દેશમાં કોરોના ટેસ્ટિંગનો આંકડો 15 કરોડને પાર પહોંચી ગયો છે. આ સાથે જ પોઝિટીવિટી રેટ પણ ઘટીને 6.47% થઈ ગયો છે. જેમાં દરરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 31 હજાર 26 નવા કેસ નોંધાયા, 37 હજાર 150 દર્દી સાજા થયા અને 396 દર્દીઓના મોત થયા.નવા દર્દીઓ કરતા વધુ સાજા થઈ રહેલા દર્દીઓને કારણે એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે 3.70 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
દેશમાં અત્યાર સુધી 97.67 લાખ કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 92.52 લાખ દર્દી નોંધાઈ ચુક્યા છે, 1.41 લાખ સંક્રમિતોના મોત થઈ ચુક્યા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.
કોરોના અપડેટ્સ
- જાણીતા કવિ મંગલેશ ડબરાલનું બુધવારે દિલ્હી એઈમ્સમાં નિધન થઈ ગયું છે. તેઓ કોરોના સંક્રમિત હતા. 72 વર્ષના ડબરાલ સાહિત્ય એકેડમી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. તેમણે બુઝ ગઈ પહાડ પર લાલટેન, ઘર કા રસ્તા, હમ જો દેખતે હૈ, મુઝે દિખા એક મનુષ્ય, જેવી કવિતાઓ લખી છે.
- ઓલ ઈન્ડિયા ડ્રગ એક્શન નેટવર્કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય નીતિ આયોગ અને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને પત્ર લખીને કોવિડ-19 વેક્સિનના ઈમર્જન્સી યુઝના અપ્રૂવલ પ્રોસેસમાં પાદર્શિતા લાવવા માટે કહ્યું છે.
- દિલ્હીની 33 હોસ્પિટલમાં 80% ICU બેડ્સ કોરોના દર્દી માટે રિઝર્વ રાખવાના આદેશ વિરુદ્ધ હોસ્પિટલ સંચાલકોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. બુધવારે આ અંગે સુનાવણી થઈ હતી. કોર્ટે દિલ્હી સરકારને તેમના નિર્ણય અંગે વિચાર કરવા માટે કહ્યું છે.
- અમેરિકન કંપની ફાઈઝરે કહ્યું કે, તે ભારત જેવા દેશ માટે વેક્સિનના અલગ ફોર્મ્યુલા પર કામ કરી રહી થે, જેના માટે ડીપ રેફ્રિજરેશનની જરૂર નહીં પડે. તેને સામાન્ય રેફ્રિજરેટરમાં પણ રાખી શકાશે. ફાઈઝરે ભારતમાં પોતાની વેક્સિન માટે ઈમર્જન્સી અપ્રૂવલ માગ્યું છે. નિષ્ણાતોને એ વાતની ચિંતા હતી કે આ વેક્સિનની -70 ડિગ્રી સેલ્સિયસ પર રાખવા માટે ભારતમાં પૂરતી વ્યવસ્થા નથી.
મોતના આંકડામાં ઘટાડો
ડિસેમ્બરના આ 7 દિવસોમાં અત્યાર સુધી 3700થી વધુ લોકો સંક્રમણથી જીવ ગુમાવી ચુક્યા છે. જો કે, છેલ્લા 3 મહિનાની અંદર મોતના ગ્રાફમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સપ્ટેમ્બરમાં 32 હજાર 246 લોકોના મોત થયા હતા. ઓક્ટોબરમાં આ આંકડો ઘટીને 22 હજાર 344 થઈ ગયો હતો. નવેમ્બરમાં 15 હજાર 17 લોકોના મોત થયા છે.
એક્ટિવ કેસના મામલામાં 9માં નંબરે પહોંચ્યું ભારત
દુનિયામાં કોરોનાના વધતા કેસ વચ્ચે દેશ માટે સારા સમાચાર છે. બે દિવસની અંદર ભારત એક્ટિવ દર્દીઓના મામલામાં 2 સ્ટેપ નીચે આવી ગયું છે. હવે દુનિયાના ટોપ-10 સંક્રમિત દેશમાં ભારત 9માં નંબરે છે જ્યાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. મંગળવારે 8માં નંબરે હતું અને આ પહેલા સોમવારે 7માં નંબરે હતું. એક્ટિવ કેસ એટલે કે એવા દર્દી જેમની સારવાર ચાલી રહી છે, બાકી ના કાંતો ઠીક થઈ ચુક્યા છે અથવા પછી તેમના મોત થઈ ગયા છે.
ભારતમાં અત્યાર સુધી 94.64% સંક્રમિત સાજા થઈ ચુક્યા છે. હવે માત્ર 3.87% દર્દી જ એવા વધ્યા છે જેમની સારવાર ચાલી રહી છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 1.45% દર્દીઓના મોત થઈ ચુક્યા છે.
આ જ ગતિથી એક્ટિવ કેસ ઘટશે તો ઝડપથી ટોપ-10 દેશોમાંથી બહાર થઈ જશું
ભારતમાં દરરોજ સરેરાશ પાંચ હજાર એક્ટિવ કેસ ઘટી રહ્યાં છે. એટલે કે હવે દરરોજ નવા દર્દીઓ કરતા વધુ સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જો આવું જ રીતે આવનારા છ દિવસો સુધી રહેશે તો ભારત ટોપ-10 દેશોની યાદીમાંથી પણ બહાર થઈ જશે. આ દેશ માટે ઘણો સારો સંકેત હશે.
પાંચ રાજ્યોની સ્થિતિ
1. દિલ્હી
રાજધાની દિલ્હીમાં બુધવારે 2463 નવા દર્દી નોંધાયા. 4177 લોકો સાજા થયા અને 50 લોકોના મોત થયા. અત્યાર સુધી 5 લાખ 99 હજાર 575 લોકો સંક્રમણના સકંજામાં આવી ચુક્યા છે. જેમાંથી 20 હજાર 546 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 5 લાખ 69 હજાર 216 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 9813 થઈ ગઈ છે.
2. મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશમાં બુધવારે આંકડા મળી શક્યા ન હતા. આ પહેલા મંગળવારે અહીં 1345 લોકો કોરોના સંક્રમિત થયા હતા. 1497 લોકો સાજા થયા અને 11 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 2 લાખ 17 હજાર 302 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. જેમાંથી 13 હજાર 280 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 2 લાખ 664 લોકો અત્યાર સુધી સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 3358 થઈ ગઈ છે.
3. ગુજરાત
રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 1318 નવા દર્દી નોંધાયા. 1550 લોકો સાજા થયા અને 13 લોકોના મોત થયા. અત્યાર સુધી 2 લાખ 22 હજાર 811 લોકો સંક્રમણના સકંજામાં આવી ચુક્યા છે. જેમાંથી 13 હજાર 927 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 4 હજાર 761 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 4123 થઈ ગઈ છે.
4. રાજસ્થાન
રાજ્યમાં બુધવારે 1511 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. 2577 લોકો સાજા થયા અને 17 લોકોના મોત થયા હતા. સંક્રમણના સકંજામાં અત્યાર સુધી 2 લાખ 85 હજાર 627 લોકો આવી ચુક્યા છે. જેમાંથી 19 હજાર 792 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 2 લાખ 63 હજાર 350 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 2485 થઈ ગઈ છે.
5. મહારાષ્ટ્ર
રાજ્યમાં બુધવારે 4981લોકો કોરોના પોઝિટીવ થયા હતા. 5111 લોકો સાજા થયા અને 75 લોકોના મોત થયા. અત્યાર સુધી 18 લાખ 64 હજાર 348 લોકો સંક્રમણના સકંજામાં આવી ચુક્યા છે. જેમાંથી 73 હજાર 166 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 17 લાખ 42 હજાર 191 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 47 હજાર 902 થઈ ગઈ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3n2Ny1K

0 ટિપ્પણીઓ