News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

MSPનું આશ્વાસન અને કોર્ટ જવાનો વિકલ્પ મળ્યા બાદ પણ ખેડૂત આંદોલન કેમ ચાલુ છે

બે દિવસ પહેલા જ્યારે કેન્દ્ર સરકારે કૃષિ કાયદામાં બદલાવને લઈને પ્રસ્તાવ મોકલ્યો હતો તો લોકોને લાગ્યું કે હવે ખેડૂતો પોતાનું આંદોલન સમેટી લેશે. આવું એટલા માટે માનવમાં આવી રહ્યું હતું કે આ પ્રસ્તાવને જોતાં લાગે છે કે ખેડૂતોની દરેક મુખ્ય માગોનો સરકારે સ્વીકાર કરી લીધો છે.

પ્રસ્તાવમાં સરકારે MSPની હાલની વ્યવસ્થા કાયમી રાખવા માટે લેખિત આશ્વાસન આપવાની વાત કરી છે, ખેડૂતોની જમીનોનું જોડાણ નહીં કરવાની વાત કરી છે, ખાનગી માર્કેટો પર પણ ટેક્સ લગાવવાનોઉલ્લેખ કર્યો છે અને ખેડૂતોને કોર્ટમાં જવાનો વિકલ્પ આપવાની વાત પણ કરવામાં આવી છે.

આ લગભગ તે તમામ બાબતો છે જેની માંગ આ ખેડૂત આંદોલનમાં ખૂબ મજબૂતીથી કરવામાં આવી રહી છે. પરંતુ આ પ્રસ્તાવ પર જ્યારે ખેડૂત સંગઠનોની બેઠક મળી ત્યારે તેઓએ આ પ્રસ્તાવને ફગાવી ડેટા તેમણે ન માત્ર આંદોલન ચાલુ રાખવાની વાત કરી, પરંતુ સરકારને ચેતવણી પણ આપી હતી કે, જો આ ત્રણેય કૃષિ કાયદા પાછા નહીં ખેંચાય તો તેઓ તેમના આંદોલનને પહેલા કરતા વધારે ઉગ્ર બનાવશે.

ત્યારથી આ સવાલ વારંવાર સામે આવી રહ્યો છે કે દરેક શરતો માની લેવા છતાં પણ ખેડૂતો પોતાનું આંદોલન ખાતાં કેમ નથી કરી રહ્યા?

ખેડૂત નેતા ડોકટર દર્શન પાલ જણાવે છે કે સરકારની તરફથી આવેલ પ્રસ્તાવ અસલમા એક છળકપટ ભરેલ છે. તેઓ કહે છે કે,'સૌથી પહેલ ખાનગી માર્કેતો પર ટેક્સ લગાવવાની વાતને લઈ લો. પ્રસ્તાવમાં કહેવામા આવ્યું છે કે જો રાજ્ય સરકાર ઈચ્છે ટો ખાનગી માર્કેતો પર ટેક્સ લગાવી શકે છે. એટલે કે ટેક્સ લગાવવો ફરજિયાત નથી, આ બાબતને રાજ્ય સરકારની મરજી પર છોડી દેવામાં આવી છે.

બીજું, તે છે કે તેના દ્વારા ખાનગી માર્કેટ બનાવવાનો રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે. જ્યારે અમારી માંગ છે કે APMC(સરકારી માર્કેટ)ને બાયપાસ કરીને કોઈ બીજી માર્કેટની સિસ્ટમ ન બનાવવી જોઈએ.'

MSPની વાતને પણ દેખાડો કરવાનું જણાવતા ડોકટર દર્શન પાલ કહે છે કે ,' MSP બાબતે સરકારે કહ્યું છે કે જે હાલની સિસ્ટમ છે અમે તે બાબતે લેખિતમાં આપી દઇશું. પરંતુ, અમારી માંગ તે છે કે દરેક પાક માટે MSP સ્વામીનાથન પંચની ભલામણ પર નક્કી કરવામાં આવે. એટલે કે કિંમતના દોઢ ગણો ભાવ નક્કી કરવામાં આવે જે ખેડૂતનો એક કાયદાકીય અધિકાર છે.

એવું તો કંઇપણ સરકારે કહ્યું નથી, આવી રીતે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ લાગુ કરવામાં આવી રહ્યું છે, ફ્ક્ત તેની શરતોને થોડી આમ તેમ કરવાની વાર સરકાર કરી રહી છે.

આ પ્રસ્તાવને ફગાવવાના કારણ બાબતે વિસ્તારથી જણાવતા ડોકટર દર્શન પાલ કહે છે કે સ્વયં ગૃહ મંત્રી અમિત શાહે સ્વીકાર કર્યો છે કે નવા કાયદા બનાવતા સમયે ખેડૂતો સાથે ચર્ચા થઈ શકી નથી જે યોગ્ય ન હતુ. જો, સરકારે નવા કાયદા બનાવવા જ છે તો પહેલા આ કાયદાઓને રદ્દ કરવામાં આવે અને ફરી ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ જ કોઈ નવા કાયદા બનાવવામાં આવે.

એટલા માટે અમે અમારી શરતો સ્પષ્ટ રીતે સરકારને લેખિત મોકલી આપી છે. જેમાં કુલ 6 માંગો છે જે અમે સરકાર સમક્ષ રજૂ કરેલ છે.

ડોકટર દર્શન પાલ જે છ માંગણીઓની વાત કરી રહ્યા છે, તે છ માંગણીઓને લઈને સમગ્ર ખેડૂત આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ખેડૂત નેતાઓએ આ માંગણીઓ કેન્દ્ર સરકારના તમામ પ્રધાનો સમક્ષ પહેલેથી જ લેખિતમાં મોકલી આપેલ છે, જે નીચે મુજબ છે:

  • ત્રણેય કૃષિ કાયદા રદ કરવામાં આવે.
  • તમામ પાકની સરકારી ખરીદી અને MSP મેળવવી એ ખેડૂતનો કાયદેસર અધિકાર હોવો જોઈએ.
  • સ્વામિનાથન કમિશનના અહેવાલ મુજબ MSP નક્કી કરવામાં આવે.
  • રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને તેને લગતા વિસ્તારોમાં એર ક્વોલિટી મેનેજમેન્ટ સંબંધિત વટહુકમ રદ થવો જોઈએ.
  • કૃષિ ક્ષેત્રમાં વપરાતા ડીઝલના ભાવમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવે.
  • દેશભરમાં ખેડૂત નેતાઓ, બુદ્ધિજીવીઓ, કવિઓ, હિમાયતીઓ, લેખકો અને માનવાધિકાર કાર્યકર્તાઓ વિરુદ્ધ ખોટા કેસ કરવામાં આવ્યા છે, તેને પરત લેવામાં આવે અને બનાવટી કેસોમાં જેલમાં રહેલા આવા લોકોને મુક્ત કરવામાં આવે.

ખેડૂત આગેવાનોનું કહેવું છે કે આ તમામ માંગણીઓને લઈને આ આંદોલન શરૂ થયું છે. એવું નહીં બને કે જો આ માંગણીઓમાંથી કોઈ એક માંગ સરકાર સ્વીકારે અને બીજી માંગ છોડી દે તો આંદોલનનો અંત લાવવામાં આવે. બીજા એક મોટા ખેડૂત નેતા બલવીરસિંહ રાજેવાલ કહે છે, 'પ્રસ્તાવમાં સરકારે હોશિયારીથી ખાનગી મંડળીઓને નિયમિત કરવાની વાત કરી છે. જેને એવી રીતે બતાવવામાં આવી રહ્યું છે જાણે સરકાર ખેડુતોની માંગ સ્વીકારી આમ કરી રહી હોય.

પરંતુ અમારી માંગ એ છે કે APMC (સરકારી બજાર) સિસ્ટમ મજબૂત કરવી જોઈએ. સરકાર આખરે ખાનગી બજારો કેમ ખોલવા માંગે છે? તેનાથી કોર્પોરેટ સિવાય કોનું ભલું થવાનું છે ? પંજાબ અને હરિયાણામાં ચાલતી માર્કેટ સિસ્ટમ ઉત્તમ છે. દેશના જુદા જુદા ભાગોમાં વધુ 48 હજાર આવા માર્કેટ ખોલવા જોઈએ જેથી દરેક પાક MSP પર વેચાય અને સરકાર તેને ખરીદી શકે.

આખા દેશમાં આવી સિસ્ટમ બનાવવાની જગ્યાએ, સરકાર ત્યાં પણ આ સિસ્ટમ તોડવાનું કામ કરી રહી છે જ્યાં પહેલાથી જ ચાલી રહી છે.

નવા કાયદાઓને ખેડુતો વિરુદ્ધ ગણાવતા બલવીરસિંહ રાજેવાલ આગળ વધુ કહે છે કે, 'આ ફૂડ ગ્રેનનો જે 12 મિલિયન ડોલરનો બિઝનેસ કરે છે, તેના પર લાંબા સમયથી કોર્પોરેટની નજર છે અને સરકાર

આ કાયદા ફક્ત એટલા માટે લાવી છે કે જેથી આ સમગ્ર વેપાર કોર્પોરેટને સોંપી શકાય.

સરકારનો નવો પ્રસ્તાવ પણ આ દિશામાં આગળ વધી રહ્યો હતો, તેથી અમે તેનેફગાવી દીધો.'

ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂની આ પ્રસ્તાવને ફગવવા બાબતે કહે છે કે, 'પ્રસ્તાવમાં ઉપર ઉપર કંઈક દેખાય છે પરંતુ હકીકતમાં સરકારે અમારી માંગણી સ્વીકારી નથી. જે MSPની માંગ સૌથી મોટી છે? તેને ક્યાં સરકારે માની છે? અમે કહી રહ્યા છીએ કે ખરીદીની ગેરંટી આપવાનો કાયદો બનાવો જોઈએ.

તેઓએ ક્યારે કહ્યું કે અમે કાયદો બનાવીશું? તેઓએ ફક્ત કહ્યું હતું કે જે પહેલેથી વ્યવસ્થા ચાલુ છે તેને લેખિતમાં આપી દઇશું. તો બિહારમાં આ વ્યવસ્થા ક્યાં ચાલે છે? જ્યાં ઉતરપ્રદેશમાં પણ ક્યાં આ વ્યવસ્થા ચાલે છે? પંજાબ અને હરિયાણામાં પણ મકાઇ માટે, સરસો માટે MSP ક્યાં મળી રહ્યું છે?

અમારી એ જ માંગ છે કે ખેડૂતને દેશભરમાં તમામ પાક પર MSP મળવાની ગેરંટી મળે. નવા પ્રસ્તાવમાં આ બાબતે કંઈ પણ નથી, તેથી અમારી પાસે તેને ફગાવવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.'



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Why the farmers' movement is going on even after getting the assurance of MSP and the option to go to court


from Divya Bhaskar https://ift.tt/3a45LZd

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ