી રહ્યા છે કે પુષ્પમ રાજ્યમાં શું કરી રહ્યાં છે, એ અમને તો ત્યારે ખબર પડત જ્યારે ગામમાં કંઈક કર્યું હોય.'
ગામવાસીઓ પુષ્પમ પ્રિયાને મળ્યા પણ નથી
પુષ્પમ પ્રિયાને તેમના ગામવાસીઓ જ ઓળખાતા નથી. તેમને ક્યારેય મળ્યા પણ નથી. ગામવાસીઓ કહે છે, "આ બધા પોતાનું હિત જ જુએ છે. 40 વર્ષથી તેમનો પરિવાર દરભંગામાં રહે છે. પરિવારને ગામ સાથે કોઈ મતલબ છે નહીં." ગામના લોકોની ફરિયાદ છે કે તેમના પરિવારે ગામના વિકાસ માટે ક્યારેય પણ કંઈ કામ કર્યાં નથી, જ્યારે બાબા ઉમકાન્ત ચૌધરી સમતા પાર્ટીના સમયથી જ નીતીશ કુમાર સાથે જોડાયેલા છે. પિતા વિનોદકુમાર ચૌધરી JDUના એમએલસી રહ્યા હતા અને કાકા વિનયકુમાર ચૌધરી બેનીપુરથી JDUના ઉમેદવાર છે.
વિશનપુર ગામના વડા રાજકુમાર ચૌધરી કહે છે, "જો ગામની દીકરી છે અને બિહાર માટે એક ઉદાહરણ બનવું હતું તો તેણે શરૂઆત ગામથી જ કરવી જોઈએ. ચૂંટણી પણ તેમના પ્રદેશ હયાઘાટથી લડવી જોઈએ." લોકો કેમેરાની સામે વાત કરવા માગતા નથી, પરંતુ જો કોઈ સરળ વાતચીત થાય તો તેઓ ખુલ્લેઆમ બોલે છે- “જુટ્ઠો ફેરફાર કરે છે. બાબા, બાબુ, કાકા સરકારમાં રહ્યા છતાં કંઇ કરી ન શક્યા.

આ રસ્તો માત્ર થોડા મહિના પહેલાં જ બનાવવામાં આવ્યો હતો અને પહેલા વરસાદમાં આ રસ્તાના હાલ બેહાલ થઈ ગયા.
વિશનપુર ગામમાં જતાં જ જોવા મળે છે મુશ્કેલીઓ અને રોષે ભરાયેલા લોકો
દરભંગા જિલ્લાના મુખ્ય મથકથી વિશનપુર ગામ 15 કિલોમીટર દૂર છે. વરસાદ વિદાયને કેટલાય દિવસો થઈ ચૂક્યા છે, પણ હજી રસ્તા પર પાણી ભરાયેલાં છે. લોકોનાં ઘરોમાં પણ પાણી જોવા મળી રહ્યું છે. ઘણા પરિવાર તો બીજાના ઘરે રહેતા જોવા મળ્યા. પુષ્પાનો આખો પરિવાર રાજનીતિ સાથે જોડાયેલો છે પણ ગામમાં ગટરની વ્યવસ્થા માટે કંઇ જ કર્યું નથી. પરિણામ દર વર્ષે ભોગવીએ છીએ. ગરીબ પરિવારોનું કોઈ વિચારી રહ્યું નથી અને પુત્રી નીકળી છે બિહારને બદલવા.
ગામના શ્યામા મંદિર નજીક રામનરેશ ચૌધરી નામના એક વૃદ્ધ સાથે મુલાકાત થઈ હતી. લાકડીના સહારે રસ્તા પર ભરાયેલા ગંદા પાણીની વચ્ચે પોતાને બચાવીને નીકળવાના પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે કહ્યું, અમે ભારે મુશ્કેલીઓમાં છીએ. અમારા ગામની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીં કોઈ જોવાવાળું નથી. ગામમાં ગટરની કોઈ જ વ્યવસ્થા નથી. ગામના મુખી અને ધારાસભ્યને પણ ગામ સાથે કોઈ મતલબ છે નહીં.
બીમાર પડતાં પીઆર 15 કિમી દૂર જવું પડે છે
પુષ્પમ પ્રિયાના ગામમાં હજી સુધી આરોગ્ય સેન્ટર બનાવાયું નથી. ખેડૂત શ્યામ શંકર ચૌધરી કહે છે કે' ગામનો કોઈ માણસ બીમાર પડે છે તો તેને 15 કિમી દૂર ડીએમસીએચ (દરભંગા મેડિકલ કોલેજ) લઈ જવો પડે છે. 4 કિમી દૂર બાજુના ગામમાં આરોગ્ય કેન્દ્ર છે, પણ ત્યાં કોઈ સારવારની સુવિધા નથી.' તેઓ કહે છે, એ સાંભળીને આશ્ચર્ય થાય છે કે તેના જન્મસ્થળ સાથે જોડાયેલા ન હોય તેવા પરિવારની પુત્રી આખા બિહાર સાથેની લાગણી દર્શાવી રહી છે.

આ પુષ્પમ પ્રિયાનું પિતૃક ઘર છે. અહીં તેમના કાકા સુમિત ચૌધરી રહે છે.
કાકાએ કહ્યું- સંબંધ જોઈને મત નથી આપતા
સમગ્ર ગામની મુલાકાત બાદ ભાસ્કરની ટીમ પુષ્પમ પ્રિયા ચૌધરીના પિતૃક ઘરે પહોંચી હતી. ત્યાં સરકારી શિક્ષક સુમિત કુમાર ચૌધરી મળ્યા હતા. સુમિત કુમાર પુષ્પમના કાકા છે, પણ પોતાની ભત્રીજી બાબતે કંઇ સ્પષ્ટ કહેતા નથી. તેમણે કહ્યું, જે વિકાસની વાત કરશે, મત તેને જ મળશે. સગાં- સંબંધીને જોઈને કોઈ મત આપતું નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/376DjEx
0 ટિપ્પણીઓ