વીડિયો ડેસ્કઃ આ CCTV ફૂટેજ મુંબઈના સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન છે. અહીં એક મહિલાએ સંતુલન ગુમાવતા તે રેલવે ટ્રેક પર પછડાઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક મહિલા પ્લેટફોર્મની કિનારી પાસે ચાલી રહી છે. ચાલતાં-ચાલતાં તે સંતુલન ગુમાવે છે અને RPF જવાન શ્યામ સુંદરની નજર તેમના પર પડતાં તે તરત મહિલાને રેલવે ટ્રેક પરથી પ્લેટફોર્મ પર ખેંચી લે છે. આમ મહિલાનો આબાદ બચાવ થાય છે. મહત્ત્વનું છે કે, આ વીડિયો કેન્દ્રીય રેલવેમંત્રી પિયુષ ગોયલે શેર કર્યો છે. મહત્ત્વનું છે કે, આ વીડિયો ગુરુવાર રાત્રે 7.40ની આસપાસનો છે. વીડિયો વાઇરલ થતાં RPF જવાનની ચારેયકોર પ્રસંશા થઈ રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2LnxVE9

0 ટિપ્પણીઓ