
આપણા દેશમાં 25 લાખથી વધુની વસ્તી પર એક લોકસભા સાંસદ છે. આ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ છે. બંધારણ વધુમાં વધુ દસ લાખની વસ્તી પર એક સાંસદની વાત કરે છે. આ સાથે જ તેમાં કહેવામાં આવ્યું છે કે સાંસદોની સંખ્યા 550 કરતા વધારે ન હોઈ શકે. આ વસ્તી અનુસાર, આપણા બંધારણમાં રાજ્યોમાં બેઠકોની સંખ્યા વધારવા અથવા ઘટાડવાની વાત પણ કહેવામા આવી છે. જે અનુસાર 1971 સુધી દેશ અને વિવિધ રાજ્યોમાં બેઠકોની સંખ્યામાં પણ ઘટાડો- વધારો થયો. પરંતુ, છેલ્લા 50 વર્ષથી આમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આનું પરિણામ છે કે આજે યુપીમાં 30 લાખ લોકો પર એક સાંસદ છે જ્યારે તમિલનાડુમાં લગભગ 20 લાખ લોકો પર એક સાંસદ છે.
આપણે ઉપર જે વાતો કરી છે તેનાથી બે પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે. પ્રથમ, વર્તમાન વસ્તી અનુસાર રાજ્યોમાં બેઠકોની સંખ્યામાં બદલાવ કરવામાં આવે તો ક્યાં કેટલા સાંસદ હશે અને કેટલા લોકોપર એક સાંસદ હશે? બીજું, જો 10 લાખની વસ્તી પર એક સાંસદ હશે, તો દેશમાં કેટલા સાંસદ હશે અને કયા રાજ્યમાં કેટલા સાંસદ હશે? આવો બંને બાબતોને સમજીએ…
જો દેશની વર્તમાન વસ્તી અનુસાર રાજ્યોમાં બેઠકો વેચવામાં આવે તો યુપીમાં બેઠકોની સંખ્યા વધીને 94 થઈ જશે. બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ બેઠકો વધશે. જ્યારે, તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશ જેવા દક્ષિણ ભારતના રાજ્યોમાં બેઠકોની સંખ્યામાં ઘટાડો થશે. આવી સ્થિતિમાં 25.25 લાખની વસ્તી પર એક સાંસદ હશે. જો કે, તેમાં નાના રાજ્યોનો સમાવેશ નહીં થાય. બંધારણમાં નાના રાજ્યો માટે ઓછામાં ઓછી એક બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે.
જો દેશમાં 550 બેઠકની શરત દૂર કરવામાં આવે અને દર 10 લાખની વસ્તીએ એક સાંસદના નિયમના હિસાબે બેઠકો વેચવામાં આવે તો એકલા યુપીમાં જ બેઠકોની સંખ્યા 238 થઈ જશે. આવી સ્થિતિમાં દેશમાં કુલ 1375 બેઠકો થઈ જશે. અહીં, એક વાત વધુ જણાવીશું કે જે રાજ્યોમાં 6 લાખથી ઓછી વસ્તી છે તેવા રાજ્યોમાં 10 લાખ પર એક બેઠકનો નિયમ લાગુ નહીં થાય. આવા રાજ્યોમાં એક સાંસદ તો રહેશે જ રહેશે. આ અમે નહીં બંધારણ કહે છે.
હજી પણ ત્રણ સવાલ છે: બેઠકો વધારવા પર કેમ પ્રતિબંધ લાગ્યો? શું બેઠકો વધારી શકાય છે? બેઠકો વધવાની શું અસર થશે?
1. બેઠકો વધારવા પર કેમ પ્રતિબંધ લાગ્યો?
બંધારણ નિષ્ણાત સુભાષ કશ્યપ કહે છે, બંધારણમાં મૂળ જોગવાઈ એ છે કે વસ્તીના આધારે જ બેઠકો નક્કી થશે. એટલે કે, જ્યાં વસ્તી વધારે છે, ત્યાં બેઠકો પણ વધુ છે. 1970ના દાયકામાં સરકારે કુટુંબિક આયોજન પર પણ ભાર મૂક્યો હતો. પરિણામે, દક્ષિણના રાજ્યોએ તેના પર કામ કર્યું, પરંતુ ઉત્તર ભારતના રાજ્યોમાં આ બાબતે વધુ કામ થયું નહીં.પરિણામે, દક્ષિણ ભારતના રાજ્યોમાં વસ્તી ઓછી થઈ અને ઉત્તર ભારતના રાજ્યોમાં વસ્તી વધવા માંડી. હવે ચિંતાની વાત એ છે કે જેમણે ફેમિલી પ્લાનિંગ કરીને વસ્તીને કાબૂમાં રાખી છે, ત્યાં બેઠકો ઓછી થઈ જશે. એટલે કે સંસદમાં તે રાજ્યોનું પ્રતિનિધિત્વ પણ ઓછું થશે. અને જે રાજ્યોમાં વસ્તી વધી છે, ત્યાં બેઠકો વધશે અને સંસદમાં તેમનું પ્રતિનિધિત્વ પણ વધશે. આ બાબતે વિવાદ થયો અને 1977માં સરકારે બંધારણમાં સુધારો કર્યો અને નિર્ણય કર્યો કે 2001 સુધીમાં સંસદમાં ફક્ત 1971ની વસ્તી ગણતરીના આધારે જ બેઠકો હશે. પરંતુ 2002માં અટલ સરકારે તેને વધારીને 2026 સુધી કરી દીધું.
2. શું બેઠકો વધારી શકાય છે?
બંધારણના આર્ટિકલ 81 મુજબ લોકસભામાં બેઠકોની સંખ્યા 550થી વધી શકે નહીં. આવી સ્થિતિમાં બેઠકો વધારી શકાય? સુભાષ કશ્યપ બંધારણમાં આ વિશે કહે છે કે, બંધારણમાં જણાવાયું છે કે બેઠકોની સંખ્યા વસ્તી અનુસાર નક્કી કરવામાં આવશે. કારણ કે 2026 સુધી બેઠકો 1971ની વસ્તી ગણતરીના આધારે જ રહેશે, આ જોગવાઈ છે. પરંતુ જ્યારે 2026 પછીની જો વસ્તી ગણતરી થશે તો બેઠકો વસ્તી પ્રમાણે વધી શકે છે. જો સરકાર તેની સમય મર્યાદા 2026 થી વધુ વધારશે તો ત્યાં સુધી 550 બેઠકો જ રહેશે.
3. બેઠકો વધવાની શું અસર થશે?
જે પહેલા થયું હતું તે જ થશે. એટલે કે જે રાજ્યોમાં વસ્તી ઓછી હશે, ત્યાં બેઠકોની સંખ્યા પણ ઓછી જ હશે, પણ જે રાજ્યોમાં વસ્તી વધુ હશે, ત્યાં બેઠકો પણ વધુ હશે. તેને આ રીતે સમજી શકીએ છીએ. જેમ કે હાલમાં તમિલનાડુંની વસ્તી 7.78 કરોડ છે અને ત્યાં લોકસભાની 39 બેઠક છે. જ્યારે મધ્યપ્રદેશમાં વસ્તી 8.53 કરોડથી વધુ છે , પણ ત્યાં 29 બેઠકો જ છે. જો હવે વસતિની સરખામણી બેઠકો વેચવામાં આવે તો મધ્યપ્રદેશ, રાજસ્થાન, સહિત ઉત્તર ભારતમાં અનેક રાજ્યોમાં બેઠકો બેગણી કે ત્રણ ગણી વધી જશે. જ્યારે તમિલનાડુ, કેરળ સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાં બેઠકો વધશે, પણ વધુ નહીં. આ વિવાદના કારણે પહેલા પણ વસ્તી પ્રમાણે બેઠકો વધારવાની જોગવાઈ પર રોક લાગવામાં આવી હતી.
લોકસભા બેઠકોની સંખ્યા 1971ની વસ્તી ગણતરી પર આધારિત છે
- રાજ્યની લોકસભા અને વિધાનસભા બેઠકોની સંખ્યા કેટલી હશે, તેનું કામ કામગીરી પંચ કરે છે. આ પંચની રચના 1952માં કરવામાં આવી હતી.બંધારણની કલમ 28માં પંચની કામગીરી પણ નક્કી કરવામાં આવી છે. જે અનુસાર 10 વર્ષમાં જ્યારે પ્રથમ વખત વસ્તી ગણતરી કરવામાં આવશે, તો ત્યાર બાદ જ ફેરફાર કરવામાં આવશે.
- 1976માં કટોકટી દરમિયાન બંધારણમાં 42મો સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારા હેઠળ 1971ની વસ્તી ગણતરીના આધાર પર જ 2001 સુધી વિધાનસભાઓ અને લોકસભા બેઠકોની સંખ્યાને સ્થિર કરવામાં આવી છે.
- 2001માં બંધારણમાં 84મું સંશોધન કરવામાં આવ્યું. આ અંતર્ગત, જ્યારે 2026 પછી જ્યારે વસ્તી ગણતરી યોજાશે અને તેના આંકડા પ્રકાશિત કરવામાં આવશે, ત્યારે જ લોકસભાની બેઠકોની સંખ્યામાં બદલાવ કરવામાં આવશે. એટલે કે 2026 પછી 2031માં વસ્તી ગણતરી થશે. તે પછી જ લોકસભા બેઠકોની સંખ્યામાં વધારો થવાની ધારણા છે. તેનો અર્થ 2024, 2029 અને કદાચ 2034ની લોકસભાની ચૂંટણી દરમિયાન પણ 543 બેઠકો જ હશે.
- જ્યારે રાજ્યોમાં વિધાનસભા માટે જુલાઇ 2002માં પરિસીમન પંચની રચના કરવામાં આવી. દેસેમ્બર 2007માં પંચે પોતાની ભલામણ કેન્દ્ર સરકારને કરી હતી. ફેબ્રુઆરી 2008માં આયોગની ભલામણનેમંજૂર કરવામાં આવી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3qMfRUi
0 ટિપ્પણીઓ