News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

ખેડૂતો હવે સરકારના બીજા પ્રસ્તાવની રાહ જોઈ રહ્યા છે; દેશભરમાં હાઈવે ઘેરવાની તૈયાર

નવા ખેડૂત કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે 15મો દિવસ છે. ખેડૂતોને મનાવવા માટે 6 રાઉન્ડની વાતચીત પછી સરકારનો લેખિત પ્રયાસ પણ બુધવારે નિષ્ફળ રહ્યો. સરકારે ખેડૂત કાયદમાં ફેરફાર કરવા સહિત 22 પેજનો પ્રસ્તાવ ખેડૂતોને મોકલ્યો હતો, પણ વાતનો નિવેડો આવવાની જગ્યાએ વાત બગડી ગઈ. ખેડૂતોએ સરકારી કાગળીયાઓને ફગાવી દીધા અને કહ્યું કે, હવે આંદોલન વેગ પકડશે. હવે જયપુર-દિલ્હી અને આગરા-દિલ્હી હાઈવે સહિત તમામ નેશનલ હાઈવે જામ કરવામાં આવશે. આ બધાની વચ્ચે સરકારના બીજા પ્રસ્તાવની પણ રાહ જોવાશે.

સરકારે ખેડૂતોના 10 મહત્વના મુદ્દામાંથી સૌથી મોટી માગ એટલે કે ખેડૂત કાયદાને રદ્દ કરવાની માંગને ઠુકરાવી દીધી. 5 મુદ્દાઓ પર સ્પષ્ટતા આપવાની વાત કરી અને 4 મુદ્દા પર હાલની વ્યવસ્થામાં ફેરફાર કરવાનો વિશ્વાસ અપાવ્યો.

ખેડૂતોના મુદ્દા સરકારનો જવાબ
ખેડૂત સુધારાનો કાયદો રદ કરો વાંધો હોય તો અમે ખુલ્લા મને વિચાર કરવા માટે તૈયાર છીએ
MSP અંગે ચિંતા છે. પાકનો વેપાર ખાનગી હાથમાં જતો રહેશે MSP પર લેખિતમાં આશ્વાસન આપીશું
ખેડૂતોની જમીન પર મોટા ઉદ્યોગપતિઓ કબજો કરી લેશે ખેડૂતોની જમીન પર કોઈ ઢાંચો પણ ન બનાવી શકાય. ઢાંચો બનશે તો માલિકી ખેડૂતની
APMC મંડીઓ નબળી થઈ જશે. ખેડૂત પ્રાઈવેટ મંડીઓના જાળમાં ફસાઈ જશે રાજ્ય સરકાર પ્રાઈવેટ મંડીઓનું રજિસ્ટ્રેશન કરી શકશે અને તેમની પાસેથી વસુલાત કરી શકે, એવી વ્યવસ્થા કરશે
ખેડૂતોની જમીન જપ્ત થઈ શકે છે. વસુલાત માટે જપ્ત નહીં થાય,તેમ છતા પણ સ્પષ્ટતા કરીશું
ખેડૂત સિવિલ કોર્ટમાં નહીં જઈ શકે આ વિકલ્પ આપવામાં આવી શકે છે
પાન કાર્ડ બતાવીને પાક ખરીદવાનો હશે તો છેતરપિંડી પણ થશે રાજ્ય સરકાર પાક ખરીદનાર માટે રજિસ્ટ્રેશનનો નિયમ બનાવી શકશે
પરાળી સળગાવવા માટે દંડ અને સજા થઈ શકે છે ખેડૂતોની આપત્તિઓને દૂર કરવામાં આવશે.
એગ્રીકલ્ચર એગ્રીમેન્ટના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા નથી એગ્રીમેન્ટ થયાના 30 દિવસની અંદર તેની એક કોપી એસડીએમ ઓફિસમાં જમા કરાવવાની વ્યવસ્થા કરીશું
નવું વીજળી બિલ પાછું લો. બિલ ચર્ચા માટે છે. ખેડૂતોના વીજળી બિલના પેમેન્ટની હાલની વ્યવસ્થામાં કોઈ ફેરફાર નહીં થાય

પ્રસ્તાવમાં પણ રાજકારણ, હુડ્ડા અને બાદલ પર વાત ટાળી
ખેડૂતોએ સરકારને પુછ્યું હતું કે, કોની ભલામણથી કાયદા આવ્યા. સરકારે લેખિતમાં આપ્યું છે કે 2010માં હરિયાણાના એ વખતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડાની લીડરશીપમાં કમિટિ બની હતી. સરકારે હુડ્ડા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલના નામનો જ ઉલ્લેખ કર્યો છે,જ્યારે કમિટિ બંગાળ, બિહાર અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ સામેલ હતા.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું- ખેડૂત આંદોલનમાં ચીન-પાકિસ્તાનનો હાથ
સરકાર કાયદા પાછા ન લેવાની જીદે અડી છે, તો ખેડૂત પણ તેમની વાત પર અડગ છે. નિવેદનબાજીઓ પણ થઈ રહી છે.કેન્દ્રીય ખાદ્ય આપૂર્તિ રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેનું કહેવું છે કે ખેડૂત આંદોલનમાં પાકિસ્તાન ચીનનો હાથ છે. દાનવેએ કહ્યું કે, પહેલા CAA અને NRC અંગે મુસ્લિમોને ઉશ્કેર્યા. એ પ્રયાસ નિષ્ફળ રહ્યો તો હવે ખેડૂતોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.કેન્દ્રીય મંત્રીએ આ વાત બુધવારે ઔરંગાબાદમાં હેલ્થ સેન્ટરના ઈનોગરેશન પ્રોગ્રામમાં કહી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સરકાર સાથે 6 વખતની ચર્ચા અને લેખિતમાં પ્રસ્તાવ મળ્યા પછી પણ ખેડૂતો રાજી ન થયા. તેમની માંગ છે કે નવા ખેડૂત કાયદા પાછા લઈ લેવામાં આવે. તસવીર સિંધુ બોર્ડર પર ખેડૂતોની મીટિંગની છે.


from Divya Bhaskar https://ift.tt/341kosn

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ