
દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે દાદા બની ચૂક્યા છે. તેમના પુત્ર આકાશ અંબાણીનાં પત્ની શ્લોકાએ આજે સવારે 11 વાગ્યે દીકરાને જન્મ આપ્યો છે. 9 માર્ચ 2019માં આકાશ અને શ્લોકાના લગ્ન થયા હતા. તેમના લગ્નની ઉજવણી દેશ અને દુનિયાભરમાં ભારે નોંધનીય બની હતી. (શરૂઆતમાં પરિવારની નજીકનાં સૂત્રોએ સમાચાર આપ્યા હતા કે અંબાણી પરિવારમાં લક્ષ્મીજી અવતર્યાં છે. બાદમાં તેમણે પુત્રી નહીં, પુત્રનો જન્મ થયાનું કહ્યું હતું.)
અંબાણી પરિવારના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણના આશીર્વાદથી શ્લોકા અને આકાશ અંબાણીના ઘરે પુત્રનો જન્મ થયો છે. પ્રથમવાર દાદા-દાદી બનવાથી નીતા અને મુકેશ અંબાણી ઘણા ખુશ છે. ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના પૌત્રનું સ્વાગત ખુશીઓ સાથે કરાયું. માતા અને બાળક બન્નેની તબિયત સારી છે. નવા મહેમાનના આગમનથી અંબાણી અને મહેતા પરિવારમાં ખુશીનો માહોલ છે.

ગોવાના તાજ એક્જોટિકા રિસોર્ટ એન્ડ સ્પામાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની યોજાઈ હતી. આ સમયે બંનેએ ફોટોશૂટ પણ કરાવ્યો હતો. એક અહેવાલ અનુસાર, આકાશ અંબાણીએ આ જ સમયે શ્લોકાને પ્રપોઝ કર્યું હતું. તેણે આ માટે ડાયમંડ રિંગ શ્લોકાને પહેરાવી હતી. એક અહેવાલ અનુસાર, આકાશ અંબાણીએ શ્લોકાને આપેલી ડાયમંડ રિંગની કિંમત 1 કરોડ રૂપિયા જેટલી છે. જોકે આ રિંગની કિંમત વધુ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

શ્લોકા મહેતા એન્ટરપ્રેન્યોર છે. હાલમાં તે હીરા કારોબાર સાથે જોડાયેલ રોજી બ્લુ ફાઉન્ડેશનની ડિરેક્ટર છે. આ કંપનીના માલિક રસેલ મહેતા શ્લેકાના પિતા છે
આ સિવાય શ્લોકા ConnectForની પણ કો-ફાઉન્ડર છે. આ સંસ્થા એનજીઓને વોલન્ટિયર્સની સાથે જોડવાનું કામ કરે છે. તેણે 2004થી 2009ની વચ્ચે ધીરૂભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તો આકાશ અને શ્લોકાની મુલાકાત સ્કૂલમાં થઈ હતી. બન્નેનું સ્કૂલિંગ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં થયું હતું. સ્કૂલનો અભ્યાસ પૂર્ણ થયા પછી શ્લોકા એન્થ્રોપોલોજીનો અભ્યાસ કરવા માટે અમેરિકાની પ્રિસ્ટન યુનિવર્સિટી ગઈ. એ પછી તેણે માસ્ટર્સ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સથી કર્યું.

બ્રિટનની રમકડાંની આખી કંપની ખરીદી હતી
ગયા વર્ષે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સે લગભગ રૂ. 620 કરોડમાં બ્રિટનની રમકડાંની બ્રાન્ડ હેમ્લીઝ ગ્લોબલ હોલ્ડિંગ્સ લિમિટેડને હસ્તગત કરી હતી. આ સમયે સોશિયલ મીડિયામાં લોકો એવી મજાક કરતા હતા કે મુકેશ અંબાણી તેમના આવનારા પૌત્ર કે પૌત્રી માટે અત્યારથી જ રમકડાં ભેગાં કરી રહ્યા છે.

મંદીમાં પણ રિલાયન્સ તેજીમાં રહ્યું
કોરોનાને કારણે એક તરફ ભારતભરની કંપનીઓ ભારે આર્થિક મંદીનો સામનો કરી રહી હતી ત્યારે રિલાયન્સ ગ્રુપ જ એવું હતું જે ભારે તેજીમાં રહ્યું છે. આ વર્ષમાં રિલાયન્સ જિયોએ પોતાની આંશિક ભાગીદારી વેચી અંદાજે રૂ. 5 લાખ કરોડથી વધુની રકમ ઊભી કરી હતી. એવી જ રીતે રિટેલ બિઝનેસમાં પણ નવેસરથી પ્રવેશ કરી વિદેશી રોકાણકારો પાસેથી રોકાણ મેળવી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/39XRwVS
0 ટિપ્પણીઓ