News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

ધુમ્મસની ચાદરમાં લપેટાયું બિહાર; રાજસ્થાનમાં 32.5 સેલ્સિયસ તાપમાન, ડિસેમ્બરમાં ગરમીનો 9 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

ઉત્તરભારતના ઘણા ભાગમાં બુધવારે તાપમાન સામાન્ય કરતા નીચે રહ્યું હતું. બિહાર ધુમ્મસના સકંજામાં આવી ગયું છે. પટનાના સામાન્ય તાપમાનમાં 6.8 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. રાજસ્થાનના કોટામાં ડિસેમ્બરમાં મહત્તમ તાપમાનનો 9 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. અહીં મહત્તમ તાપમાન 32.5 રેકોર્ડ નોંધાયું છે. તો આ તરફ ઈન્દોર સહિત મધ્યપ્રદેશના તાપમાનમાં ફરી વધારો નોંધાયો છે. હવામાન વૈજ્ઞાનિક આવું થવા પાછળનું કારણ બંગાળની ખાડીમાંથી આવેલા ભેજને ગણાવી રહ્યાં છે.

ધુમ્મસના સકંજામાં બિહાર
બિહારમાં આગામી બે દિવસ સુધી ધુમ્મસની ચાદર છવાયેલી રહેશે. ખાસ કરીને દિવસના 10 વાગ્યા સુધી ધુમ્મસ વધુ રહેશે. આનાથી દ્રશ્યતા પર પણ અસર થશે. ધુમ્મસના કારણે વિમાન તથા ટ્રેનની અવરજવર પર પણ અસર પડી રહી છે. હવામાન વિજ્ઞાન કેન્દ્ર, પટનાએ ધુમ્મસ સંબંધિત એલર્ટ પર જાહેર કર્યું છે. તો આ તરફ બે દિવસમાં દિવસના તાપમાનમાં 6.8 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે, જેનાથી રાજધાનીમાં ઠંડી વધી ગઈ છે.

વૈજ્ઞાનિક સુધાંશુ કુમારનું કહેવું છે કે મહત્તમ અને સામાન્ય તાપમાન વચ્ચે અંતર સતત ઘટતું જઈ રહ્યું છે, જેનાથી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. બુધવારે પટનાના મહત્તમ અને સામાન્ય તાપમાન વચ્ચે માત્ર 5.4 ડિગ્રી સેલ્સિયસનું અંતર રહી ગયું.

કોટામાં 9 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, મહત્તમ પારો 32.5 ડિગ્રી
બુધવારે રાજસ્થાનના કોટામાં ડિસેમ્બરમાં મહત્તમ તાપમાનનો 9 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો. બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 32.5 અને સામાન્ય 13.3 ડિગ્રી નોંધાયું હતું. આ પહેલા ડિસેમ્બર 2011માં મહત્તમ પારો 32.8 ડિગ્રી નોંધાયો હતો. વિઝિબલિટી 1500 મીટર હતી. તો આ તરફ સવારે 8.30 વાગ્યે પારો 18.2, સવારે 11.30 વાગ્યે 29.2, બપોરે 2.30 વાગ્યે 31.8 અને સાંજે 5.30 વાગ્યે ઘટીને 28.4 ડિગ્રી રેકોર્ડ થયો હતો.

ઈન્દોરમાં રાતે ઠંડક, પણ લઘુત્તમ પારો સામાન્ય કરતા 3 ડિગ્રી વધુ
બંગાળની ખાડીમાંથી ભેજ આવવાના કારણે ઈન્દોર સહિત મધ્યપ્રદેશમાં તાપમાનમાં ફરી વધારો થયો છે. જેની અસર લગભગ છ દિવસ સુધી રહેશે. વાદળના કારણે દિવસના તાપમાનમાં થોડોક ઘટાડો આવી શકે છે, પરંતુ રાતનો પારો સરેરાશથી એકાદ ડિગ્રી વધુ જ રહેશે.

ઠંડીને ધ્યાનમાં રાખીને ડિસેમ્બર સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પણ આ મહિને અને સિઝનમાં પારો માત્ર 11.2 ડિગ્રીના જ સામાન્ય સ્તર સુધી ગયો છે. કડકડતી ઠંડી માટે હાલ રાહ જોવી પડશે. 20 ડિસેમ્બર પછી જ વાતાવરણ ઠંડું થાય તેવા અણસાર છે. રાજ્યના મુખ્ય શહેર ભોપાલ, જબલપુર અને ગ્વાલિયરમાં પણ મહત્તમ તાપમાન 30 થી 31 ડિગ્રી વચ્ચે જ રેકોર્ડ થયું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
બિહારમાં ધુમ્મસના કારણે વિમાનો તથા ટ્રેનની અવર જવર પર પણ અસર પડી રહી છે.


from Divya Bhaskar https://ift.tt/3m5fAbw

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ