ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેની માતાની પારિવારિક સંપત્તિનું ધ્યાન રાખનારી એક વ્યક્તિની અઢી કરોડની દગાખોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, આરોપી તાપસ ઘોષની 8 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી છે. નાગપુરની SITનાં સભ્ય DCP વિનીતા સાહુના નેતૃત્વમાં સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
મેરેજ હોલની દેખરેખ કરતો હતો આરોપી
અધિકારીએ કહ્યું હતું કે આકાશવાણી ચોક પાસે બોબડે પરિવારના ઘર પાસે એક પ્રોપર્ટી આવી છે. એનું નામ છે સિડન લૉન. લગ્ન જેવા કાર્યક્રમોમાં આ મેરેજ હોલ તરીકે ભાડે આપવામાં આવે છે. જસ્ટિસ બોબડેની માતા મુક્તા આ સંપત્તિનાં માલિક છે અને ઘોષને એની દેખરેખ કરવાની જવાબદારી આપવામાં આવી છે.
ઘોષ છેલ્લાં 10 વર્ષથી સંપત્તિનું મેનેજમેન્ટ કરી રહ્યા છે અને નાણાકીય લેવડ-દેવડનું પણ ધ્યાન રાખે છે. મુક્તા બોબડેની ઉંમર અને તેમની તબિયત ખરાબ થતાં સ્વાસ્થ્યનો ફાયદો ઉઠાવીને ઘોષે મેરેજ હોલની નકલી રસીદો બનાવીને કુલ અઢી કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. લોકડાઉન દરમિયાન બુકિંગ કેન્સલ થયાં હોવા છતાં લોકોને પૈસા પરત ન કરતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. ઓગસ્ટમાં મુક્તાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. એ પછી SIT બનાવવામાં આવી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/372RR7V

0 ટિપ્પણીઓ