
લોકતંત્રનું મંદિર માનવામાં આવતા સંસદભવનની તસવીર હવે બદલાવવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો છે. આઝાદીના 75 વર્ષ પૂરા થતાં જ નવા સંસદભવનની બિલ્ડિંગ તૈયાર થઈ જશે. તે હાલની બિલ્ડિંગ કરતાં ઘણી મોટી, આકર્ષક અને દરેક આધુનિક સુવિધાઓ વાળું હશે. તો આવો જાણીએ કે આ નવા સંસદ ભવનની શું ખાસિયતો છે...
1. જૂના સંસદભવનની સરખામણીએ નવા બિલ્ડિંગમાં દરેક આધુનિક સુવિધાઓ અને જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઓગસ્ટ 2019માં લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ નવા સંસદભવનનો પ્રસ્તાવ મૂક્યો હતો.
2. પ્રસ્તાવ પ્રમાણે, નવું સંસદ ભવન 64,500 સ્ક્વેર મીટરમાં બનાવવામાં આવશે, જે ચાર માળનું હશે અને તેનો ખર્ચ રૂ. 971 કરોડ થશે. આ સંસદ ભવન 2022માં તૈયાર થઈ જશે.

3. દરેક સાંસદો માટે સંસદ ભવન પરિસરમાં જ ઓફિસ બનાવવામાં આવશે. જે 2024 સુધીમાં તૈયાર થશે. નવા બિલ્ડિંગની ડિઝાઈન HCP ડિઝાઈન મેનેજમેન્ટ કરી છે, જેઓ અમદાવાદના છે.
4. નવા સંસદભવનનું નિર્માણ ટાટા પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવશે. નવી બિલ્ડિંગમાં ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ, ડેટા નેટવર્કનું ધ્યાન રાખવામાં આવશે.

5. નવી બિલ્ડિંગમાં કુલ 1224 સાંસદોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં 888 લોકસભા ચેમ્બરમાં બેસશે જ્યારે રાજ્યસભા ચેમ્બરમાં 384 સાંસદોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે
6. ભવિષ્યમાં જો સાંસદોની સંખ્યા વધશે તો તેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સંસદ ભવનમાં દેશના દરેક ખૂણાની તસવીર દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. નવી બિલ્ડિંગમાં સેન્ટ્રલ હોલ નહીં હોય, લોકસભા ચેમ્બરમાં જ બંને ગૃહોના સાંસદ બેસી શકશે.

7. સંસદ ભવનની અત્યારની બિલ્ડિંગને એક મ્યૂઝિયમ તરીકે રાખવામાં આવશે. તેમાં પણ કામ ચાલતું રહેશે. લોકસભા સ્પીકર ઓમ બીરલાએ માહિતી આપી છે કે, જૂના સંસદ ભવને દેશને બદલાતો જોયો છે તેથી તે ભવિષ્યમાં પ્રેરણા આપશે.
8. લોકસભા અને રાજ્યસભા કક્ષ સિવાય નવા ભવનમાં એક ભવ્ય બંધારણીય કક્ષ પણ હશે. તેમાં ભારતનો લોકતાંત્રિક વારસો દર્શાવવા માટે અન્ય વસ્તુઓની સાથે બંધારણની મૂળ કોપી અને ડિજિટલ ડિસ્પલે વગેરે પણ રાખવામાં આવશે.
9. હાલ જે સંસદ ભવન છે તે અંગ્રજોએ બનાવેલું છે. 12 ફેબ્રુઆરી 1921માં તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. 1927માં તે તૈયાર થયું હતું. સર એડવર્ડ લુટિયંસ, સર હોર્બર્ટની આગેવાનીમાં સંસદ ભવનનું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગને દુનિયાના સૌથી સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી એક માનવામાં આવતું હતું. તે સમયે આ સંસદ ભવન બનાવવાનો કુલ ખર્ચ 83 લાખ રૂપિયા થયો હતો.
10. નવું સંસદ ભવન કેન્દ્ર સરકારની યોજના સેન્ટ્રલ વિસ્ટા અંતર્ગત બનાવવામાં આવી રહ્યું છે. તેમાં સંસદ ભવન સિવાય વડાપ્રધાન કાર્યાલય, રાષ્ટ્રપતિભવન અને આસપાસના વિસ્તારનું રિનોવેશન કરવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JQmt3z
0 ટિપ્પણીઓ