શું થઈ રહ્યું છે વાઇરલ: સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ પેપરનું કટિંગ શેર કરવામાં આવી રહ્યું છે. એનું હેડિંગ છે: દુષ્કર્મની ઘટનાથી ડરી ખેલાડી, નહીં આવે ભારત.
ન્યૂઝના આ કટિંગને હાથરસ સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યું છે. એમાં દાવો કરવામાં આવ્યો છે કે દુષ્કર્મના ડરને કારણે અમ્બ્રે એલિનક્સ નામની આ મહિલા સ્ક્વેશ ખેલાડી ભારત આવશે નહીં.
અને સત્ય શું છે?
- આ દાવા સાથે જોડાયેલા કી-વર્ડ સર્ચ કરતાં અમને ટાઇમ્સ નાઉની વેબસાઇટ પર 2 વર્ષ જૂના આ ન્યૂઝ મળ્યા, જેનાથી ખ્યાલ આવ્યો કે સ્વિટ્ઝર્લેન્ડની અમ્બ્રે એલિનક્સે 17 જુલાઈ 2018ના રોજ ચેન્નઈમાં થયેલી જુનિયર સ્ક્વેશ ચેમ્પિયનશિપ રમવાનો ઇનકાર કર્યો હતો.

- તપાસ દરમિયાન અમને 23 જુલાઈ 2018ના ન્યૂઝ એજન્સી PTIના એક ન્યૂઝ મળ્યા હતા. એમાં જણાવ્યા પ્રમાણે, એમ્બ્રેના પરિવારજનો તરફથી આ દાવો ખોટો ગણાવવામાં આવ્યો હતો કે તેમણે દીકરીની સુરક્ષા માટે તેને ભારત જતા રોકી હતી.
- PTIના જણાવ્યા પ્રમાણે એમ્બ્રેનાં માતા-પિતાએ અલગથી નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે અમે પેરન્ટ્સ તરીકે ભારતમાં અમારી દીકરીની સુરક્ષાને લઈને સહેજ પણ ચિંતિત નથી. આ ખોટા ન્યૂઝ મીડિયા દ્વારા ફેલાવવામાં આવ્યા છે.

- આ બધાથી સ્પષ્ટ છે કે 2 વર્ષ જૂના આ ન્યૂઝને હાલના જ ગણાવીને શેર કરવામાં આવી રહ્યા છે, જ્યારે આ ન્યૂઝ પહેલાં જ ખોટા સાબિત થઈ ચૂક્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3lKRJ1b

0 ટિપ્પણીઓ