શું થઈ રહ્યું વાઇરલ: સોશિયલ મીડિયા પર એક ફોટો વાઇરલ થઈ રહ્યો છે. સૂટકેસમાં એક મહિલાની લાશ દેખાઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે મૃત મહિલા હિન્દુ છે અને મુસ્લિમ ઘરમાં લગ્ન કર્યા પછી તેની હત્યા કરી દેવામાં આવી છે.
ફોટો અને મેસેજ શેર કરીને લોકો તનિષ્કની જાહેરાત પર આકરા પ્રહાર કરી રહ્યા છે. આ જાહેરાતમાં એક હિન્દુ છોકરીને મુસ્લિમ ઘરની વહુ બતાવવામાં આવી છે. લાશનો એક ફોટો અને તનિષ્કની જાહેરાતના એક સીનનો ફોટો કોલાજ કરીને આ તસવીર શેર કરવામાં આવી રહી છે.
What #tanishq is showing in its ad- Hindu girl is 100% safe in Muslim house.
— Harsh Paghdar (@harshpatel510) October 13, 2020
What actual happening - Hindu Girl gets trapped in love jihad and been killed.#BoycottTanishq #TanishqJewelry #TanishqAd pic.twitter.com/G0LDFNK3dp
વાઇરલ મેસેજનો અર્થ: તનિષ્ક દર્શાવી રહ્યું છે કે હિન્દુ છોકરી મુસ્લિમ ઘરોમાં 100 ટકા સુરક્ષિત છે. જ્યારે હકીકતમાં હિન્દુ છોકરીઓ બીજા ધર્મમાં લગ્ન કરીને બિલકુલ સુરક્ષિત નથી. તેને લવ-જેહાદમાં ફસાવવામાં આવે છે અને મારી નાખવામાં આવે છે.
અને સત્ય શું છે?
- વાઇરલ તસવીરને ગૂગલમાં રિવર્સ સર્ચ કરવાથી 13 ઓક્ટોબરના અમુક મીડિયા રિપોર્ટ્સ અમારી સામે આવ્યા, જેમાં ખ્યાલ આવ્યો કે હરિયાણાના સિરસામાં સૂટકેસમાં એક મહિલાની લાશ મળી આવી હતી. જોકે આ લાશની હજી સુધી ઓળખ થઈ શકી નથી.
- ચોક્કસ માહિતી મેળવવા માટે અમે આ ન્યૂઝને અલગ અલગ કી-વર્ડ દ્વારા અન્ય વેબસાઈટ પર સર્ચ કરવાનું શરૂ કર્યું. દૈનિક ભાસ્કરની વેબસાઇટ પર પણ અમને આ સમાચાર મળ્યા. ન્યૂઝમાં પણ આ ફોટો જ હતો, જેને લવ-જેહાદ એંગલથી શેર કરવામાં આવી રહ્યો છે.

- દૈનિક ભાસ્કરના ન્યૂઝમાં જણાવ્યા પ્રમાણે, સિરસાના ડિંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂલકા ગામથી પસાર થતા બનમંદૌરી પાસે 9 ઓક્ટોબરની સાંજે એક સૂટકેસમાંથી યુવતીની લાશ મળી આવી હતી. મૃતકના ગળા પર લીલા રંગના નિશાન જોવા મળ્યા હતા, જેનાથી ખ્યાલ આવે છે કે મહિલાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. જોકે હજી સુધી મહિલાની ઓળખ થઈ શકી નથી. આ સમાચારમાં ક્યાંય પણ લવ-જેહાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
- સ્પષ્ટ છે કે જે લાશનો ફોટો વાઇરલ થઈ રહ્યો છે તે મૃતકની હજી સુધી ઓળખ થઈ શકી નથી, એટલે કે વાઇરલ મેસેજમાં કરવામાં આવતો લવ-જેહાદનો મુદ્દો ઊપજાવી કાઢેલો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2GZlfSa

0 ટિપ્પણીઓ