News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

ઇઝરાઇલથી ખરીદવામાં આવશે સ્મેશ 2000 પ્લસ ડ્રોન ટેકનોલોજી, તેને રાઇફલ પર લગાવીને ડ્રોન પર પણ નિશાન લગાવી શકાશે

ભારતીય નૌકાદળે ઇઝરાયલ પાસેથી સ્મેશ 2000 પ્લસ ફાયર કંટ્રોલ સિસ્ટમ ખરીદવા માટેની ડીલને મંજૂરી આપી છે. નૌકાદળ અનુસાર, આ નવી સિસ્ટમ (SMASH 2000) એ દુશ્મનના ડ્રોન પર હુમલો છે અથવા તેનાથી સંબંધિત માહિતી એકઠી કરવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ શસ્ત્ર હશે. તેને રાઇફલ ઉપર માઉંટ (ફીટ) કરી શકાય છે. તેઓ દિવસ અથવા રાતના કોઈપણ સમયે આકાશમાં ઉડતા નાના ડ્રોન પર સરળતાથી નિશાન લગાવી શકે છે. સિસ્ટમની પ્રથમ ડિલિવરી આવતા વર્ષ સુધીમાં કરવામાં આવશે.

એક સ્મેશ 2000ની કિંમત 10 લાખથી પણ ઓછી
સ્મેશ 2000ને ઇઝરાઇલની કંપની સ્માર્ટ શૂટર દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેનું મુખ્ય કામ ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવવાનું છે. અવળચંડા ચીન સાથે લડવા માટે આ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. એક સ્મેશ -2000ની કિંમત 10 લાખથી ઓછી હશે. આનાથી દુશ્મનના ડ્રોનને 120 મીટરના અંતરેથી નષ્ટ કરી શકાય છે. નાના ડ્રોન હાલના સમયમાં ભારત માટે એક મોટો ખતરો બનીને બહાર આવ્યા છે. વિશેષ રીતે જ્યારે એક સાથે ઘણા નાના-નાના ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે, ત્યારે તે વધુ જોખમી સાબિત થઈ શકે છે. આ રીતે, ગ્રુપમાં મોકલવામાં આવેલા ડ્રોન પોતાના દુશ્મનની એર ડિફેન્સને સંપૂર્ણપણે નાશ કરી શકે છે.

SMASH 2000 આ રીતે રાઇફલ ઉપર માઉન્ટ કરી શકાય છે. - ફાઇલ ફોટો

કેવી રીતે કામ કરે છે
ઇઝરાયલ વેબસાઇટ મુજબ, SMASH 2000 સ્માર્ટ ઇલેક્ટ્રો ઓપ્ટિકલ રાઇફલ સાઇટ (કેમેરો) છે. તેમાં એક કમ્પ્યુટર કંટ્રોલ હોય છે જે ફાયર કંટ્રોલ કરે છે. તેનાથી લગાવવામાં આવેલ નિશાન ખુબ જ સચોટ હોય છે જે આંખના પલકારામાં તેની રેન્જમાં આવતા ઓબ્જેક્ટ્સને મારી નાખે છે. એક વિશેષ બાબત એ છે કે તે મૂવિંગ અને સ્ટીલ બંને ટાર્ગેટ પર નિશાન લગાવી શકે છે. કંપની અનુસાર, ભારતીય સેના આને AK-47/103 રાઇફલ્સ પર ફીટ કરશે.

નૌકાદળ વધારી રહ્યું છે તાકાત
નૌકાદળ દેશની દરિયાઇ સરહદો પર સતત તાકાત વધારી રહ્યું છે. ચીન સાથેના વિવાદ બાદ આ તરફ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હિંદ મહાસાગરમાં ચીનના યુદ્ધ જહાજ પણ અનેક વખત નજરેદેખાયા છે. આવી સ્થિતિમાં ભારતીય નૌકાદળ તેમને તરફથી થનારા કોઈપણ ખતરા અંગે સતર્ક છે. હાલમાં જ નૌકાદળે અમેરિકા તરફથી પ્રિડેટર ડ્રોન પણ ચાર્જ પર લીધા છે. બે મહિના પહેલા, ભારતીય નૌકાદળ એન્ટિ-સબમરીન વારફેયરથી સજ્જ આઈએનએસ કવરત્તી નામનું જહાજ તેના કાફલામાં સામેલ કરવામાં આવ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ઇઝરાઇલ પાસેથી ખરીદવામાં આવનાર સ્મેશ 2000 સિસ્ટમ સામાન્ય રીતે AK-47 અને AK-203 જેવી રાઇફલો પર માઉન્ટ કરી શકાય છે.- ફાઇલ ફોટો


from Divya Bhaskar https://ift.tt/33VODRI

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ