News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

જેપી નડ્ડાના કાફલા પર તૃણમૂલ સમર્થકોએ પથ્થર ફેંક્યા, કૈલાસ વિજયવર્ગીય ઘાયલ થયા

પશ્વિમ બંગાળની મુલાકાત માટે ગયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર ગુરુવારે તૃણમૂલના સમર્થકોએ પથ્થરમારો કર્યો હતો. તે કોલકાતાથી 24 પરગના જિલ્લાના ડાયમંડ હાર્બર શહેર જઈ રહ્યાં હતા. પ્રદર્શનકારીઓએ રસ્તો રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નડ્ડાની સુરક્ષા મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલય મમતા સરકાર પાસે રિપોર્ટ માંગશે.

કૈલાસ વિજયવર્ગીય ઘાયલ
ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયની ગાડી પર પણ પથ્થર ફેંકવામાં આવ્યા હતા. એક મોટો પથ્થર તેમની ગાડીના કાંચને તોડીને અંદર વાગ્યો હતો. વિજયવર્ગીયે કહ્યું કે, આ હુમલામાં તે ઘાયલ થયા છે, પોલીસની હાજરીમાં ગુંડાઓએ તેમની પર હુમલો કર્યો. નડ્ડાએ પણ કહ્યું કે, કૈલાશ વિજયવર્ગીય અને મુકુલ રોય ઘાયલ થયા છે.

બંગાળ ભાજપના અધ્યક્ષે અમિત શાહને પત્ર લખ્યો
પશ્વિમ બંગાળમાં ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે રાજ્ય સરકારની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા કેન્દ્રીય મંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. ઘોષે જણાવ્યું કે, બુધવારે નડ્ડાના કાર્યક્રમમાં પોલીસ હાજર ન હતી. રાજ્ય સરકાર તરફથી નડ્ડાની સુરક્ષામાં ચૂક થઈ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની ગાડીના કાચ તૂટ્યા.


from Divya Bhaskar https://ift.tt/3qKI8KX

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ