કોટાની જેકે લોન હોસ્પિટલમાં 9 ડિસેમ્બરના રોજ 8 કલાકમાં 9 નવજાત શિશુના મૃત્યુની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સરકારના તમામ દાવા બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. ભાસ્કરની ટીમ 10 ડિસેમ્બરના રોજ જ્યારે હોસ્પિટલ પહોંચી ત્યારે કેટલાક આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા હતા. હોસ્પિટલમાં સ્ટાફ ઉંઘતો જોવા મળ્યો.
બીજી બાજુ હોસ્પિટલમાં નવજાત શિશુઓના મૃત્યુ અને તબીબી વ્યવસ્થાની સમીક્ષાને લઈ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તેમના નિવાસ સ્થાન પર કલેક્ટર તથા તબીબી અધિકારીઓ સાથે બેઠક યોજી છે.
પીડિયાટ્રિક ઈન્ટેસિવ કેર યુનિટ (E-PICU) પાસે બનેલા વોર્ડમાં નર્સિંગ સ્ટાફ જોવા
તપાસમાં સામે આવ્યુ છે કે NICU માં ECG મશીનની ચાર્જીંગ સિસ્ટમ ખરાબ છે. ચાર્જીગ ખરાબ હોવાથી મશીન બંધ છે. ગાયનિક વોર્ડમાં પોર્ટેબલ મશીન મંગાવીને EGC કરવામાં આવે છે. નિયોનેટલ ઈન્ટેસિવ કેર યુનિટ (NICU)માં એક વોર્મર પર બે થી ત્રણ નવજાત હતા. ઉપર ચાઈલ્ડ વોર્ડના નર્સિંગ રૂમમાં કર્મચારીઓ આરામ કરતા જોવા મળ્યા હતા.
બાળકોના વોર્ડનો પલંગ ખાલી મળ્યો તો કેટલાક લોકો ત્યાં ઉંઘતા જોવા મળ્યા
E-PICUમાં નર્સિંગ કર્મચારી ઉપસ્થિત જોવા મળ્યા. નજીકમાં બનેલા જનરલ વોર્ડમાં એક પણ નર્સિંગ સ્ટાફ ન હતો. વોર્ડમાં ત્રણ પુરુષો પલંગ પર ઉંઘતા જોવા મળ્યા.
નવજાત શિશુનું મૃત્યુ થયાના સમાચાર સાંભળી મહિલાની તબિયત બગડી ગઈ
કેસ 1: બાળકોને તાવ ઉતરી રહ્યો નથી, ખૂબ મુશ્કેલીથી લોહી મળ્યુ
રાવતભાટાથી પ્યારચંદ તેમના બાળકોને જેકે લોન હોસ્પિટલ લાવ્યા હતા. બપોરના 3 વાગે હોસ્પિટલ પહોંચ્યા. 2 વર્ષના બાળકને લોહી ચડાવવાનું હતુ. ખૂબ જ મહેનત કર્યા બાદ લોહીની વ્યવસ્થા થઈ શકી. બાળકને રાત્રે લોહી ચડાવવામાં આવ્યુ. લોહી ચડી ગયા બાદ પણ કોઈ તેને ત્યાથી હટાવવા માટે આવ્યુ નથી. વોર્ડમાં કોઈ સ્ટાફ ન હતો. પ્યારચંદ ખુદ પીડિયાટ્રીક ઈન્સેન્ટીવ કેર યુનિટ (E-PICU)માં ગયા. નર્સિંગ કર્મચારીઓને સમસ્યા અંગે માહિતી આપી ત્યારે તેઓ આવ્યા. બાળકને તાવ ઉતરતો નથી. આ વાત જ્યારે કર્મચારીઓને કહેવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે ધીમે ધીમે તાવ ઉતરશે.
।રજીસ્ટ્રેશન કાઉન્ટર બહાર પરિવારજનો ઉંઘી રહ્યા છે
કેસ 2: બાળકોની ચિંતા થાય ત્યારે જાતે જ સ્ટાફને બોલાવવા જવુ પડે છે
NICUની બહાર ગેલેરીમાં એક પરિવાર બેઠેલો જોવા મળ્યો. બૂંદી જિલ્લાના એક વિસ્તારમાંથી તેઓ આવ્યા હતા. તેમણે કહ્યું કે 26-27 દિવસના નવજાતના પેટમાં તકલીફ હતી. 4 દિવસ અગાઉ જેકે લોન હોસ્પિટલ આવ્યા હતા. નવજાતનું ઓપરેશન થઈ ચુક્યુ છે. અત્યારે તે NICUમાં દાખલ છે. તેને વોર્મરમાં રાખવામાં આવ્યુ છે. અહીં એક વોર્મરમાં બે બાળકોને રાખવામાં આવે છે. માટે નવજાતને લઈ હંમેશા એલર્ટ રહેવું પડે છે. જરૂર પડે ત્યારે સ્ટાફને બોલાવવા જવું પડે છે.
કેસ 3: નવજાતનું મૃત્યુ થવાથી નાનીની તબિયત બગડી
NICUની બહાર ગેલેરીમાં એક પરિવારના નવજાત શિશુનું મૃત્યુ થયુ. જિલ્લા હોસ્પિટલમાં બે દિવસ અગાઉ તે શિશુનો જન્મ થયો હતો. નવજાત શિશુ રડી શકતુ ન હતું. તેને જેકે લોન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું. 10 ડિસેમ્બરની રાત્રે લગભગ 11 વાગે તેનું મૃત્યુ થયું. નવજાતના મૃત્યુની સૂચના મળતા નાનીની તબિયત બગડી ગઈ. તે ગેલરીમાં બેભાન થઈ પડી ગઈ. ત્યાં રહેલા લોકોએ તેમને સંભાળ્યા. ગાર્ડ પાસેથી ડોક્ટરો કે નર્સિંગ સ્ટાફ આવ્યો નહીં. સૂચના આપવા છતા ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પહોંચ્યો નહીં.
મંત્રી-અધિકારી ફિટબેક લેતા રહ્યા, વ્યવસ્થા ઠપ્પ-
જેકે લોન હોસ્પિટલમાં 9 નવજાત બાળકોના મૃત્યુની ઘટના સામે આવ્યા બાદ ભારે રોષ સર્જાયો છે. કલેક્ટર, સ્વાસ્થ્ય મંત્રી તથા નગર વિકાસ મંત્રીના અધિકારીઓ પાસેથી ફિડબેક લેવામાં આવ્યો. વ્યવસ્થા તથા સંશાધનોની જાણકારી મેળવવામાં આવી. મંત્રીના આદેશ બાદ કમિશ્નર અને કલેક્ટર હોસ્પિટલની મુલાકાત લેવા ગયા હતા. ત્યારબાદ પણ હોસ્પિટલની સ્થિતિ યથાવત રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37aoUa9

0 ટિપ્પણીઓ