News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

રાજસ્થાનમાં સ્કૂલે જઈ રહેલી શિક્ષિકા પર 11KV વીજ લાઈનનો તાર પડ્યો, ઘટના સ્થળે જ મોત

રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં નોગામામાં ગુરુવારે સવારે એક કરુણ ઘટના બની છે. સ્કૂટી પર સ્કૂલે જઈ રહેલી એક શિક્ષિકા પર 11KV વીજલાઈનનો તાર પડ્યો હતો. આ સાથે જ સ્કૂટી સળગીને રાખ થઈ ગઈ અને મહિલાનું પણ ઘટનાસ્થળે મોત થયું છે.

સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે ઘટના સવારે 10 વાગ્યે બની છે. શિક્ષિકા પીમલ પાટીદાર નદીકિનારે જઈ રહી હતી, ત્યારે ઉપરથી વીજળીનો તાર સ્કૂટી પર પડ્યો હતો. નજીકના લોકોએ પણ મહિલાને બચાવવાની હિંમત ન કરી.

મૃતક શિક્ષિકા બાગીદૌરાની રહેવાસી હતી અને પ્રાઈમરી સ્કૂલમાં શિક્ષિકા હતી. ઘટનાસ્થળે પહોંચેલી તંત્રની ટીમે મહિલાનાં પરિવારજનોને ઘટનાની જાણ કરી અને મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધો.

વીજળીના તાર પડતાં સ્કૂટી બે ભાગમાં વહેંચાઈ ગઈ.
વીજળીના તાર પડવાથી હળવો ધુમાડો થયો. આગની જ્વાળા જોઈને લોકો ભેગા થઈ ગયા, પણ કોઈએ નજીક જવાની હિંમત ન કરી.
ઘટનાની જાણ થતાં તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લોકોને ત્યાંથી હટાવ્યા.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આ તસવીર તમને વિચલિત કરી શકે છે, પણ આ ભયાનકતાને દેખાડવા માટે એ મૂકવામાં આવી છે.


from Divya Bhaskar https://ift.tt/3gBp7Ga

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ