વીડિયો ડેસ્ક: આ CCTV ફૂટેજ મધ્યપ્રદેશના રાજગઢના છે. અહીં રાજસ્થાનથી બ્યાવરા આવતું ચૂનો ભરેલું ટ્રેઈલર બાઈકચાલકને બચાવવા જતાં નાળામાં ખાબકી ગયું હતું. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, એક ટ્રેઈલરની સામે રોડ પર બાઈકચાલક અચાનક આવે છે. બાઈકચાલકને બચાવવા જતાં ટ્રેઈલર રોડ પરથી ઉતરી જાય છે અને પંચરની દુકાનને અડફેટે લઇ નાળામાં ખાબકે છે. મહત્વનું છે કે, ટ્રેઈલર નાળામાં ખાબકતા ચૂનો ભર્યો હોવાને લીધે પાણી ઉકળવા લાગે છે. ઘટનાની જાણ કરાતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ટ્રેઈલરને નાળાની બહાર કાઢવા માટે સાત ક્રેનની મદદ લેવાઈ હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3n9DTq5

0 ટિપ્પણીઓ