મેરઠમાં ગુરુવારે રાતે એક વ્યક્તિએ ગૃહ કંકાશ પછી તેની પત્ની અને ત્રણ બાળકોની ગળુ દબાવીને હત્યા કરી છે. પછીથી તેણે પોતે ફાંસી ખઈને આત્મહત્યા કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ જપ્ત કરી છે. તેમાં લખવામાં આવ્યું છે કે ઘટના માટે હું જવાબદાર છું. મારા પાંચ ભાઈ છે. તેમને હેરાન ન કરવા જોઈએ. પોલીસ હાલ મામલાની તપાસ કરી રહી છે.
પાડોશીઓએ પોલીસને માહિતી આપી
ઘટના પરીક્ષિતગઢ થાણા ક્ષેત્રના હોલીવાળા મોહલ્લાની છે. અહીં રશિદ અહમદ પરિવારની સાથે રહેતો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ગુરુવારે સાંજે રશિદ અને પત્ની રિહાનાની વચ્ચે બોલાચાલી થઈ હતી. રશિદે પત્ની અને ત્રણ બાળકોની ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. થોડી વાર પછી તેણે પોતે પંખે લટકીને આત્મહત્યા કરી હતી. પડોશીઓએ છત પરથી ઘરમાં જોયું તો સન્નાટો હતો. હલચલ ન જોવા મળી તો તેમણે ત્યાં જઈને જોયું. માતા-પુત્રની લાશ જોતા જ તેમણે આ અંગે પોલીસ કન્ટ્રોલ રૂમને માહિતી આપી.
મૃતકોમાં રિહાન અને રશિદ સિવાય 10 વર્ષનો અફરાન, 7 વર્ષનો હૈદર અને 4 વર્ષનો આયત સામેલ છે. રિહાના સાથે રશિદે બીજા લગ્ન કર્યા હતા. તેમના બંને પુત્ર પ્રથમ પત્નીના હતા. પુત્રીનો જન્મ પત્ની રિહાનાથી થયો હતો. રશિદ ડ્રાઈવર હતો અને પાર્ટ ટાઈમ વેલ્ડરનું કામ કરતો હતો.
પ્રથમ પત્નીએ કરી હતી આત્મહત્યા
રશિદની પ્રથમ પત્ની શબાનાએ છ વર્ષ પહેલા સળગીને આત્મહત્યા કરી હતી. તેણે મુરાદનગરની રિહાના સાથે બીજા લગ્ન કર્યા હતા. પાડોશીઓના જણાવ્યા મુજબ, રશિદે પાંચ દિવસ પહેલા બાઈકની ખરીદી કરી હતી. જોકે લોકડાઉન પછી રશિદનું કામ કઈ ખાસ ચાલી રહ્યું ન હતું. માનવામાં આવી રહ્યું છે કે આર્થિક તંગીના પગલે ઘરમાં કંકાશ થયો હોઈ શકે છે. પોલીસના જણાવ્યા મુજબ શરૂઆતની તપાસમાં ગૃહ કંકાશની વાત પ્રકાશમાં આવી છે. રશિદની પત્ની અને બાળકોના શબ જમીન પરથી મળ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JLDVGB

0 ટિપ્પણીઓ