રાજસ્થાનની ગેહલોત સરકારમાં સહયોગી ભારતીય ટ્રાઈબલ પાર્ટી તેનું સમર્થન પાછું લેશે. આ સંબંધમાં પાર્ટી સંસ્થાપક છોટુભાઈ વસાવાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે‘ભાજપ-કોંગ્રેસ એક છે. BTP રાજસ્થાન સરકાર પાસેથી સમર્થન પાછું લેશે.’ તેમણે તાજેતરમાં જ સમાપ્ત થયેલી પંચાયત અને જિલ્લા પરિષદ ચૂંટણીમાં કોંગ્રેસ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. BTPના બે ધારાસભ્ય છે.
#BJPकोंग्रेस_एक_है
— Chhotubhai Vasava (@Chhotu_Vasava) December 11, 2020
राजस्थान सरकार से @BTP_India अपना समर्थन वापस लेगी#जोहार @BtpRajsthan @1stIndiaNews @zeerajasthan_ @News18Rajasthan
BTPએ શા માટે વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો
તાજેતરમાં જ ડુંગરપુર જિલ્લા પરિષદની ચૂંટણીમાં 27માંથી 13 BTP સમર્થિત સભ્યોએ જીત નોંધાવી હતી, જ્યારે જિલ્લાપ્રમુખ બનવા માટે બહુમતનો આંકડો 14 છે. રાજ્યમાં કોંગ્રેસની સરકાર સાથે ગઠબંધનમાં સામેલ BTPને આશા હતી કે તેઓ આ વખત કોંગ્રેસને સમર્થનથી તેમને જિલ્લાપ્રમુખ બનાવશે.
BTPનો આરોપ છે કે નાની પાર્ટીને સ્થાનિક સરકારની સત્તામાંથી દૂર કરવા માટે કોંગ્રેસે પ્રતિદ્ધંદ્ધી ભાજપ સાથે હાથ મિલાવીને BTP સમર્થકને હરાવી દીધો. અહીં કોંગ્રેસના સમર્થનથી ભાજપનો ઉમેદવાર જિલ્લાપ્રમુખ બન્યો. 27 બેઠકોમાંથી ભાજપને 8 અને કોંગ્રેસને 6 સીટ મળી છે.
જુલાઈમાં BTPના બન્ને ધારાસભ્યોએ ગેહલોત સરકારને સમર્થન આપ્યું હતું
હાલમાં 105 સભ્યો સાથે કોંગ્રેસની ગેહલોત સરકાર છે. BTPના બે ધારાસભ્ય જે ડુંગરપુર જિલ્લાના સાગવાડા અને ચૌરાસી સીટથી આવે છે. આ વર્ષે જુલાઈમાં જ્યારે ગેહલોત સરકાર પડવાનો ઘટનાક્રમ ચાલી રહ્યો હતો ત્યારે બન્ને ધારાસભ્યોએ કોંગ્રેસ સરકારને પોતાનું સમર્થન આપ્યું હતું.
પણ હવે સમીકરણ પૂરી રીતે બદલાઈ ગયું છે. ગેહલોત-પાઇલટ જૂથનો વિવાદ પાર્ટી હાઈકમાન્ડે સોલ્વ કરી દીધો છે. આવી સ્થિતિમાં જો BTP ગેહલોત સરકાર પાસેથી સમર્થન પાછું લઈ લેશે તોપણ સરકારને કોઈ જોખમ નથી, કારણ કે 105 કોંગ્રેસ ધારાસભ્ય સિવાય સરકાર પાસે 2 CPIM, એક રાષ્ટ્રીય લોકદળ અને 13માંથી 10થી વધુ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. હાલમાં બહુમતી માટે 99 સભ્યોના સમર્થનની જરૂર છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37dccrb

0 ટિપ્પણીઓ