News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

રાજ્યપાલ ધનખડ-સીએમ મમતા બેનર્જી ફરી આમને-સામને, જાણો અત્યારસુધી કઈ કઈ વાતોનો થયો છે વિવાદ

પશ્ચિમ બંગાળમાં ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલા પછી રાજ્યના કાયદા વ્યવસ્થા સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. આ દરમિયાન રાજ્યપાલ જગદીપ ધનખડે પ્રેસ-કોન્ફરન્સ કરીને મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે આકરા પ્રહાર કર્યા છે. રાજ્યપાલે કહ્યું હતું કે બંગાળમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે અને લોકતાંત્રિક અધિકારોને સમાપ્ત કરી દેવામાં આવ્યા છે. જોકે ગયા વર્ષે જગદીપ ધનખડે કાર્યભાર સંભાળ્યા પછી જ બંને વચ્ચે છત્રીસનો આંકડો જોવા મળી રહ્યો છે. તો આવો, જાણીએ કે ગઈકાલે જગદીપ ધનખેડે પ્રેસ-કોન્ફરન્સમાં મમતા બેનર્જી સામે કયા કયા પ્રહારો કર્યા હતા અને આ પહેલાં પણ બંને વચ્ચે ક્યારે ક્યારે વિવાદ થયા હતા....

પ્રેસ-કોન્ફરન્સમાં ધનખડે મમતા પર કર્યા આકરા પ્રહાર

  • બંગાળમાં કાયદો અને વ્યવસ્થા ખરાબ થતી જાય છે. રાજ્યની હાલત ખરાબ થઈ રહી છે, અહીં માત્ર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. સરકારી તંત્રનું રાજકીય તંત્ર થઈ ગયું છે અને વિપક્ષ માટે કોઈ જગ્યા નથી.
  • મુખ્યમંત્રીએ બાહરી જેવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. શું ભારતીય નાગરિક બાહરી છે? મુખ્યમંત્રીએ આગ સાથે ના રમવું જોઈએ, બંધારણનું પાલન કરવું જોઈએ.
  • મુખ્યમંત્રીએ બંધારણની આત્માનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે ભારતના બંધારણને ભૂલશો તો મારા દાયિત્વની શરૂઆત થશે.
  • નિયમ પ્રમાણે, મેં કેન્દ્ર સરકારને રાજ્યની સ્થિતિનો રિપોર્ટ મોકલી દીધો છે.
  • રાજ્યમાં કોઈ વિપક્ષ માટે જગ્યા નથી. સત્તાપક્ષથી અલગ કોઈ નેતા અહીં સુરક્ષિત નથી, તેમના કોઈ અધિકાર બચ્યા નથી, ન લોકતંત્ર ન માનવાધિકાર.

કાયદા-વ્યવસ્થા અંગેના રાજ્યપાલના પત્રથી થયો વિવાદ
સપ્ટેમ્બર 2020ની શરૂઆતમાં જ રાજ્યપાલ ધનખડે પોલીસના મહાનિર્દેશક વિરેન્દ્રને લખેલા પત્રમાં રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરીને 26 સપ્ટેમ્બર સુધીમાં મુલાકાત કરવા અને કાયદો અને વ્યવસ્થામાં સુધારો કરવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે એ વિશે માહિતી આપવા કહ્યું હતું. આ પત્રના જવાબમાં મમતા બેનર્જીએ રાજ્યપાલને 9 પાનાંનો લાંબો પત્ર લખ્યો હતો. એમાં મમતાએ રાજ્યપાલને લખ્યું હતું કે તેમણે બંધારણના નિયમો તોડીને મુખ્યમંત્રીને આંખ આડા કાન કરીને રાજ્યના કોઈપણ અધિકારીને આદેશ ન આપવો જોઈએ. મમતાના આ પત્રના જવાબમાં રાજ્યપાલ ધનખડે રાજભવનમાં પ્રેસ-કોન્ફરન્સ કરીને સરકારને ચેતવણી આપી હતી.

લોકતંત્ર ખતમ થઈ રહ્યું છે
રાજ્યપાલ જગદીપ ધનખડે ઓક્ટોબર 2020માં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારે તેમણે શાહને કહ્યું હતું કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થા સતત બગડી રહી છે. અલકાયદા પગપેસારો કરી રહ્યું છે. રાજ્યમાં લોકતંત્ર ખતમ થઈ રહ્યું છે.
રાજ્યપાલના આ નિવેદન પછી ટીએમસીએ પ્રહાર કરતાં કહ્યું હતું કે, રાજ્યપાલ બીજેપીના લાઉડ સ્પીકર બની ગયા છે. સીનિયર સાંસદ કલ્યાણ બેનરજીએ કહ્યું હતું કે- રાજ્યપાલ રાજભવનનું અપમાન કરી રહ્યા છે.

રાજ્યપાલ અને મુખ્યમંત્રી કોઈ કાર્યક્રમમાં ભાગ્યે જ સાથે જોવા મળે છે.

પોલીસ અટકાયતમાં એક વ્યક્તિના મોત વખતે પણ ધનખડ-મમતા આવ્યાં હતાં આમને-સામને
પશ્ચિમ બંગાળમાં પોલીસ અટકાયતમાં એક વ્યક્તિની પોલીસ અટકાયતમાં મોત થયા પછી રાજ્યપાલ જગદીપ ધનખડ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી આમને-સામને આવી ગયા હતા. ત્યારે બંનેની વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું હતું, પરંતુ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રાજ્યપાલે રાજ્ય પોલીસ પર 'રાજનીતિથી પ્રેરિત' હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે મમતા બેનર્જીએ જવાબ આપ્યો હતો કે 'અમુક લોકો રાજકીય હિતો માટે પોલીસને બદનામ કરી રહ્યા છે.' એ સમયે ધનખડે મમતા બેનર્જીને પત્રમાં લખ્યું હતું કે રાજ્યમાં ફરી 'અમાનવીય અત્યાચાર, શોષણ અને મોત'ની વધુ એક ઘટના.

ભાજપ સાંસદની હત્યા મુદ્દે વિવાદ
બેરકપુરમાં ભાજપ સાંસદ મનિષ શુક્લાની હત્યા મુદ્દે પણ રાજ્યપાલ અને મમતા બેનરજી વચ્ચે વિવાદ વધી ગયો હતો. રાજ્યપાલે આ હત્યા પછી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વિશે મમતા સરકાર પર પ્રહાર કર્યા હતા અને તેમને આ મુદ્દે જવાબ આપવા રાજભવન બોલાવ્યા હતા.
મમતા સરકાર અને ટીએમસી નેતાઓએ આને બીજેપીનું કાવતરું ગણાવ્યું હતું અને રાજ્યપાલના સવાલનો કોઈ જવાબ આપ્યો નહતો. ત્યારપછી બીજેપી નેતાઓએ આ મુદ્દે સીબીઆઈ તપાસની માંગ કરી હતી.

ત્રીજા વિશ્વયુદ્ધ જેવા કોરોનાકાળમાં પણ મમતા રમત રમે છે: રાજ્યપાલ
પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ ધનખડ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે સતત તૂ-તૂ, મેં-મેં જેવા વિવાદો ચાલતા જ રહેતા હોય છે. ભાગ્યે જ કોઈ એવું સપ્તાહ હશે કે જેમાં ધનખડે ટ્વીટ કરીને મમતા સરકાર પર આકરા પ્રહાર ન કર્યા હોય. કોરોના મુદ્દે પણ બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે ઘણા વિવાદ થયા હતા. દેશમાં કોરોનાની શરૂઆતના સમયમાં એપ્રિલ 2020માં રાજ્યપાલ ધનખડે મમતા બેનર્જી પર આરોપ લગાવ્યો હતો કે સરકાર આવા સંકટના સમયમાં પણ રાજકીય રોટલા શેકી રહ્યા છે. આ સમય રાજનીતિ કરવાનો નથી, પરંતુ મમતા અત્યારે પણ રાજનીતિ કરી રહ્યા છે. રાજ્યમાં લોકડાઉનનું પાલન નથી થઈ રહ્યું, ધાર્મિક આયોજન કરવામાં આવી રહ્યાં છે.
રાજ્યપાલ ધનખડે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળની જનતા કેન્દ્ર સરકારની સાથે છે, પરંતુ રાજ્ય સરકાર લોકડાઉનનું પાલન નથી કરાવતી. મેં રાજ્ય સરકારને ઘણી વાર અલર્ટ કરી કે આ ત્રીજું વિશ્વયુદ્ધ છે. તેમને કહ્યું હતું કે આ રાજકીય રોટલા શેકવાનો સમય નથી.

ધનખડે રાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારની તસવીર.

કોણ છે જગદીપ ધનખડ?
રાજસ્થાનના રાજકારણમાં એક સમયે ચર્ચિત ચહેરો રહેલા જગદીપ ધનખડે જુલાઈ 2019માં જ પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. રાજસ્થાન હાઈકોર્ટ બાર એસોસિયેશનના પ્રેસિડેન્ટ રહી ચૂકેલા ધનખડને રાજકીય ક્ષેત્રે પણ ખૂબ અનુભવી માનવામાં આવે છે. રાજસ્થાનમાં જાટોને આરક્ષણ અપાવવામાં પણ તેમની મહત્ત્વની ભૂમિકા રહી હતી. ધનખડને પશ્ચિમ બંગાળના રાજ્યપાલનો કાર્યભાર એ સમયે સોંપવામાં આવ્યો જ્યારે અહીં ટીએમસી અને ભાજપ વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો. ધનખડ રાજકીય દાવપેચ-કાયદાના જાણકાર હોવાથી પણ તેમને પશ્ચિમ બંગાળનો કાર્યભાર સોંપવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Know all issues between bengal governor jagdeep dhankar and CM Mamata banerjee divyabhaskar


from Divya Bhaskar https://ift.tt/342wWzM

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ