
હૈદરાબાદ પછી હવે મહારાષ્ટ્રના મુંબઈ અને પુના સહિત ઘણા વિસ્તારોમાં બુધવાર રાતથી મૂશળધાર વરસાદ ચાલુ છે. પુનાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. અહીં ઘર, રસ્તાઓ, ગલીઓમાં ઘૂંટણથી વધુ પાણી ભરાઈ ગયું છે. મૌસમ વિભાગે મુંબઈ, થાણે સહિત ઉત્તરી કોંકણના ઘણા વિસ્તારોમાં ગુરુવારે ભારેથી ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. બીજી તરફ તેલંગાણામાં મંગળવારે અને બુધવારે થયેલા વરસાદના કારણે ખરાબ થયેલી સ્થિતિના પગલે મૃત્યુ પામનારાઓનો આંકડો 30 થયો છે.
મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં પાણી ભરાવવાના કારણે રસ્તે ચાલતા જતા લોકોને મુશ્કેલીઓ થઈ રહી છે.
અપડેટ્સ
- નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સે(એનડીઆરએફ) બે રેસ્ક્યૂ ટીમને કર્ણાટક અને ત્રણ મહારાષ્ટ્ર મોકલી છે. મહારાષ્ટ્ર મોકલવામાં આવેલી ટીમને સોલાપુર, પુનાના ઈન્દરપુર અને લાતૂરમાં ડિપ્લોય કરવામાં આવી છે.
- કર્ણાટક નીરાવરી નિગમ લિમિટેડના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે સોન્ના બેરેજમાંથી 2 લાખ 23 હજાર ક્યૂસેક પાણી અફજલપુર, કલબુરગી જિલ્લામાં ભીમા નદીમાં છોડવામાં આવી.
- મોસમ વિભાગના જણાવ્યા મુજબ, મધ્ય મહારાષ્ટ્રમાં આગામી 12 કલાકમાં 20થી 30 કિમી પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાઈ શકે છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2STLJGS
0 ટિપ્પણીઓ