News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

મમતાના ગઢમાં નડ્ડાની ચેલેન્જ, કહ્યું-બંગાળમાં હવે ભાજપની છેલ્લી છલાંગ બાકી

ભારતીય જનતા પાર્ટી 2021ના પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીને સત્તામાંથી બહાર કરવા માટે કોઈ કસર બાકી નથી રાખી. તે રાજ્યમાં કોઈનું કોઈ આંદોલન અથવા કાર્યક્રમ કરીને તૃણમૂલ સરકારને ઘેરી રહ્યાં છે. આ સિલસિલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પશ્વિમ બંગાળની રાજધાની કોલકાતા પહોંચ્યા છે. અહીં તેમણે પાર્ટીની ચૂંટણી કાર્યાલય સહિત 9 કાર્યાલયોનું વર્ચુઅલ માધ્યમથી ઉદ્ધાટન કર્યું. સમારોહને સંબોધિત કરતી વખતે નડ્ડાએ કહ્યું કે, આજે હું અહીંયા કાર્યાલયના ઉદ્ધાટનના કાર્યક્રમમાં આવ્યો છું. મને આનંદ છે કે આજે ભાજપની અહીંયા 9 કાર્યાલય સમર્પિત થઈ છે. બંગાળમાં ભવિષ્યમાં ભાજપના 38 કાર્યાલય બનાવવાના છે.

ભાજપ માટે પાર્ટી જ પરિવારઃનડ્ડા
નડ્ડાએ વધુમાં કહ્યું કે, આજે રાજ્યમાં ભાજપના કાર્યકર્તા પણ વધી રહ્યાં છે અને કાર્યાલય પણ વધી રહી છે. મમતા બેનર્જી અને TMC પર પ્રહાર કરતા નડ્ડાએ કહ્યું કે, અન્ય પક્ષો માટે પરિવાર જ પાર્ટી છે, TMC પણ આમાથી બાકાત નથી, એ પણ પરિવારની પાર્ટી બની ગઈ છે. પરંતુ ભાજપ માટે પાર્ટી જ પરિવાર છે. અસહિષ્ણુતાનું બીજું નામ છે.રવિન્દ્રનાથ જીએ જે રીતે દેશને દ્રષ્ટી આપી એ બધા જાણે છે, પણ આજે બંગાળમાં અસહિષ્ણુતા વધતી જઈ રહી છે. ગઈકાલે રાજસ્થાનમાં BDC જિલ્લા પરિષદની ચૂંટણી યોજાઈ. ખેડૂતોએ એક તરફનો નિર્ણય ભાજપના પક્ષમાં આપ્યો છે.

તેમણે કહ્યું કે, બંગાળની જનતા ભાજપ સાથે છે, મોદીજી સાથે છે.બંગાળમાં હવે અંતિમ છલાંગ લગાવવાની બાકી છે અને તે અમે તમારા આશીર્વાદથી 2021માં લગાવીશું અને અહીં મમતાજીની સરકારને ઉખાડી ફેંકીશું અને ભાજપ સરકાર બનાવીશું. બંગાળમાં ભાજપે એક લાંબી લડાઈ લડી છે. 9 વર્ષ પહેલા બંગાળમાં અમારી મતની ટકાવારી 4 હતી. 2014માં અમારી 2 સીટ થઈ ગઈ અને મત ટકાવારી 18એ પહોંચી. 2019માં અમારી બેઠકો 18 થઈ અને અમારી મત ટકાવારી 40એ પહોંચી. 2021ની ચૂંટણીમાં ભાજપ 200 સીટથી વિજય થશે.

લોકડાઉનની ચર્ચા કરતા કહ્યું કે, બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓએ લોકડાઉનમાં ઘણી મહેનત કરીને ગરીબોની સેવા કરી છે. ગરીબોને 1 કરોડ 6 લાખ ફુડ પેકેડ ભાજપ કાર્યકર્તાઓએ વહેંચ્યા, 30 હજાર રાશન કિટ, 31 લાખ ફેસકવર, 1 કરોડ લોકોને પીએમ કેર ફંડ સાથે જોડ્યા છે.

નડ્ડા મમતાના ગઢ ભવાનીપુરમાં પણ કાર્યક્રમ કરશે
તેઓ મમતા બેનર્જીના ગઢ ભવાનીપુરમાં પણ કાર્યક્રમ કરશે. આ ઉપરાંત તે પાર્ટી સંગઠનને મજબૂત કરવા માટે વિવિધ આયોજનમાં પણ ભાગ લેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
West Bengal Assembly Election 2020 News: BJP Party President JP Nadda Rally in West Bengal


from Divya Bhaskar https://ift.tt/3ow7pGQ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ