
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની મંજૂરી બાદ હવે દેશભરમાં એને લાગુ કરવા માટે પગલાં ભરવામાં આવી રહ્યાં છે. આ જ ક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા 'સ્કૂલ-બેગ પોલિસી 2020' જાહેર કરવામાં આવી છે. શાળાના શિક્ષણ અને શિક્ષણ વિભાગ, મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલા આ પરિપત્રમાં સ્કૂલના વિવિધ વર્ગોના વિદ્યાર્થીઓની સ્કૂલ-બેગના વજનથી લઈને વર્ગખંડોમાં સિલેબસના મહત્તમ ભાગને આવરી લેવા અને હોમવર્ક આપવા સુધીના અનેક મહત્ત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યાં છે.
3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવી હતી 'સ્કૂલ-બેગ પોલિસી 2020'
3 ડિસેમ્બર, 2020ના રોજ મંત્રાલયે જાહેર કરેલી પોલિસી- 'સ્કૂલ-બેગ પોલિસી 2020' મુજબ, શાળાઓમાં બીજા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનું હોમવર્ક આપવું નહીં, એવી જોગવાઈ આપવામાં આવી છે. આ ઉપરાંત ત્રીજા ધોરણથી લઈને પાંચમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને દર સપ્તાહે વધુમાં વધુ 2 કલાકનું હોમવર્ક આપવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે. પરિપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમના પ્લાનિંગ સમયે, સામસામે અને સેલ્ફ-સ્ટડી અથવા હોમવર્ક બંનેને જોડીને અભ્યાસના કલાકો પર ધ્યાન આપવું જોઈએ. પરિપત્ર મુજબ, વિદ્યાર્થીઓ ઉચ્ચતર માધ્યમિક વર્ગમાં જતાં જ આ બાબતની જરૂરિયાત વધુ વધશે.
સ્કૂલના મધ્યમ વર્ગો માટે હોમવર્કનો સમયગાળો
શિક્ષણ મંત્રાલયની પોલિસી મુજબ, સ્કૂલમાં મધ્યમ વર્ગોમાં એટલે કે ધોરણ 6થી 8 સુધીના વિદ્યાર્થીઓને વધુમાં વધુ એક કલાકનું હોમ વર્ક આપવું જોઈએ. આ રીતે અઠવાડિયામાં હોમવર્કનો સમયગાળો 5 અથવા 6 કલાકથી વધુ ન હોવો જોઈએ. જ્યારે પોલિસી ડૉક્યુમેન્ટમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગ માટે દિવસમાં 2 કલાકથી વધુનું હોમવર્ક આપવું જોઈએ નહીં, જે સાપ્તાહિક 10થી 12 કલાક જેટલું થાય છે. આ માટે શિક્ષકોએ હોમવર્કના ઘટાડાના કલાકો અનુસાર પ્લાનિંગ કરવાનું રહેશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Wd3AdT
0 ટિપ્પણીઓ