 
ખેડૂત આંદોલનમાં નવો વિવાદ જોડાયો છે. ટીકરી બોર્ડર પર પ્રદર્શન દરમિયાન ગુરુવારે દિલ્હી રમખાણના આરોપીઓ શરજિલ ઈમામ, ઉમર ખાલિદના પોસ્ટર બતાવવામાં આવ્યા હતા અને તેને મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે. ભાસ્કરે આ અહેવાલ પ્રકાશિત કર્યો છે. શુક્રવારે ભાસ્કરના આ અહેવાલને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કેમેરાની સામે બતાવ્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યા હતા કે ખેડૂતોની માંગ MSP અને કાયદાની જોગવાઈ હોઇ શકે છે, પણ દિલ્હી રમખાણના આરોપીઓને મુક્ત કરવાની માંગ કઈ રીતે હોઇ શકે છે?
તોમરે ભાસ્કરની એક નકલ બતાવી અને કહ્યું- હું સવારે ભાસ્કર અખબાર જોઈ રહ્યો હતો. તેમાં આ ફોટો છપાયો છે. SMP ખેડુતોની માંગ હોય શકે છે, ખેડૂતોની માંગ કાયદામાં જોગવાઈઓ હોઈ શકે છે. પરંતુ, આ ખેડૂતની માંગ ક્યાંથી હોઇ શકે? જો આ માંગ અને પોસ્ટરબાજી થઈ રહી છે, તો હું ખેડૂત સંઘના નેતાઓને કહેવા માંગુ છું કે તેને ટાળવું જોઈએ અને આ ખેડૂત આંદોલનને વિખેરવાની આ ક્રિયા છે.
આંદોલનમાં જોવા મળતા હતા દિલ્હીના રમખાણોના આરોપીઓના પોસ્ટર
ટિકરી બોર્ડરના ભાસ્કર રિપોર્ટર તોશી શર્માએ અહેવાલ આપ્યો હતો કે ગુરુવારે ધરણા પર બેઠેલા ખેડુતોના મંચ ઉપર અને મહિલા ખેડૂતોના હાથમાં બેનર-પોસ્ટરો જોવા મળ્યા હતા. આમાં, દિલ્હી રમખાણોનો માસ્ટર માઈન્ડ શરજિલ ઇમામ, ઉમર ખાલિદ અને અન્ય આરોપી અને ભીમા કોરેગાંવના આરોપીને મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે ટિકરીસરહદ પર એક અલગ આયોજન થયું હતું. આ કાર્યક્રમ ખેડૂત સંગઠન ભારતીય કિસાન સંઘ એકતા (ઉગરાહા) દ્વારા યોજવામાં આવ્યો હતો. આમાં જેલમાં રહેલા બુદ્ધુજીવીઓ અને લોકશાહી અધિકાર કાર્યકરોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37WwXGr

 
0 ટિપ્પણીઓ