News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

25 નવેમ્બરે લગ્ન થયા, 4 ડિસેમ્બરે કોરોનાને પગલે દુલ્હાનું મોત; દુલ્હન સહિત 9 લોકો કોરોનાથી સંક્રમિત

ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં લગ્નનો અવસર માતમમાં ફેરવાય ગયો છે. ફિરોઝાબાદના એક પરિવારમાં 9 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. સંક્રમિતમાં દુલ્હન પણ સામેલ છે. જ્યારે વરરાજાનું 4 ડિસેમ્બરે નિધન થઈ ગયું છે. સંક્રમણના શિકાર લોકોની સારવાર ચાલી રહી છે. આ નવદંપત્તિના લગ્ન હજુ 12 દિવસ પહેલાં જ થયા હતા.

પીટીઆઈના રિપોર્ટ મુજબ 4 ડિસેમ્બરે દુલ્હાનું મોત નિપજ્યું હતું, દુલ્હાને તાવ અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી. પરંતુ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો ન હતો. જે બાદ શંકા જતા પરિવારના લોકોની તપાસ કરવામાં આવી તો 9 લોકો સંક્રમિત સામે આવ્યા હતા.

દુલ્હન, દુલ્હાની માતા સહિત 9 લોકો સંક્રમિત
ફિરોઝાબાદના મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ. નીતા કુલશ્રેષ્ઠે જણાવ્યું કે યુવકના 25 નવેમ્બરનાં રોજ લગ્ન થયા હતા. લગ્ન પછી તરત જ યુવકનું સ્વાસ્થ્ય બગડ્યું અને 4 ડિસેમ્બરે તેનું મોત થયું. કોરોના ટેસ્ટમાં દુલ્હન સહિત 9 લોકો કોરોનાનો શિકાર બન્યા છે. જેમાં દુલ્હનના સાસુ પણ સામેલ છે. હાલ તમામનો ઈલાજ ચાલી રહ્યો છે.

આ ઉપરાંત ગામના અન્ય લોકોના કોરોના ટેસ્ટ માટે મેડિકલ કેમ્પ લગાડવામાં આવ્યો છે. જેનાથી તેમના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી તેમની તપાસ કરાવી શકાય.

જિલ્લામાં 3,673 કેસ
ડૉ. નીતા કુલશ્રેષ્ઠે વધુમાં જણાવ્યું કે જિલ્લામાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં 3,673 કેસ સામે આવ્યા છે. જેમાંથી 67 દર્દીઓના મોત નિપજ્યા છે. જિલ્લામાં હાલ 171 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

ઉત્તરપ્રદેશમાં આજે 1677 નવા કોરોનાના કેસ નોંધાયા છે અને 25 લોકોના મોત થયા છે
છેલ્લા 24 કલાકમાં ઉત્તરપ્રદેશમાં કોરોના વાઈરસના 1677 નવા કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 5 લાખ 61 હજાર 161 કેસ નોંધાયા છે. જ્યારે ગુરુવારે 25 લોકોના મોત સાથે સત્તાવાર રાજ્યમાં મોતનો આંકડો 8011 થયો છે. અત્યાર સુધીમાં કુલ 5 લાખ 32 હજાર 349 લોકોને સારવાર પછી રજા અપાઈ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Wedding on 25 November, death of bridegroom following corona on 4 December; 9 people infected with corona, including the bride


from Divya Bhaskar https://ift.tt/3m4D94k

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ