News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

પહેલાં જ મળી ગઈ હતી હુમલાની સુચના, ગૃહ મંત્રાલયને પણ જાણ કરી હતી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના કાફલા પર પશ્ચિમ બંગાળમાં થયેલા હુમલાને લઈને વિજયવર્ગીયએ કહ્યું કે આ હુમલો પહેલેથી જ આયોજિત હતો. કોઈ પણ રાજ્યમાં દેશની સૌથી મોટી પાર્ટીના પ્રમુખ પર આ પ્રકારનો હુમલો થવો તે લોકતંત્રની હત્યા સમાન છે. આ હુમલાની સુચના પહેલાં જ મળી ગઈ હતી, તેમ છતાં હુમલો થયો. આ ભાજપના કાર્યકર્તાઓનું મનોબળ નબળો કરવાનો પ્રયાસ છે, પરંતુ તેઓ પોતાના બદઈરાદાઓમાં સફળ નહીં થાય. જનતા આગામી વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીને જવાબ આપશે.

ગુરૂવારે હુમલા પછી વિજયવર્ગીયએ ભાસ્કર સાથે ફોન પર વાતચીત કરી હતી. તેઓએ કહ્યું કે બંગાળની સંસ્કૃતિમાં કોઈ પણ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત આ રીતે નથી થતું. ભાજપને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. આ પહેલાં પણ અમારી ગાડીને તોડવામાં આવી હતી, ઘેરવામાં આવી. તેઓએ કહ્યું કે હુમલાની સુચના અમને રાત્રે જ મળી ગઈ હતી. અમે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પણ ટ્વીટ અને ઈમેઈલ કર્યો હતો. ગૃહ સચિવ સાથે વાત પણ કરી હતી. તેઓએ ડીજી સાથે ચર્ચા કરી, ત્યારે ડીજીએ આવી કોઈ ઘટના નહીં ઘટે તે અંગે આશ્વસ્ત કર્યા હતા. તેમ છતાં આવી ઘટના ઘટી જે નિંદનિય છે.

મમતા બોલી ભાજપ પાસે બીજું કોઈ કામ નથી, જ્યારે તેમને ઓડિયન્સ મળતુ નથી, ત્યારે તેઓ ખેલ કરે છે

મમતાના ભત્રીજા 10-10 હજાર લોકો માટે ભોજન બનડાવે છે
વિજયવર્ગીયએ જણાવ્યું કે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેકની નજીક શૌકત અને જહાંગીર નામના બે શખ્સ છે. આ લોકો અલગ અલગ જગ્યાએ 10-10 હજાર લોકો માટે ભોજન બનડાવે છે. પોલીસની સામે અમારા પર પથ્થરમારો થયો. ગાડીના કાચ પણ તૂટ્યા, સુરક્ષાકર્મી પણ ઘાયલ થયા. ઘટના પછી સ્પષ્ટ થઈ ગયું છે કે બંગાળમાં લોકશાહી જેવું કંઈ જ નથી. અહીં પોલીસ ગુંડાઓની સાથે ઊભી રહે છે.

85 વોર્ડમાં ફુંકવામાં આવ્યું મમતા બેનર્જીનું પૂતળું

ઈન્દોરમાં ભાજપના કાર્યકર્તાઓએ મમતા બેનર્જીનું પૂતળું સળગાવ્યું
ઈન્દોરમાં ભાજપના કાર્યકર્તાઓએ 85 વોર્ડમાં ઘટનાના વિરોધમાં મમતા બેનર્જીનું પુતળું સળગાવ્યું, સૂત્રોચ્ચારો પણ થયા અને ઘટનાની નિંદા કરી. ધારાસભ્ય રમેશ મેંદોલાએ કહ્યું કે બંગાળમાં સામાન્ય લોકો સુરક્ષિત નથી. આ અંગે વડાપ્રધાને વિચારવું જરૂરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કૈલાશ વિજયવર્ગીયએ મમતા બેનર્જી પર સાધ્યું નિશાન


from Divya Bhaskar https://ift.tt/375npKo

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ